એપશહેર

મુસ્લિમ કન્યાએ મોરારિ બાપુ સમક્ષ ભગવદ્‌ગીતાનું પઠન કર્યુ

I am Gujarat 16 Jul 2016, 12:07 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat muslim girl recited bhagvadgita before moraribapu
મુસ્લિમ કન્યાએ મોરારિ બાપુ સમક્ષ ભગવદ્‌ગીતાનું પઠન કર્યુ


સમગ્ર શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા કંઠસ્થ છે, એવી મુસ્લિમ કન્યાએ મોરારિ બાપુ સમક્ષ ગીતાનાં શ્લોકોનું પઠન કર્યું હતું અને તેમની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. મરિયમ સિદ્દિકીએ શુક્રવારે ચિત્રકૂટધામ, તલગાજરડા આવી મોરારિબાપુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ઇસ્કોન દ્વારા આયોજિત કોન્ટેસ્ટમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મરિયમ સિદ્દિકીએ સર્વશ્રેષ્ઠ માર્ક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને મરિયમ સિદ્દિકીની આ સિદ્ધી બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ તેનું અવોર્ડ આપી સન્માન કર્યું હતું. મોરારિબાપુએ આ દીકરીને શાલ આપી સન્માનિત કરી હતી.

જયદેવભાઈ માંકડે જણાવ્યુ હતું કે, મરિયમે પોતાના પરિવારજનો અને રામકથાના શ્રોતાઓની ઉપસ્થિતિમાં મોરારિબાપુ સમક્ષ ગીતાજીના શ્લોકનું પઠન કર્યું ત્યારે વાતાવરણમાં એક નવા માનવધર્મ-પ્રેમધર્મની આલબેલ સંભળાવા લાગી હતી. મરિયમે અત્યંત સહજ રીતે અને શુદ્ધ ઉચ્ચારો સાથે ગીતાજીના શ્લોકોનું પઠન કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો