એપશહેર

રાશિ અનુસાર દિવાળીએ લક્ષ્મી પૂજા, વર્ષભર સૌભાગ્યની પ્રાપ્તી માટે કરો ઉપાય

Mitesh Purohit | Navbharat Times 6 Nov 2018, 11:10 am
I am Gujarat on this diwali 2018 perform lakshmi puja according to zodiac sign to get more benefit
રાશિ અનુસાર દિવાળીએ લક્ષ્મી પૂજા, વર્ષભર સૌભાગ્યની પ્રાપ્તી માટે કરો ઉપાય


રાશિ મુજબ લક્ષ્મી પૂજન

દિવાળી પર લક્ષ્મી પૂજન દરમિયાન તમારી રાશિ અનુસાર કેટલાક ઉપાય કરવાથી તમે તમારી અનેક મુશ્કેલીઓને દૂર કરી શકો છો. ખાસ કરીને ધન સંબંધી દરેક મુશ્કેલાીઓ થશે દૂર, જાણો તમારી રાશિ મુજબ ક્યો ઉપાય કરવો જોઈએ.

મેષ

લક્ષ્મી પૂજનઃ લક્ષ્મી સુક્ત, ગુલાબનું અત્તર, જટામાસીનો ધૂપ અને કમલ ગટ્ટાથી પૂજન લક્ષ્મીની અવિરત કૃપા આપશે. ઉપાયઃ રોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપો. નિંદા અને આલોચનાથી બચો. લોકોની મદદ કરો. સકારાત્મક વિચાર રાખો. અનુકૂળ લક્ષ્મી મંત્રઃ ॐ श्रीं श्रिये नमः।

વૃષભ

લક્ષ્મી પૂજનઃ સફેદ વસ્ત્ર ,કમળનું પુષ્પ, ગૂગળનું ધૂપ અને કાળા તલથી લક્ષ્મીનું પૂજન કરો. ઉપાયઃ ઘરમાં ગુલાબજળ મિશ્રિત પાણીથી પોતું કરો મંત્રઃ ॐ श्रीं ह्रीं क्लीं महालक्षम्ये नमः।

મિથુન

લક્ષ્મી પૂજનઃ પશ્ચિમ તરફ મુખ કરીને મહાલક્ષ્મી ઉપાસના કરો. ધાણાની બી, ચમેલીનું અત્તર, ગૂગળ, જટામાસીનો ધૂપ અને લાલ કરેણના ફૂલ પૂજામાં ઉપયોગ કરો. ઉપાયઃ પ્રત્યેક બુધવાર માટીની ખાલી માટલી અને કાંસાની થાળીમાં ખાંડ અને ઘી ભરી નદીમાં પ્રવાહિત કરો. થાળી પાછી ઘરે લઈ આવો અને તેમાં જ ભોજન કરો. અનુકૂળ મંત્રઃ ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये, प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्षम्ये नमः।

કર્ક

લક્ષ્મી પૂજનઃ લક્ષ્મી પૂજનમાં ગૂગળનો ધૂપ, મધ, નાગકેસર, ગોળ, ધાણાની બી અને પબડી સમર્પિત કરો. ઉપાયઃ સિદ્ધ કુંજિકા સ્તોત્રના મંત્ર દ્વારા મહાલક્ષ્મીનું ધ્યાન કરો, ચમેલીનું અત્તર અને કરેણનું પુષ્પ સમર્પિત કરો. મંત્રઃ ॐ श्रीं ह्रीं श्रीं नमः।

સિંહ

લક્ષ્મી પૂજનઃ લક્ષ્મી પૂજનમાં અપરાજિતાના મૂળ, કમળના પુષ્પ, કાળા તલ, ચમેલીના ફૂલ, લાલ ચુંદડી અર્પણ કરો. ઉપાયઃ લાલ પોટલીમા ધન રાખો. કીડીઓને ગોળ ખવડાવો. એક મહિના સુધી દરરોજ કાળા કલરની વાંસળીમાં ગોળ ભરીને જમીનમાં દાટી દો. સકારાત્મક પરિણામ મળશે. અનુકૂળ મંત્રઃ ॐ ऐं ह्रीं ऐं नमः।

કન્યા

લક્ષ્મી પૂજનઃ લક્ષ્મી પૂજનમાં દક્ષિણમુખી શંખ પર સિંદૂરથી લક્ષ્મી બીજ મંત્ર શ્રીં અને માયા બીજ મંત્ર હ્રીં લખો. સાથે પૂજામાં કાળા તલ, કમળ કાકડી, જટામાસીનો ધૂપ કરો. ઉપાયઃ પ્રત્યેક બુધવારે કાંચની બોટલમાં ગંગાજળ ભરીને ભૂમીમાં પ્રવાહિત કરો. દેશી ગાયને મગ ખવડાવો. માટીની ખાલી માટલી અને કાંસાની થાળીમાં ખાંડ અને ઘી ભરીને નદીમાં પ્રવાહિત કરો. ઘરે તે થાળી પરત લઈ આવો અને તેમાં જમો. મંત્રઃ ॐ ऐं ह्रीं श्रीं ह्रीं ऐं नमः।

તુલા

લક્ષ્મી પૂજનઃ 51 વાર અર્ગલા ને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરી ભગવતી લક્ષ્મીને પંચરત્ન, શ્વેસ વસ્ત્ર, ગુલાબનું ફૂલ, ગુલાબનું અત્તર, દાડમ, કમળકાકડી અને ધાના લાવાથી લક્ષ્મીનું પૂજન કરો. ઉપાયઃ શ્વેસ ગાયની સેવા કરો. ચોખા અને ખાંડનું દાન કરો. વડના ઝાડના મૂળમાં મીઠું દૂધ અર્પણ કરો. મંત્રઃ ॐ महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्।

વૃશ્ચિક

લક્ષ્મી પૂજનઃ શ્રીસુક્ત અને વિષ્ણુ સુક્તનો 5 1 વાર પાઠ કરો. પૂજામાં લાલ વસ્ત્ર, કમળનું પુષ્પ, ચમેલીનું અત્તર અને ચોખા ચઢાવો. ઉપાયઃ પાણીના જીવોને ગોળ મિશ્રિત ખોરાક આપો. લાલ મરચનો ત્યાગ કરો અને મસૂરની દાળ તેમજ તાંબાના વાસણનું દાન કરો. વાણી મધૂર રાખો. અનુકૂળ મંત્રઃ ॐ ऐं ह्रीं श्रीं क्लीं अष्टलक्ष्मयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नमः स्वाहा।

ધન

લક્ષ્મી પૂજનઃ કમળ પુષ્પ, અપરાજિતાના મૂળ, ગુલાબનું અત્તર, મધ, દાડમ અને કાળા તલનો પૂજા સામગ્રીમાં સમાવેશ કરો. ઉપાયઃ ગુરુની સેવા, માથુ, નાભી અને જીભ પર કેસર મિશ્રિત જળનો લેપ કરો અને સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો. મંત્રઃ ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥

મકર

લક્ષ્મી પૂજનઃ શ્રી સુક્તનો 101વાર પાઠ, અપરાજિતાના મૂળ, કાળા તલ, લાલ કરેણ અને ધાન્યના લાવા સાથે લક્ષ્મીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરો. ઉપાયઃ બાર બદામને કાળી પોટલીમાં બાંધીને લોખંડના ડબ્બામાં બંધ કરી કોઈ અંધારા સ્થાનમાં રાખી દો. શારીરિક અક્ષમ વ્યક્તિઓને તળેલા પદાર્થ દાન કરો. મંત્રઃ ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी नम:।

કુંભ

લક્ષ્મી પૂજનઃ સફેદ મદાર અથવા ઓકના ઝાડના મૂળ, એકાક્ષી નારીયેળ, પંચરત્ન, શમીની લાકડી, કમળના ફૂલ, ધનના લાવા અને ચમેલીનં અત્તર મા લક્ષ્મીને અર્પિત કરો. ઉપાયઃ વાંસળીમાં ખાંડ ભરીને તેને જમીનમાં દાટી દ્યો. માંસાહાર, દારૂ અને કાળા રંગના વસ્ત્રો આટલી વસ્તુઓનો ત્યાગ કરો. અનુકૂળ મંત્રઃ ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी नम:।

મીન

લક્ષ્મી પૂજનઃ ગોપાલ સહસ્ત્રનામનો પાઠ, લવિંગ, એલચી, પાન, કપૂર, ગોળ, ધાણા, ચોખા, મદારના ફૂલ, એકાક્ષી નારિયેળ અને પંચરત્નથી લક્ષ્મીનું પૂજન કરો. હર્ષની અનુભૂતિ થશે. ઉપાયઃ ગુરુની સેવા, માથુ, નાભી અને જીભ પર કેસર મિશ્રિત જળનો લેપ કરો. સૂર્યને અર્ઘ્ય અને ચાંદીના પાત્રમાં ભરેલું પાણી ફાયદા કારક રહેશે. મંત્રઃ ॐ ह्रीं क्लीं श्रीं श्रिये नमः।

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો