એપશહેર

આ સમયે કરો હનુમાન ચાલીસાના પાઠ, મળશે શ્રેષ્ઠ પરિણામ

હનુમાનજી એક એવા દેવ છે જે ડરને દૂર કરે છે. તેઓ મનુષ્યમાં શક્તિનો સંચાર કરે છે અને તેમની મદદ માંગનારને ક્યારેય નિરાશ નથી કરતા. એટલે જ આ દેવ સમક્ષ લાખો ભક્તોના મસ્તક ઝૂકી જાય છે. હનુમાનજી એક એવા દેવ છે જેમણે સૃષ્ટિની રક્ષા કરવા માટે પોતાનું જીવન સમર્પી દીધું.

Agencies 18 May 2017, 11:53 am
હનુમાનજી એક એવા દેવ છે જે ડરને દૂર કરે છે. તેઓ મનુષ્યમાં શક્તિનો સંચાર કરે છે અને તેમની મદદ માંગનારને ક્યારેય નિરાશ નથી કરતા. એટલે જ આ દેવ સમક્ષ લાખો ભક્તોના મસ્તક ઝૂકી જાય છે. હનુમાનજી એક એવા દેવ છે જેમણે સૃષ્ટિની રક્ષા કરવા માટે પોતાનું જીવન સમર્પી દીધું.
I am Gujarat read hanuman chalisa at this time to get the best results
આ સમયે કરો હનુમાન ચાલીસાના પાઠ, મળશે શ્રેષ્ઠ પરિણામ


હનુમાનજીની સ્તુતિઃ

રામ અને સીતાજી પ્રત્યે હનુમાનજીના સમર્પણને બિરદાવતા અનેક ભજનો લખાયા છે જેમાં હનુમાન ચાલીસાનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર ચાલીસા ખાસ હનુમાનજીને અર્પણ કરાઈ છે. જે ભક્તો હનુમાન ચાલીસાનું સ્મરણ કરે છે તેના પર સાક્ષાત હનુમાનજીની કૃપા અને આશીર્વાદ રહે છે અને હનુમાનજી તેમનું રક્ષણ કરે છે.

સાડાસાતીમાં પણ મળે છે રાહતઃ

આપણા પ્રાચીન ઋષિમુનિઓના જણાવ્યા મુજબ હનુમાન ચાલીસાના પઠનથી ભક્તોને લાભ થાય છે અને તેમના જીવનમાંથી કઠિનમાં કઠિન સમસ્યાઓ દૂર થઈ જાય છે. શનિની સાડાસાતીની અસર પણ હનુમાન ચાલીસા બોલવાથી હળવી થઈ જાય છે.

શાસ્ત્રોક્ત નિયમો મુજબ કરવા જોઈએ પાઠઃ

હનુમાન ભક્તોને સામાન્ય રીતે મંગળવાર એટલે કે હનુમાન દાદાના વારના રોજ હનુમાન ચાલીસા બોલવાની સલાહ આપવામાં આવે છે. મંગળવાર હનુમાનજીની ઉપાસના માટેનો શ્રેષ્ઠ વાર હોવા છતાંય શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નીતિ-નિયમોનુસાર હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામો મળે છે.

નાહ્યા પછી જ કરો હનુમાન ચાલીસાઃ

તમે હનુમાન ચાલીસા કરો ત્યારે તમારે કેટલાક પવિત્ર નિયમોનું પાલન કરવું પડે છે. તેમાંથી પ્રથમ નિયમ એ છે કે નાહ્યા અને સ્વચ્છ થયા પછી જ હનુમાન ચાલીસાનો સ્પર્શ કે પાઠ કરવો જોઈએ. મંગળવાર ઉપરાંત શનિવારે પણ તેનો પાઠ કરવો જોઈએ.

વહેલી સવાર અને રાતઃ

શાસ્ત્રોક્ત વિધિ મુજબ હનુમાન ચાલીસાના પઠનનો શ્રેષ્ઠ સમય છે વહેલી સવાર. શનિની સાડા સાતી ચાલતી હોય તેવા લોકોએ રાત્રે 8 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આનાથી શનિની નકારાત્મક અસર દૂર થાય છે.

કેટલી વાર કરવો જોઈએ પાઠ?

શ્રેષ્ઠ પરિણામ માટે હનુમાન ચાલીસા સવારના સમયે 5 વાર કરવી જોઈએ. જો રાત્રે તમે પાઠ કરતા હોવ તો 8 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો