એપશહેર

ડાકોર પગપાળા સંઘોનું પ્રસ્થાન

I am Gujarat 19 Mar 2016, 10:49 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat sangh for dakor starts yatra
ડાકોર પગપાળા સંઘોનું પ્રસ્થાન


ફાગણી પૂર્ણિમા નિમિત્તે રણછોડરાયજીનાં દર્શનાર્થે અમદાવાદમાંથી પણ બે લાખ કરતાં વધુ પદયાત્રાળુઓ ડાકોર પહોંચશે. શનિવારે શહેરમાંથી અનેક પદયાત્રાળુઓએ ડાકોર માટે પ્રસ્થાન કર્યું હતું. સરસપુરમાં શનિવારે ડાકોર માટેનાં પગપાળા સંઘની શોભાયાત્રા નીકળી હતી અને ધજાપૂજન થયું હતું. રવિવારે જય રણછોડરાય પદયાત્રા સંઘ ૧૫૦થી વધુ પદયાત્રાળુઓ સાથે સવારે ૪.૦૦ વાગ્યે નિશાન-ડંકા સાથે રણછોડરાયજી મંદિર, સરસપુરથી ડાકોર તરફ પ્રયાણ કરશે.

રખિયાલ પદયાત્રા સંઘનું પ્રસ્થાન શનિવારે થયું હતું. ૧૧ નાની ધજાઓ અને ૧ મહાલક્ષ્મી માતાજીની ધજા સાથે સવાસોથી વધુ પદયાત્રાળુઓ જોડાયા છે, અમે તા.૨૧મી માર્ચના રોજ ડાકોર પહોંચીશું અને ધુળેટીના દિવસે ધજા ચઢાવીશું, એમ કૌશિકભાઇ એ. પટેલે જણાવ્યું છે. ઉનાવા દ્વારકા પદયાત્રા સંઘના સભ્યો રવિવારે દ્વારકા-જગતમંદિર ખાતે બાવન ગજની ધજા ચઢાવશે, એમ નવનીતભાઇ પટેલે જણાવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો