એપશહેર

સરસપુરમાં મંદિરના ટ્રસ્ટી સામે સૂત્રોચ્ચાર

I am Gujarat 7 Jul 2016, 12:04 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat trustee opposed in saraspur
સરસપુરમાં મંદિરના ટ્રસ્ટી સામે સૂત્રોચ્ચાર


સરસપુરમાં મામેરા વખતે ભગવાન રણછોડરાયજી મંદિરના એક ટ્રસ્ટીની સામે કેટલાક સ્થાનિક યુવકોએ સૂત્રોચ્ચારો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવકોના કહેવા પ્રમાણે ટ્રસ્ટી કોઇપણ કામગીરીમાં સ્થાનિક યુવકોને સામેલ કરતાં નથી, જોહુકમી ચલાવે છે. જો કે, ટ્રસ્ટીએ મંદિરના વહીવટ સામે આક્રોશ હોવાની વાતને રદિયો આપ્યો હતો.

કોનો રથ પહેલો આવ્યો? ભગવાનનું સ્વાગત કરવા સાથે કયો રથ સરસુપરમાં પહેલો આવે છે તેની જાહેરાત લાઉડ સ્પીકર પર થઈ હતી. ભગવાન જગન્નાથજીનો રથ પહેલો પહોંચ્યો હોવા છતાં બળદેવજીનો રથ પહોંચ્યો હોવાની જાહેરાત થતાં અનેક ભક્તો વિમાસણમાં મુકાયા હતા.

પાંચ બાળકો વિખૂટા પડ્યા ભારે ભીડના કારણે સરસપુરમાં રથયાત્રાના આગમન પહેલા એક કલાકમાં પાંચ જેટલા નાના બાળકો માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા. જેના કારણે વારંવાર ખોવાયેલા બાળકો અંગે જાહેરાત કરવી પડતી હતી.

ધક્કામુકીથી ભક્તજનો પડી ગયા રથના આગમન સમયે ભારે ધક્કામુકી અને ધસારો થતાં કેટલાક ભક્તજનો પડી ગયા હતા. જો કે, સમયસૂચક્તા વાપરીને કાર્યકરો અને પોલીસે ભક્તોને ઊભાં કરી બાજુ પર બેસાડી દેતાં પરિસ્થિતિ કાબૂમાં રહી હતી.

પાકીટમારો ફાવ્યા, ઈન્ટરનેટ ઠપ સરસપુરમાં અનેક ભક્તોના પાકીટ ચોરાયા હતા. સરસપુરમાં ભગવાનના રથોના આગમનની સાથે જ મોબાઇલ નેટવર્ક સ્લો થઇ ગયા હતા અને કેટલાકના ઇન્ટરનેટ સાવ બંધ થઇ ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો