એપશહેર

લવ રાશિફળ 31 ઓગસ્ટઃ મહિનાના છેલ્લા દિવસે આ 2 રાશિની લાઈફમાં થશે પ્રેમનું આગમન

આજે મહિનાનો છેલ્લો દિવસ કઈ રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે, જાણો....

I am Gujarat 31 Aug 2020, 7:46 am
આમ તો તમે પોતાના પ્રેમ પ્રત્યે ખૂબ જવાબદાર છો. પરંતુ આજે પોતાના સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવા વિશે ચર્ચા કરશો. સાથે જ ભગવાનને સાક્ષી માનીને તમે દરેક સ્થિતિમાં એકબીજાનો સાથ નિભાવવાની કસમ ખાશો. તો જાણીએ એસ્ટ્રોલોજર ચંદ્રપ્રભા પાસેથી પ્રેમના મામલામાં આજે તમારો દિવસ કેવો રહેવાનો છે?
I am Gujarat dainik love rashifal for 31st august 2020 in gujarati
લવ રાશિફળ 31 ઓગસ્ટઃ મહિનાના છેલ્લા દિવસે આ 2 રાશિની લાઈફમાં થશે પ્રેમનું આગમન



​મેષ

આજે તમે દુવિધામાં ફસાશો અને દુવિધા પણ એવી હશે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો સમજ નહીં આવે. પ્રેમીની જિદ હશે તમને મળવાની અને ઘરના કોઈ વ્યક્તિના કારણે કદાચ મળવાનું ન થઈ શકે. આવી દુવિધાથી બચવા માટે તમે પ્રેમીને મનાવતા રહેશો.

વૃષભ

તમે વિચારી રહ્યા છો કે પ્રેમી પર રૌફ જમાવવા માટે પ્રેમની કઈ ટેકનિક અપનાવવી જેથી તે તમારી આસપાસ જ રહે. પરંતુ ધ્યાન રાખો કે ક્યાંક એવું ન થાય કે પ્લાનિંગમાં જ આખો દિવસ નીકળી જાય અને તમે વિચારતા જ રહી જાઓ.

​મિથુન

આજ જેવો દિવસ તમને દેખાશે, તેનાથી વધારે ખરાબ હોઈ શકે છે. તમારા બંને વચ્ચે વિચારો મામલે તકરાર થઈ શકે છે. તેમાં મન પરેશાન થશે. કેટલીક એવી વાતો હશે જેનો મતલબ ખોટો લેવામાં આવશે. ખોટા વિચારોના કારણે ગેરસમજ પેદા થતી જશે, થોડું સમજીને આગળ વધો.

​કર્ક

જો તમે કોઈપણ પરેશાની અથવા સમસ્યાને જાણી જોઈને નજરઅંદાજ કરી રહ્યા છો તો આ કોઈ પ્રકારનું સમાધાન નથી. તમે બંને એક સાથે બેસો. જો સાથે ન બેસી શકો તો ફોન પર વાત કરો પરંતુ સમાધાન ખાસ લાવો.

સિંહ

પ્રેમ સંબંધો માટે આજનો દિવસ મિશ્રિત કહી શકાય. ઘણીવાર પ્રેમી પર વધારે પ્રેશર આપો છો. પ્રેમ બે લોકોની વચ્ચે હોય છે. તેમાં બંનેના વિચારો સમાન રૂપથી મહત્વ રાખે છે. જો તમે આવી જ રીતે મનનું ધાર્યું ચલાવતા રહેશો તો સંબંધ વધારે સમય સુધી ટકી નહીં શકે.

​કન્યા

મન થોડું બેચેન રહી શકે છે કારણ કે તમને લાગે છે કે તમારા રિલેશનમાં હવે પહેલા જેવી મજા નથી. પ્રેમ સંબંધોમાં તાજગી બનાવી રાખવા અથવા તેમાં કંઈક નવું કરતા રહેવું જરૂરી છે. હજુ પણ મોડું નથી થયું તમે પ્રેમી સાથે વાત કરો અને રોમાન્ટિક ડેટ પર જાઓ.

​તુલા

બેગ પેક કરો અને ક્યાંક ફરવા જતા રહો. બની શકે આ ટ્રિપ તમારા પ્રેમ જીવનને નવી દિશા આપે. પરંતુ જૂની વાતોને પાછળ જ છોડતા જજો. કારણ કે તમે પહેલા જ ઘણો બધો સમય નારાજ થવા અને મનાવવામાં બરબાદ કરી ચૂક્યા છો. આથી આજનો સમય માત્ર પોતાના પ્રેમ માટે રાખો. તેમની સાથે દરેક સ્થિતિમાં રહેવાનું પ્રોમીસ કરો. દિવસ સારો જશે.

​વૃશ્ચિક

કેટલીક વાતો તમને ચાકૂની જેમ હૃદયમાં વાગી શકે છે. મનને શાંત રાખવાનો તમે ગમે તેટલો પ્રયાસ કરો પરંતુ પરેશાનીઓ ઓછી નહીં થઈ શકે. તોફાનને શાંત કરવા માટે પ્રેમીની મદદ લો અને બધુ ભૂલી જાઓ.

​ધન

પ્રેમ સંબંધોમાં એક જ ચહેરો જોઈને તમે કંટાળો અનુભવશો અને તેને દૂર કરવા માટે તમે ફ્લર્ટ કરવાનું વિચારી શકો છો. તમે મિત્રો સાથે પાર્ટીમાં ખૂબ ધમાલ કરવાનો પ્લાન બનાવશો અને ત્યાં જ અન્ય કોઈ તરફ આકર્ષિત થઈ શકો છો.

​મકર

શોપિંગ, શોપિંગ અને માત્ર શોપિંગ કરવાનો આજનો દિવસ રહેશે. દિવસભર પ્રેમી સાથે બજાર અથવા મોલમાં ફરશો અને ખરીદી કરશો. ફરતા સમયે પોતાના સામાન પર નજર રાખજો. કોઈ વસ્તુ ગુમ થવાનો યોગ બની રહ્યો છે તો સાવધાન રહો.

​કુંભ

ગિફ્ટના આદાન-પ્રદાન થવાની સંભાવના બની રહી છે. પ્રેમી તમને જે પણ ગિફ્ટ આપે તેનાથી તમે વધારે ભાવુક થઈ શકો છો. તમે પણ તેને જે પણ ગિફ્ટ આપશો તેમાં માત્ર ભાવનાઓ છુપાયેલી હશે. આથી ગિફ્ટની કિંમત વિશે ન વિચારશો.

​મીન

પોતાના મન અને મસ્તિષ્કને એકાગ્ર કરવાની જરૂર છે. આથી આજે થોડો સમય ચિંતન-મનન કરવામાં ખાસ કાઢજો અને પોતાની લવલાઈફને અનુભવો. ઈચ્છો તો સંબંધને લગ્નના બંધનમાં બદલવા વિશે પણ વાત કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે ઝઘડો નથી કરવાનો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો