એપશહેર

તારીખ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2022નું સાપ્તાહિક લવ રાશિફળ, કેવી રહેશે લવ લાઈફ?

આગામી અઠવાડિયે તમારે લવ લાઈફમાં થોડો પ્રયાસ કરવો પડશે ત્યારે સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.

I am Gujarat 25 Dec 2021, 4:20 pm
પ્રેમ અને રોમાન્સના મામલે આગામી અઠવાડિયું કેટલીક રાશિઓ માટે એકદમ ખાસ રહેશે. વર્ષના અંતિમ અઠવાડિયામાં 29 ડિસેમ્બરે બુધ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ પ્રભાવથી કેટલીક રાશિઓના જીવનમાં રોમાન્સ પ્રસરી શકે છે. તો ચાલો જાણીએ શું કહે છે એસ્ટ્રોલોજર નંદિતા પાંડે...
I am Gujarat weekly love horoscope 27 december to 2 january 2022 in gujarati
તારીખ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2022નું સાપ્તાહિક લવ રાશિફળ, કેવી રહેશે લવ લાઈફ?



મેષ

આ અઠવાડિયે તમારે લવ લાઈફમાં થોડો પ્રયાસ કરવો પડશે ત્યારે સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. અઠવાડિયાના અંતે લવ લાઈફમાં રોમાંસ પ્રાપ્ત કરવા માટે તમને ઘણી તકો મળી શકે છે.

વૃષભ

પ્રેમ સંબંધમાં સુખ અને શાંતિ અનુભવાશે. તેમજ જીવનસાથી જોડે સુખી સમય પસાર કરશો. આ અઠવાડિયે તમે પાર્ટનર સાથે શોપિંગ કરવા માટે પણ જઈ શકો છો. અઠવાડિયાના અંતમાં કોઈ મહિલાના આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ લાવી શકે છે.

મિથુન

આ અઠવાડિયે તમારી લવલાઈફમાં ખાટા-મીઠા અનુભવ થઈ શકે છે. અચાનક તમારા પ્રેમને વધારે મજબૂત બનાવાનો પણ સંયોગ રચાઈ રહ્યો છે. અઠવાડિયાના અંતમાં કોઈ મહત્વનો નિર્ણય ટાળવો જોઈએ.

કર્ક

એવું બની શકે કે જીવનસાથી દ્વારા તમને અપાયેલા વચન સમયસર પૂરા પણ ના થાય. આ માટે તમારે પ્રયાસ પણ કરવા પડી શકે છે. ત્યારે તે પૂરા થઈ શકશે. અઠવાડિયાના અંતમાં સુખ-સમૃદ્વિના શુભ સંયોગ રચાઈ રહ્યા છે. તમારી લવ લાઈફ પણ રોમેન્ટિક રહેશે.

સિંહ

આ અઠવાડિયે પ્રેમ સંબંધમાં સુખ શાંતિના સુંદર સંયોગ રચાઈ રહ્યા છે. મન પ્રસન્ન રહેશે. જીવનસાથી જોડે સારો સમય પસાર કરશો. પરસ્પરનો પ્રેમ વધશે અને લવ લાઈફમાં સામાન્ય સ્થિતિ રહેશે.

કન્યા

આ અઠવાડિયે લવ લાઈફમાં શરૂઆતમાં થોડા ઉદાસ રહેશો. એવું બની શકે છે કે કોઈ સમાચાર સાંભળીને તમારું મન દુ:ખી થઈ જાય. અઠવાડિયાના અંતમાં ચિંતા વધશે અને લવ લાઈફ બાબતે તણાવમાં રહેશો.

તુલા

મન પ્રસન્ન રહેશે, લવ લાઈફમાં કોઈ પિતાતુલ્ય વ્યક્તિના આશીર્વાદથી સ્થિતિ સારી રહેશે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. ખુશી મળશે પણ અપેક્ષિત નહીં મળે.

વૃશ્ચિક

લવ લાઈફમાં સમય રોમેન્ટિક રહેશે અને તેમાં આનંદ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ સારા સમાચાર મળી શકશે. જ્યારે અઠવાડિયાના અંતમાં પરસ્પર સંબંધ મજબૂત થશે અને સુખ-સમૃદ્ધિના સંયોગ રચાશે.

ધન

અઠવાડિયાની શરૂઆતમાં તમારી લવ લાઈફમાં થોડી વાતચીતથી મુદ્દા ઉકેલાશે અને પ્રયાસ કરતા રહો. અઠવાડિયાના અંતમાં ધીરે-ધીરે રોમાંસ જીવનમાં પરત ફરશે.

મકર

આજે લવ લાઈફમાં અપાયેલા વચન પૂરા કરવા જરૂરી છે. તે માટે પૂરા પ્રયાસ કરતા રહેવા જોઈએ. આ અઠવાડિયે પ્રેમ સંબંધમાં તણાવ વધી શકે છે. મન ઉદાસ રહેશે.

કુંભ

લવ લાઈફ માટે આ અઠવાડિયું સુંદર છે અને જીવનમાં આનંદ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ વધશે અને સંતાન સંબંધિત ખુશીઓ જોવા મળશે. અઠવાડિયાના અંતે કોઈ બાબતે મન ચિંતાઓથી ભરાયેલુ રહેશે. વ્યાકુળતા વધશે.

મીન

લવ લાઈફમાં સ્થિતિઓ સામાન્ય રહેશે. જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં લવ લાઈફ બાબતે ચિંતા રહેશે. અપેક્ષિત રોમેન્ટિક લાઈફ ના રહે તેવું પણ બની શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો