એપશહેર

સાપ્તાહિક લવ રાશિફળ (1થી 7 માર્ચ): માર્ચના પહેલા સપ્તાહમાં આ 5 રાશિઓ માટે પ્રેમનો યોગ

માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં ગ્રહો અને નક્ષત્રોની બદલાવા જઈ રહેલી સ્થિતિની અસર તમારી લવ લાઈફ પર કેવી થશે.

I am Gujarat 28 Feb 2021, 11:44 am
માર્ચના પહેલા સપ્તાહમાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોના કારણે ઘણી રાશિઓને લવ લાઈફમાં સરપ્રાઈઝ ગિફ્ટ મળશે તો કેટલીક રાશિઓ વચ્ચે નારાજ થવું અને મનાવવાનું ચાલું રહેશે. કુંડળીમાં જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે તમારો પ્રેમ પણ મજબૂત થાય છે અને ખુશીઓ વધે છે અને જ્યારે તેની અસર ખરાબ હોય ત્યારે કોઈને કોઈ સમસ્યા આવતી રહે છે. આ સ્થિતિઓમાં તમારી લવ લાઈફ કેવી રહેશે જાણો એસ્ટ્રોલોજર નંદિતા પાંડે પાસેથી...
I am Gujarat love rashi


મેષ
આ અઠવાડિયે તમે પોતાની લવ લાઈફમાં ખુશ રહેશો અને મન મુજબ ફેરફાર જોવા મળશે. સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સંબંધ તમારી અપેક્ષાઓ મુજબ ન હોય પરંતુ જેમ જેમ સપ્તાહ આગળ વધશે, તેમ પ્રેમ પણ મજબૂત થતો જશે અને મન પ્રશન્ન રહેશે. અઠવાડિયાના અંતમાં કોઈ માતાતુલ્ય મહિલાની મદદથી લવ લાઈફમાં રોનક રહેશે.

વૃષભ
આ સપ્તાહ તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા માટે સારું છે. એકબીજા પ્રત્યે પ્રેમ વધશે અને અઠવાડિયાની શરૂઆતમાં લવ લાઈફમાં ફેરફારને લઈને મન થોડું પરેશાન રહી શકે છે, આગળ વધીને તે વાત પર અમલ કરશો તો ખુશીઓ પ્રાપ્ત થશે. અઠવાડિયાના અંતમાં તમે પોતાના પાર્ટનર સાથે સુંદર ભવિષ્ય માટે નિર્ણય લઈ શકો છો.

મિથુન
અઠવાડિયાની શરૂઆત તમારી લવ લાઈફમાં ખુશીઓ સાથે થશે અને મન પ્રસન્ન રહેશે. આ સ્થિતિ સમગ્ર સપ્તાહ રહેશે અને સપ્તાહના અંતમાં પ્રેમ સંબંધમાં પોતાના મનનું કરશો તો સુખી રહેશો. પાર્ટનર સાથે કોઈ ધાર્મિક કાર્ટક્રમમાં ભાગ લઈ શકો છો.

કર્ક
પ્રેમ સંબંધમાં આ અઠવાડિયાની શરૂઆતમાં કોઈ પ્રકારનો મેસેજ મોકલતા પહેલા તેને વાંચી લો, નહીંતર કારણ વિના ગેરસમજ થઈ શકે. અઠવાડિયાના અંતિમ ચરણમાં પ્રેમ સંબંધ મજબૂત થશે અને સમય રોમાન્ટિક રહેશે. એક નવો વિચાર અથવા અઠવાડિયાની નવી શરૂઆત અંતમાં ખુશીઓ લઈને આવશે.

સિંહ
આ અઠવાડિયે તમે પોતાના પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને નિર્ણય લેશો જ્યારે જ ખુશ રહેશો. કોઈ નિર્ણયને લઈને અસમંજસમાં રહેશે પરંતુ હિંમત કરીને આગળ વધશો તો સ્થિતિઓ તમારા અનુકૂળ થતી જશે. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓ તમારા અનુકૂળ થતી જશે અને એક નવી શરૂઆત તમારા જીવનમાં પ્રેમ મજબૂત થશે.

કન્યા
અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવ લાઈફને લઈને થોડી ચિંતાઓમાં ઘેરાયેલા રહેશો, જે કારણે ઊંઘ સરખી નહીં આવે, પરંતુ ચિંતા ન કરશો, આ તમારા મનનો વહેમ પણ હોઈ શકે છે. અઠવાડિયાના અંતમાં સકારાત્મક સમાચાર પ્રાપ્ત કરીને મન આનંદિત રહેશે.

તુલા
આ અઠવાડિયું તમારા પ્રેમ સંબંધોમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાના પાર્ટનર અને પરિવાર સાથે ખુશ રહેશો અને સુખ-સમૃદ્ધિ પ્રા્ત થશે. અઠવાડિયાના અંતમાં આવા જ સંયોગ બની રહ્યા છે. જેનાથી સમય રોમાન્ટિક પસાર થશે.

વૃશ્ચિક
આ અઠવાડિયું તમારી લવ લાઈફમાં ઘણા ફેરફાર લઈને આવી રહ્યું છે, પ્રેમ સંબંધમાં રોમાન્સ પણ ધીમે ધીમે આવશે. અઠવાડિયાના અંતમાં તમે પોતાના પાર્ટનરને લઈને પઝેસિવ રહેશ. પાર્ટનરને પણ પોતાના વિચાર સામે રાખવા દેશો તો સારા પરિણામ મળશે.

ધન
અઠવાડિયાની શરૂઆતમાં તમે પોતાની લવ લાઈફને લઈને ખુશ રહેશો. આ સંબંધમાં કોઈ વૃદ્ધના આશીર્વાદ પ્રાપ્ત થશે. લવ લાઈફમાં કરેલા વાયદા તમારા તરફથી પૂરા કરવાનું ચાલું રાખજો. અઠવાડિયાના અંતમાં પોતાની લવ લાઈફને લઈને અસુરક્ષાની ભાવના વધારે રહેશે.

મકર
આ અઠવાડિયું તમે પોતાના પ્રેમ સંબંધમાં સમજદારી સાથે આગળ વધશો. ભાવનાત્મક રીતે પરેશાની વધશે અને એક બેચેની મનમાં રહેશે. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓ સુધરશે અને સમય રોમાન્ટિક પસાર થશે.

કુંભ
આ અઠવાડિયાની શરૂઆતમાં તમારી લવ લાઈફમાં રાહત અનુભવશો પરંતુ તમારી અપેક્ષાઓથી થોડી ઓછી. પાર્ટનર દ્વારા કોઈ સરપ્રાઈઝ ગિફ્ટની પ્રાપ્તિ થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં સમય રોમાન્ટિક સપાર થશે અને મન આનંદિત રહેશે.

મીન
પ્રેમ સંબંધમાં સુખ મળશે અને મન આનંદિત રહેશે. તમે પોતાના પાર્ટનર સાથે ભવિષ્યના પ્લાનિંગના મૂડમાં રહેશો અને કોઈ નિર્ણય લઈ શકો છો. અઠવાડિયાના અંતમાં ખૂબ વ્યસ્ત દેખાઈ રહ્યા છો અને લવ લાઈફમાં પ્રેમને મજબૂત કરવા માટે તમારે પોતાના તરફથી પ્રયાસ ચાલુ રાખવા પડશે.

Read Next Story