એપશહેર

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો કેવો રહેશે આ મહિનો, જાણો અંક મુજબ ભવિષ્યફળ

આ મહિને બજેટ રજૂ થયુ છે અને પ્રેમીઓનો દિવસ વેલેન્ટાઇન ડે પણ આવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ગ્રહોની બદલાઈ રહેલી સ્થિતિ ઘણુ બધુ બદલી શકે છે

I am Gujarat 1 Feb 2022, 6:44 pm
જ્યોતિષની દ્રષ્ટ્રિએ ફેબ્રુઆરી મહિનાનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેની પાછળનું કારણ એ છે કે આ મહિનામાં એક સાથે અનેક ગ્રહોનું સ્થિતિ ભ્રમણ થાય છે. ગ્રહોમાં ફેરફાર સાથે અંકના સંયોગનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે. આ મહિને બજેટ પણ રજૂ થયુ અને વેલેન્ટાઈન ડે પણ આવી રહ્યો છે, એવામાં આ મહિનો આપના માટે કેવો રહેશે એ વિશે જાણો અંક જ્યોતિષની મદદથી.
I am Gujarat february month numerology prediction
ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો કેવો રહેશે આ મહિનો, જાણો અંક મુજબ ભવિષ્યફળ


અંક 1નું ભવિષ્યફળઃ

લાંબા સમયથી અધૂરા રહેલા કામ આ મહિનામાં પૂરા થઈ શકે છે. વેપારીઓ માટે આ મહિનો લાભકારી રહેશે. માનસિક શાંતિ જાળવી રાખવી. નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહેલા લોકો માટે શુભ સમાચાર આવી શકે છે, થોડી વધુ મહેનત કરવી પડશે. જે વેપારી કોલસા અને માઈન્સ બિઝનેસ સાથે જોડાયેલા છે એમના માટે મહિનો ફળદાયિ છે. પ્રેમ સંબંધમાં પરસ્પર મતભેદોથી બચીને રહેજો. આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવાની જરુર છે. આ માટે દરેક શનિવાર અને મંગળવારે દેવી સૂત્કનો પાઠ કરી લેવો.

અંક 2નું ભવિષ્યફળઃ

આ મહિને તમારા વાણી અને બુદ્ધિનો અદભૂત સમન્વય થશે. સંયોગ છે કે આ ક્ષમતાનો લીધે તમને આર્થિક લાભની સાથે કારકિર્દીમાં પણ લાભ મળે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. પતિ-પત્ની વચ્ચે મતભેદો પેદા ના થાય એની ખાસ કાળજી રાખવી પડશે. દક્ષિણ દિશા તરફ તમારો પ્રવાસ કે એ દિશમાંથી આવેલી વ્યક્તિ તમને આર્થિક લાભ કરાવી શકે છે. આરોગ્ય બાબતે કાળજી રાખજો, વાયરલ ઇન્ફેક્શન થવાની સંભાવના છે.

અંક 3નું ભવિષ્યફળઃ

આત્મસન્માન સાથે આગળ વધશો અને પ્રગતિ કરશો. નોકરીના સ્થળે ઉપરી અધિકારીઓનું વર્તન કામ પર અસર કરી શકે છે, પરંતુ તમે આ પરિસ્થિતિને સંભાળી લેવામાં સક્ષમ રહેશો. સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન સાથે બદલીના સંયોગ બની રહ્યા છે. દૂર રહેતા સંબંધીઓ કે મિત્રો સાથે સ્નેહભર્યા સંબંધો સ્થપાશે. નોકરી શોધી રહેલા યુવાનો માટે મહિનાના અંતમાં સારા સમાચાર આવી શકે છે. આરોગ્ય પર ખરાબ અસર ના પડે એની કાળજી લેવી.

અંક 4નું ભવિષ્યફળઃ

આ મહિને વાણી અને ગુસ્સા પર અંકુશ જાળવી રાખજો, નહીં તો વર્ષો જૂના મિત્રો સાથે મતભેદો પેદા થઇ શકે છે. મહિના દરમિયાન વેપારન લગતાં નિર્ણયોને સમજી વિચારીને લેવાની સલાહ છે. દાંપત્યજીવનમાં નાના-નાના કકળાટ માનસિક તણાવ પેદા કરી શકે છે. હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીશ સાથે જોડાયેલા પડકારો વધી શકે છે. ધ્યાન અને પ્રાણાયામ જેવા યોગ ઉપયાર દ્વારા આરોગ્ય અને માનસિક શાંતિ રાખવાના પ્રયત્ન જરુરી છે.

અંક 5નું ભવિષ્યફળઃ

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સુધારો આવશે. નવા લોકોનો સંપર્ક આપને આર્થિક લાભ આપી શકે છે. 7થી 19 તારીખનો સમય આપના માટે અનુકૂળ સાબિત થશે, આ સમયનો લાભ ઉઠાવો અને વધુ મહેનત કરો. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો અનુકૂળ રહેશે. જૂની બિમારીઓતી રાહત મળી શકે છે. આ મહિનાની પૂનમે સત્યનારાયણ કથા તમને વિશેષ લાભ આપશે.

અંક 6નું ભવિષ્યફળઃ

આ મહિના દરમિયાન તમારામા સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકશો. જેના સકારાત્મક પરિણામ મહિના દરમિયાન મળશે. દાંપત્ય જીવનમાં ઉભા થયેલા પ્રશ્નોનો ઉકેલ આવશે. માઈનિંગ, ટ્રાન્સપોર્ટ અને રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો સારા સમાચાર લાવી શકે છે. મહિના દરમિયાન શેર અને સટ્ટાથી દૂર રહેવામાં ભલાઈ છે, નહીં તો મોટુ નુકસાન થવાની સંભાવના છે. આરોગ્યને મુદ્દે સંભાળ રાખવી હિતાવહ રહેશે.

અંક 7નું ભવિષ્યફળઃ

પડકારોથી રાહત મળશે. નવા લોકોનો સંપર્ક નવી તકો ઉભી કરી શકે છે. 12થી 22 તારીખ સુધીનો સમય તમારા માટે સકારાત્મક પરિણામ લાવી શકે છે. આ સમયનો સદઉપયોગ કરી સારા પરિણામો મેળવી શકો છો. આર્થિક રીતે પણ આ મહિનો અનુકૂળ રહેશે. લાંબા સમયના દેવામાંથી છૂટકારો મળી શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓમાં તમારા માટે અસંતોષ પ્રગટ ના થાય એની કાળજી લેવી. પ્રેમ સંબંધ કે દાંપત્ય જીવનમાં ચાલી રહેલી ખટપટ આ મહિને હટી જશે. આરોગ્ય મુદ્દે આ મહિનો આપના માટે યોગ્ય રહેશે, જૂની બિમારીઓમાં રાહત મળી શકે છે.

અંક 8નું ભવિષ્યફળઃ

આસપાસના લોકોને લીધે માનસિક તણાવ વધી શકે છે. આ મહિને સંબંધોને સાચવવામાં તમારી સમજશક્તિ મહત્વનો ભાગ ભજવશે. નોકરીના સ્થળે ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવાથી કામમાં મન પરોવાશે. મહિનાની વચ્ચે સંતાન તરફથી પડકારો પેદા થઇ શકે છે. દાંપત્ય જીવનની સમસ્યાઓ કામ પર ખોટી અસર કરી શકે છે. સરકારી પરીક્ષાઓના ઉમેદવારો માટે આ મહિનો સુયોગ્ય છે. મહિનાના અંતમાં આરોગ્યને લીધે પેદા થયેલા પડકારો તમારો તણાવ વધારી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો સારા પરિણામ લાવશે.

અંક 9નું ભવિષ્યફળઃ

મહિના દરમિયાન ધાર્મિક રુચિ વધી શકે છે, આ કારણે આખો મહિનો મન શાંત રહેશે. વેપાર-ધંધે પ્રગતિના સંયોગ બની રહ્યા છે. માતા પક્ષે પ્રેમ વધશે પરંતુ પિતૃ પક્ષે મતભેદો પેદા થઇ શકે છે. જૂના મિત્રો દ્વારા થયેલા આર્થિક લાભથી અટવાયેલા કામ પૂરા થઇ શકે છે. વેપારી અને નોકરીયાત વર્ગ માટે આ મહિનો ખાસ છે. શેરસટ્ટાથી બચીને રહેજો, આ કારણે મોટા નુકસાનમાં પડી શકો છો. વાયુજન્ય બિમારીઓ મહિના દરમિયાન હેરાન કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો