એપશહેર

Mars Retrograde in Gemini: મિથુનમાં વક્રી ચાલથી ચાલશે મંગળ, 5 રાશિઓના જીવનમાં આવશે મુશ્કેલીઓ

Mangal Vakri in Mithun: મંગળ બુધની રાશિ મિથુનમાં વક્રી થવા જઈ રહ્યા છે. 30 ઓક્ટોબરથી મંગળ મિથુન રાશિમાં વક્રી ચાલથી ચાલવાનું શરૂ કરશે. જોકે, મંગળની ઊલટી ચાલ થોડા સમય માટે જ રહેશે. મંગળ 13 નવેમ્બર સુધી જ વક્રી રહેશે અને જે બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં એવું માનવમાં આવે છે કે મંગળ વક્રી થતાં કેટલીક રાશિઓ પર અમંગળ પ્રભાવ પડી શકે છે.

Edited byશિવાની જોષી | I am Gujarat 27 Oct 2022, 11:21 am
Mars Retrograde in Gemini: મંગળ વક્રી થતાં કેટલીક રાશિઓના જાતકોના સ્વભાવમાં ચીડિયાપણું, ક્રોધ અને આક્રમકતા વધી શકે છે. આ બધા જ કારણોસર કરિયર અને અંગત જીવન પર અસર પડી શકે છે. અહીં જણાવીશું એ રાશિઓ વિશે જેને મંગળના પ્રભાવથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
I am Gujarat mars retrograde in gemini from 30th october these five zodiacs needs to be careful
Mars Retrograde in Gemini: મિથુનમાં વક્રી ચાલથી ચાલશે મંગળ, 5 રાશિઓના જીવનમાં આવશે મુશ્કેલીઓ


મેષ

મેષ રાશિના જાતકો પર મંગળ વક્રી થતાં અશુભ પ્રભાવ પડી શકે છે. તમારા સ્વભાવમાં ઉગ્રતા વધી શકે છે અને આ કારણે કોઈકની સાથે ઝઘડો થઈ શકે છે. આ દરમિયાન વેપારમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારી ઉપર માનસિક દબાણ વધારે રહેશે. ધન લાભના પ્રયાસ નિષ્ફળ રહેશે.

વૃષભ

વૃષભ રાશિના લોકોના સ્વભાવમાં મંગળના અશુભ પ્રભાવના કારણે ઉગ્રતા વધી શકે છે. તમારા આખાબોલા સ્વભાવને કારણે લોકો તમને અસભ્ય માની શકે છે. પરિવારના લોકો સાથે વિવાદ વધી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને ભાઈઓ સાથે બોલાચાલી થઈ શકે છે. લવ લાઈફ માટે સમય અનુકૂળ નથી. ખર્ચ પણ વધી શકે છે.

મિથુન

મંગળ વક્રી થતાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. તમારે સાવધાનીથી વાહન ચલાવવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ નાની ભૂલ પરેશાનીમાં નાખી શકે છે. ક્રોધ અને અહંકાર પર કાબૂ રાખવો. પરણેલા લોકોના જીવનમાં સમસ્યા આવી શકે છે. આર્થિક મામલે કોઈ પણ રિસ્ક લેવાથી બચવું.

તુલા

મંગળના અશુભ પ્રભાવના લીધે પિતા સાથેના સંબંધો પ્રભાવિત થઈ શકે છે. કોઈ વાતે પ્રતિક્રિયા આપતા પહેલા વિચારી લેવું. કરિયર મામલે ક્રોધનો સામનો કરવો પડી શકે છે. મંગળનો અશુભ પ્રભાવ તમારા કાર્યોમાં અડચણ પેદા કરી શકે છે. એટલે જ સાહસ સાથે પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર છે.

મીન

મીન રાશિના જાતકો માટે મંગળ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. આ દરમિયાન કોઈ દુર્ઘટનાથી પ્રભાવિત થઈ શકો છો એટલે દ્વિચક્રી વાહન ધીમે હાંકવું. મંગળના અશુભ પ્રભાવના કારણે પરિવારમાં મતભેદ થતાં દેખાઈ રહ્યા છે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનો વિચાર હોય તો રિસ્ક ના લેવું. તમારું નુકસાન થઈ શકે છે. આ સમય તમારા માટે પ્રતિકૂળ રહેશે. સુખ-સુવિધામાં કમી આવી શકે છે.

લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story