એપશહેર

Mercury Transit in Virgo: બુધનું કન્યા રાશિમાં ગોચર, આગામી બે મહિના પાંચ રાશિના લોકોને ભોગવવી પડશે મુશ્કેલી

Mercury Transit in Virgo 2022: બુધ ગ્રહ પોતાની રાશિ કન્યામાં ગોચર કરવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ 25 ઓક્ટોબર સુધી રહેશે. બુધનું ગોચર પાંચ રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લઈને આવશે. આ સમયે આ રાશિના લોકોએ ખાસ કરીને બોલવામાં ધ્યાન રાખવું પડશે અને ખર્ચ કરવા બાબતે પણ સતર્કતા દાખવવાની જરૂર રહેશે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 19 Aug 2022, 2:06 pm
બુધ ગ્રહ ખૂબ જલ્દી પોતાની રાશિ કન્યામાં ગોચર કરવા જઈ રહ્યા છે. 21 ઓગસ્ટે બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને આગામી 66 દિવસ સુધી એટલે કે 25 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે. બુધનું આ ગોચર કેટલીક રાશિઓના જીવનમાં પરેશાનીઓ લઈને આવવાનું છે. બુધના ગોચર દરમિયાન કેટલાક લોકોએ પોતાની ભાષા પર મર્યાદા રાખવાની જરૂર પડશે. સાથે જ આર્થિક સ્થિતિ પર પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે. કઈ રાશિ માટે મુશ્કેલીભર્યો સમય રહેશે તે જાણો
I am Gujarat mercury transit in virgo five zodiac sign will face problems
Mercury Transit in Virgo: બુધનું કન્યા રાશિમાં ગોચર, આગામી બે મહિના પાંચ રાશિના લોકોને ભોગવવી પડશે મુશ્કેલી


મેષ

બુધનું ગોચર તમને કારણ વગર ચિંતાના નાખી શકે છે. કામ કરતાં વધારે તમે વિચારમાં વધારે સમય વેડફી શકો છો. જેમના લગ્ન થઈ ગયા છે તેમણે સાસરિયાં સાથે સમજીવિચારીને વાત કરવી જોઈએ નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે થે, જેના કારણે જીવનસાથી સાથે પણ અણબનાવ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં થતી રાજનીતિથી તમારે બચીને રહેવાની જરૂર છે, નહીં તો લોકોની નજરમાં તમારી ખરાબ છાપ પડશે. જે જાતકોની ઉંમર 50 ઉપર છે અને કોઈ બીમારીથી પરેશાન છે તેમણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઉપાય તરીકે ગણેશજીની પૂજા કરવી જોઈએ.

કર્ક

બુધના આ ગોચર દરમિયાન તમારી તાર્કિક ક્ષમતાઓમાં વૃદ્ધિ જોવા મળી શકે છે પરંતુ જરૂરિયાત કરતાં વધારે વાતચીત કરવી સમાજિક સ્તર પર માન-સન્માનમાં કમી લાવી શકે છે. તેથી, જરૂરી હોય એટલું જ બોલો. ઉતાવળમાં આવીને આ સમયે કર્ક રાશિના લોકોએ કોઈ નિર્ણય ન કરવો જોઈએ. જો કે, આ રાશિના વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે ગોચર શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો.

તુલા

આ ગોચર તમારા આર્થિક પક્ષને થોડું નબળું બનાવી શકે છે. બુધના બારમાં ભાવમાં ગોચર દરમિયાન તમારે લેવડ-દેવડના મામલે જરૂર કરતાં વધારે સાવચેત રહેવું પડશે, તેથી કોઈ પણ પ્રકારની લેણ-દેણ કરતાં પહેલા વિશ્વાસપાત્ર લોકોને તમારી પાસે રાખો. ઉતાવળમાં કરેલા નુકસાન પહોંચાડી શકે છે. વિદેશી કંપનીઓમાં કામ કરનારા લોકોને આ દરમિયાન પોતાના વિરોધીઓથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારા સહસ્યો તમારા પૂરતા જ સીમિત રાખો. જે લોકોને એલર્જીની સમસ્યા છે તેમણે ધૂળવાળી જગ્યા પર જતાં બચવું જોઈએ. ઉપાય તરીકે બુધવારના દિવસે મગની દાળનું દાન કરવું.

કુંભ

કુંભ રાશિના લોકોને બુધનું ગોચર માનસિક રીતે કમજોર બનાવી શકે છે. આટલું જ નહીં સ્કિન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. આર્થિક પક્ષ પણ વધારે સારો નહીં રહે. આ દરમિયાન એકઠું કરેલું ધન વેડફશો નહીં. આ રાશિના જાતકોના જીવનમાં સંતુલનની કમી કોઈ પણ સમયે જોવા મળી શકે છે. જે લોકો રોજગારની શોધમાં છે, તેમણે બમણી મહેનત કરવી પડી શકે છે. ઉપાય તરીકે બુઝ ગ્રહનું બીજ મંત્ર 'ઓમ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ'નો જાપ કરવો જોઈએ.

મીન

બુધના ગોચરના કારણે મીન રાશિના લોકોને વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે આ દરમિયાન તર્ક-વિતર્ક થઈ શકે છે. તમારામાં રોમાન્સની ઉણપ જોવા મળી શકે છે અને આ કારણથી વૈવાહિક જીવનમાં અડચણ આવી શકે છે. આ સમે તમારા મનમાં ઘરના લોકો પ્રત્યે ખોટી ભાવના જન્મી શકે છે. ઉપાય તરીકે 'ઓમ બુધાય નમઃ' મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા 11 વખત કરવો.

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story