એપશહેર

Planetary Changes in February 2023: ફેબ્રુઆરીમાં રાશિ બદલશે ચાર ગ્રહો, 5 રાશિઓના જાતકોને ચોમેરથી લાભ થશે

Grah Gochar February 2023: ફેબ્રુઆરી મહિનામાં કેટલાક મહત્વના ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ મહિને સૂર્ય, બુધ, શુક્ર અને નેપ્ચ્યૂન રાશિ પરિવર્તન કરવાના છે. જેનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડશે. ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન આ પાંચ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે. જાણી લો કે, ગ્રહોના રાશિ પરિવર્તનની કઈ-કઈ રાશિઓ પર શુભ અસર રહેશે?

Edited byશિવાની જોષી | I am Gujarat 27 Jan 2023, 2:59 pm
ફેબ્રુઆરી મહિનામાં કેટલાય મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ મહિને સૌથી પહેલા સૂર્ય પછી બુધ, શુક્ર અને અંતે નેપ્ચ્યૂન ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ ચારેય ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ દેશ-દુનિયા, અર્થવ્યવસ્થા સહિત બારેય રાશિઓના જીવન પર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગ્રહોના રાજકુમાર બુધ રાશિ બદલશે. 7 ફેબ્રુઆરીએ મકર રાશિમાં બુધનો પ્રવેશ થશે. અહીં સૂર્ય પહેલાથી હાજર હોવાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. જે બાદ 27 ફેબ્રુઆરીએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં શનિ અને સૂર્ય સાથે બુધનો ત્રિગ્રહી યોગ બનશે તેમજ ફરીથી બુધાદિત્ય યોગ રચાશે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય શનિદેવની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. 15 ફેબ્રુઆરીએ સૂર્ય શનિદેવની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. 15 ફેબ્રુઆરીએ શુક્ર કુંભ રાશિમાં નીકળીને પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. 18 ફેબ્રુઆરીએ નેપ્ચ્યૂન મીનમાં પ્રવેશ કરશે. જ્યાં તેની મુલાકાત શુક્ર અને ગુરુ સાથે થશે. ગ્રહોના આ રાશિ પરિવર્તનથી ફેબ્રુઆરી મહિનો કેટલીય રાશિઓ માટે રોમેન્ટિક અને લાભપ્રદ રહેશે. જાણી લો કે, ફેબ્રુઆરી મહિનામાં કઈ-કઈ રાશિઓને ખૂબ જ લાભ થવાનો છે.
I am Gujarat planetary changes in february four planets will change position five zodiacs to get benefits
Planetary Changes in February 2023: ફેબ્રુઆરીમાં રાશિ બદલશે ચાર ગ્રહો, 5 રાશિઓના જાતકોને ચોમેરથી લાભ થશે


લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો