એપશહેર

મકરમાં થઈ રહ્યો છે શનિ અને સૂર્યનો સંયોગ, વિરોધી ગ્રહનો ચાર રાશિઓ પર પડશે અશુભ પ્રભાવ

14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યના મકર રાશિમાં આવવાથી સૂર્ય અને શનિનો સંયોગ બનશે. સાથે જ શુક્રના પણ મકર રાશિમા હોવાથી ત્રિગ્રહી યોગ પણ બનશે, જે એક દુર્લભ યોગ છે. તેવામાં તેની અસર અર્થવ્યવસ્થા અને રાજકારણની સાથે-સાથે રાશિઓ પર પણ દેખાશે. જ્યોતિષીય ગણના અનુસાર, સૂર્યનો મકર રાશિમાં સંચાર સિંહ અને તુલા સહિત ચાર રાશિઓ માટે પ્રતિકૂળ રહેશે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 6 Jan 2023, 12:46 pm
સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરીથી પ્રવેશ કરવાના છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશની સાથે શનિ અને શુક્રનો તેમની સાથે સંયોગ બનશે, જે દુર્લભ છે. તેવામાં આ વખતની મકર સંક્રાંતિ પર બનનારો સૂર્ય શનિનો આ સંયોગ ખાસ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષીય ગણના અનુસાર સૂર્ય શનિનું મકર રાશિમાં આવવું ચાર રાશિઓ માટે અનુકૂળ નથી. તેમને જીવનની કેટલીક પરેશાનીઓમાંથી પસાર થવું પડી શકે છે.
I am Gujarat sun and saturn in capricorn bad effects on four zodiac sign life
મકરમાં થઈ રહ્યો છે શનિ અને સૂર્યનો સંયોગ, વિરોધી ગ્રહનો ચાર રાશિઓ પર પડશે અશુભ પ્રભાવ


સિંહ

સિંહ રાશિના લોકો માટે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન પોતાની આર્થિક સ્થિતિને લઈને વધારે સતર્ક રહેવાની જરૂર છે. આ સમયે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં. આમ કરવાથી તમને આર્થિક નુકસાનની શક્યતા છે. બજેટને ધ્યાનમાં રાખીને જ બધા કામ કરવા. આ દરમિયાન મોસાળ પક્ષથી કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. જેનાથી તમારું મન દુઃખી રહેશે. પારિવારિકી જીવનમાં પિતા અને તેમના સમાન વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા

મકર રાશિમાં સૂર્ય ગોચરના પ્રભાવથી તુલા રાશિના જાતકોએ પારિવારિક જીવનમાં મૂંઝવણનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન પરિવારમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે તમે માનસિક રીતે અશાંતિનો અનુભવ કરશો. આ સમયમાં તમને મિત્ર અથવા સંબંધી તરફથી અપ્રિય સમાચાર મળી શકે છે. જો યાત્રા પર જઈ રહ્યા છો તો થોડી સાવચેતી રાખવી નહીં તો તમારો સામાન ચોરી થવાની શક્યતા છે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન સરકારી કામમાં વિલંબ થઈ શકે છે. બની શકે તો ધીરજ રાખવી

ધન

સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન ધન રાશિના લોકોએ અનઅપેક્ષિત પરિણામનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારી વાણી પર કાબૂ રાખવાનો પ્રયાસ કરવાની જરૂર છે. કોઈ સાથે પણ વાતચીત દરમિયાન કઠોર શબ્દન ઉપયોગ ન કરવો. આ સમયે તમે જે રણનીતિ બનાવો તેને ખાનગી રાખો. કોઈની સાથે પણ શેર ન કરવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમને આ સમયે આંખ સાથે જોડાયેલી કોઈ સમસ્યા થઈ શકે છે. પરિવાર પર ધ્યાન આપો અને સંબંધીઓે દૂરી ન આવવા દેવી.

કુંભ

કુંભ રાશિના જાતકો માટે સૂર્યના મકર રાશિમાં ગોચરથી ઉથલપાથલની સ્થિતિ રહેશે. તમારા પર કામનું દબાણ રહેશે. માનસિક તણાવ પણ અનુભવશો. આટલું જ નહીં આ દરમિયાન તમારો ખર્ચ પણ વધારે રહેશે.જે લોકો તમે નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ ક્યાંકને ક્યાંક સફળ થતાં દેખાશે. કોઈને ઉધાર પૈસા ન આપવા. નહીં તો આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story