એપશહેર

દિવાળી સુધી તુલામાં સૂર્ય, વૃષભ સિંહ અને મકર રાશિના જાતકોને ફાયદો

સૂર્યનું પોતાની નીચ રાશિમાં ભ્રમણ ત્રણ રાશિ સિવાય અન્ય જાતકો માટે જરા પણ શુભ નથી.

I am Gujarat 21 Oct 2020, 8:12 am
16 નવેમ્બર સુધી સૂર્ય પોતાની નીચ રાશિ એટલે તુલામાં રહેશે. જે પ્રમાણે દિવાળી સુધી શુક્રની રાશિમાં સૂર્યના રહેવાથી દેશની અર્થવ્યવસ્થા અને પ્રશાસનમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. સાથે જ, વૃષભ, સિંહ અને મકર રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. ત્યાં જ, મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે જોબ અને બિઝનેસમાં મુશ્કેલ સમય સાબિત થઇ શકે છે. આ સિવાય મિથુન, કન્યા, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.
I am Gujarat sun transition in libra till diwali is good for taurus leo and capricorn can benefit financially
દિવાળી સુધી તુલામાં સૂર્ય, વૃષભ સિંહ અને મકર રાશિના જાતકોને ફાયદો


ભારતીય જ્યોતિષ વિજ્ઞાનમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામ પૂર્ણ થઇ જાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. વડીલો અને અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે અને સન્માન પણ વધે છે. ત્યાં જ સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવે છે. નુકસાન પણ થાય છે. વડીલો સાથે વિવાદ થઇ શકે છે. આંખને લગતી પરેશાનીઓ થઇ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે. માથાનો દુખાવો પણ થાય છે.

વૃષભ, સિંહ અને મકર રાશિના લોકો માટે સારો સમય

વૃષભ, સિંહ અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્તિના યોગ બનશે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. વિચારેલાં મોટા કામ પણ થઇ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદાનો સમય રહેશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.

ધન સહિત 4 રાશિઓ માટે મિશ્રિત ફળ

સૂર્યના રાશિ બદલવાથી મિથુન, કન્યા, ધન અને કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 4 રાશિઓના કામ તો પૂર્ણ થશે, પરંતુ મહેતન પણ વધારે રહેશે. ખર્ચ અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની સ્થિતિ બની શકે છે. સાથે જ, ધનલાભ પણ થઇ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ થઇ શકે છે.

તુલા સહિત 5 રાશિઓ માટે મુશ્કેલ સમય

સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં મુશ્કેલ સમય રહેશે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 5 રાશિના લોકોએ સાવધાન રહેવું. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઇ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું.

અશુભ પ્રભાવથી બચવા માટે

સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના વૃક્ષમાં પાણી નાખવું જોઇએ. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવવું. જે રાશિઓ ઉપર સૂર્યની મિશ્રિત અસર થશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઇએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવવાં. ગલગોટાના ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતાં દોષ દૂર થઇ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો