એપશહેર

Venus transit in Libra: તુલા રાશિમાં શુક્રના ગોચરથી આ રાશિના જાતકો પર દિવાળી પહેલા ધનની થશે વર્ષા

Venus transit in Libra: શુક્રનું ગોચર 18 ઓક્ટોબરે તુલા રાશિમાં થવા જઈ રહ્યું છે. શુક્રને ભૌતિક સુખ અને રૂપિયા સાથે જોડીને જોવામાં આવે છે, તેથી દિવાળી પહેલા થવા જઈ રહેલા શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિનું નસીબ ચમકવાનું છે. શુક્રના તુલા રાશિમાં આવવાથી પાંચ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, તેઓ નવું વાહન કે સંપત્તિ પણ ખરીદી શકે છે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 13 Oct 2022, 3:22 pm
શુક્ર દિવાળી પહેલા 18 ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચરના શુભ પ્રભાવથી કેટલીક રાશિના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે અને તહેવારથી ઠીક પહેલા તેમના પર મા લક્ષ્મીજીની કૃપા વરસશે. કેટલીક રાશિના લોકોને તેમનું અટવાયેલું ધન પરત ફળી શકે છે તેમજ ગિફ્ટ પણ મળે તેવી શક્યતા છે. આ રાશિ કઈ-કઈ છે તે જાણો.
I am Gujarat venus transit in libra five zodiac sign will get benefits
Venus transit in Libra: તુલા રાશિમાં શુક્રના ગોચરથી આ રાશિના જાતકો પર દિવાળી પહેલા ધનની થશે વર્ષા


મેષ

શુક્ર ગોચરના શુભ પ્રભાવથી મેષ રાશિના જાતકો કરિયરમાં ખૂબ પ્રગતિ કરશે. આ દરમિયાન બોસ અને અધિકારીઓ સાથેના સંબંધો સારા બનશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે, તેમના માટે આ ગોચર વિશેષ લાભ આપનારું સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં કોઈ મોડી ડીલ થઈ શકે છે, જે ભવિષ્યમાં લાભ આપશે. આ સિવાય પૈતૃક સંપત્તિથી પણ લાભ મળવાના યોગ છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો, તે પણ શુક્રના શુભ પ્રભાવથી સુખ આપનારું રહેશે. પાર્ટનરની સાથે ક્યાંક રોમેન્ટિક ડિનર પર જઈ શકો છો.

વૃષભ

શુક્રનું આ ગોચર તમારા જીવનમાં ધન કમાવવાની નવી તક લઈને આવશે. તમે જે વસ્તુ મેળવવા માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યો છો, તે તમને આ સમયે મળી શકે છે. નોકરી કરતાં જાતકોના પગારમાં વધારો થઈ શકે છે અને દિવાળી પર તેમને મોંઘી ગિફ્ટ મળશે. આર્થિક રીતે તમારે આ સમયે ધન બચાવવા પર ધ્યાન આપવું જોઈએ. વૈવાહિક જીવન સારું બનશે, કોઈ પણ પ્રકારના તર્ક વિતર્કથી બચવું.

કર્ક

કર્ક રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર શુભ પ્રભાવ લઈને આવ્યું છે. આ ગોચરના પ્રભાવથી તમે તમારા ઘરની સજાવટ પર ખર્ચ કરી શકો છો. આ દિવાળી પર તમને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. જે લોકો ધંધા સાથે જોડાયેલા છે, તેમને આ સીઝનમાં આશા કરતાં વધારે નફો થઈ શકે છે. તમારે આ સમયે મહેનત વધારે કરવી જોઈએ. અધિકારી લોકો તમારા કામથી ખુશ થઈને આગળ વધારી શકે છે. તમારી કપરી મહેનતનું ફળ આ સમયે મળે તેવી આશા છે. પ્રેમ અને રોમાન્સ મામલે પણ આ ગોચર શાનદાર રહેશે.

કન્યા

કન્યા રાશિના લોકો માટે આ ગોચર દરેક પ્રકારના ભૌતિક સુખોમાં વૃદ્ધિ કરનારું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમારા બચત કરેલા ધનમાં વધારો થઈ શકે છે. તમને બચત કરવામાં પણ સફળતા મળશે. આર્થિક રૂપથી આ સમયગાળો તમારા માટે લાભ આપનારો રહેશે અને કાર્યક્ષેત્રમાં પણ તમારા પર્ફોર્મન્સમાં સુધારો થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જો તમારા પૈસા ક્યાંક ફલાયેલા છે તો આ દરમિયાન તમને મળી શકે છે. આવકનો નવો સ્ત્રોત પ્રાપ્ત થશે અને તેનાથી દેવું ચૂકવવામાં સફળતા મળશે.

તુલા

શુક્રનું ગોચર તમારા લગ્ન ભાવમાં થવા જઈ રહ્યું છે અને આ ગોચર બાદ તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની આશા છે. તમે પહેલા કરતાં વધારે ધન બચાવી શકશો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આ દરમિયાન સકારાત્મક ફેરફાર જોવા મળશે. તમે જ્યાં પમ રોકાણ કરશો ત્યાંથી તમને ભવિષ્યમાં લાભ મળશે. તમારી નાણાકિય સ્થિતિમાં સુધારો થશે. પ્રેમ સંબંધના મામલે આ ગોચર સકારાત્મક પરિણામ આપનારું રહેશે અને પ્રેમીપંખીડા આ સમયે સગાઈ કે લગ્ન કરી શકે છે.

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story