એપશહેર

જ્યારે સૂર્ય તમારી કુંડળીના પ્રથમ ખાનામાં હોય તો તમને મળે છે આ બધું જ

Sun Impect in Kundli: જ્યોતિષમાં સૂર્યને મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. સૂર્યના પ્રભાવના કારણે અનેક સારા અને ખરાબ પરિણામ વ્યક્તિએ ભોગવવા પડે છે. કુંડળીમાં સ્થિત વિવિધ ઘરોમાં સૂર્ય વ્યક્તિને અલગ-અલગ પરિણામ આપે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારી કુંડળીમાં સૂર્ય પ્રથમ ભાવમાં હોય તો તમારા જીવન પર તેની શું અસર પડે છે.

Edited byMitesh Purohit | Navbharat Times 16 Jun 2022, 2:44 pm
જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય વ્યક્તિને ઊર્જા અને બળ પ્રદાન કરે છે. જેમ સૂર્યને રાજા કહેવામાં આવે છે, તેવો જ સૂર્યનો સ્વભાવ પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સારી સ્થિતિમાં હોય તેની જીવનશૈલી પણ રાજા જેવી જ બની જાય છે. સૂર્યને આત્માનો કારક પણ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય સારી સ્થિતિમાં હોય છે તેઓ તેમની આધ્યાત્મિક શક્તિ દર્શાવે છે. આવા લોકોમાં આત્મવિશ્વાસની ઉણપ હોતી નથી. તો ચાલો જાણીએ કે કુંડળીના પહેલા ઘરમાં સૂર્યનો તમારા જીવન પર શું પ્રભાવ પડે છે.
I am Gujarat sun_horoscope
સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે અને જો તેઓ કુંડળીમાં પહેલા સ્થાને હોય તો વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે પણ સાથે આ મુશ્કેલીઓ પણ મળે છે.

Mars Transit in Arise: મેષમાં મંગળનું ગોચર, 27 જૂનથી 5 રાશિના અચ્છે દિન શરુ
જાણો કુંડળીમાં સૂર્ય પ્રથમ સ્થાનમાં રહે તો શું થાય છે જીવન પર તેની અસર

-જો કોઈ વ્યક્તિની કુંડળીના પ્રથમ ભાવમાં સૂર્ય સ્થિત હોય તો તે વ્યક્તિનો સ્વભાવ સ્પષ્ટ અને ઉદાર હોવાનો સંકેત છે. એટલું જ નહીં આવી વ્યક્તિના ભાઈ-બહેન ભાગ્યશાળી હોય છે.

- જન્મકુંડળીમાં પ્રથમ ઘરમાં સૂર્ય હોવાને કારણે જાતકોના બાળકો પણ શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરે છે અને તેમની દરેક વાતનું આજ્ઞાકારી રીતે પાલન કરે છે. આવા લોકોનો સ્વભાવ ધાર્મિક અને પ્રામાણિક હશે. તેમજ નૈતિકતાના દૃષ્ટિકોણથી તમારું વર્તન યોગ્ય રહેશે.

- જો કે, કુંડળીના પ્રથમ ભાવમાં બેઠેલા સૂર્ય વ્યક્તિને વધુ ગુસ્સાવાળા અને ઉગ્ર સ્વભાવના બનાવે છે. ક્યારેક તેમનું વર્તન એવું હોય છે કે લોકો તેમને ગેરવાજબી માને છે.
Venus Transit 2022: પોતાના સ્વામિત્વની વૃષભ રાશિમાં શુક્રનું ગોચર, 4 રાશિ માટે અઘરો સમય
- જ્યારે સૂર્ય પ્રથમ ભાવમાં હોય છે ત્યારે વ્યક્તિમાં આળસની ભાવના પણ જોવા મળે છે. તેઓ કામ મુલતવી રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ, એકવાર તેઓ કામ શરૂ કરી દે છે, તે પૂર્ણ કરીને તેઓ શ્વાસ લે છે. કારણ કે, તેમની મહત્વાકાંક્ષા વધુ હોય છે. મહત્વાકાંક્ષા અને પ્રભાવ બતાવવાના વ્યક્તિત્વને કારણે તેમનામાં ઘમંડની ભાવના પણ આવે છે.

- જ્યારે સૂર્ય જન્મકુંડળીના પ્રથમ ભાવમાં એટલે કે લગ્નમાં હોય છે, ત્યારે તમારું કપાળ તેજસ્વી હોય છે અને તેમનો ચહેરો તેજસ્વી લાગે છે. આવા વ્યક્તિની ઊંચાઈ પણ સારી હોય છે. પરંતુ કેટલાક મામલાઓમાં સૂર્ય વ્યક્તિની કુંડળીના પ્રથમ ભાવમાં હોવો શુભ નથી. પહેલા ઘરમાં સૂર્ય હોવાને કારણે વ્યક્તિને ટાલ પડી શકે છે, નાની ઉંમરમાં જ તેના વાળ ખરવા લાગે છે. તેમને આંખની સમસ્યા થઈ શકે છે.
ketu Effect in Kundli: કુંડળીમાં કેતુનો પ્રભાવ, વાંચો ક્યારે આપે છે શુભ-અશુભ ફળ
- જો જીવનસાથીની કુંડળીમાં સંતાનનો યોગ બહુ સારો ન હોય અને સૂર્ય તમારી કુંડળીમાં પ્રથમ ભાવમાં હોય તો સંતાનની સંખ્યા ઓછી હોય છે. આવા લોકો માટે નાનો પરિવાર સુખી પરિવારનો મામલો હોય છે.

- કુંડળીના પ્રથમ ભાવમાં સૂર્ય હોય તો વ્યક્તિ સરકારી નોકરીમાં હોઈ શકે છે. આવા લોકો જ્યાં પણ કામ કરે છે ત્યાં પોતાનું વર્ચસ્વ અને પ્રભાવ જાળવી રાખે છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનો પ્રભાવ રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો