એપશહેર

Weekly Horoscope 10th to 16th October: ગ્રહોના રાશિ પરિવર્તનથી છ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે સપ્તાહ

Weekly Horoscope: ઓક્ટોબર મહિનાના આ અઠવાડિયાના અંતે મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાંથી નીકળતી વખતે મંગળ કન્યા રાશિના લોકોને લાભનો અવસર આપી રહ્યા છે. જ્યારે સિંહ રાશિના જાતકોની પ્રગતિ થશે. મેષથી મીન રાશિના જાતકો માટે ઓક્ટોબરનું બીજું અઠવાડિયું કેવું રહેવાનું છે? જાણી લો સાપ્તાહિક રાશિફળમાં.

Edited byશિવાની જોષી | I am Gujarat 10 Oct 2022, 11:21 am
ગ્રહો અને નક્ષત્રની સ્થિતિને જોતાં સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત શુભ ફળદાયી હોય તેવું દેખાઈ રહ્યું છે. મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને તેના કારણે કેટલીય રાશિઓને લાભની તક પ્રાપ્ત થશે. તમારા માટે આ અઠવાડિયું કેવું રહેવાનું છે? વાંચો સાપ્તાહિક રાશિફળમાં....
I am Gujarat 10th to 16th october weekly horoscope mars transit will be beneficial for these zodiacs
Weekly Horoscope 10th to 16th October: ગ્રહોના રાશિ પરિવર્તનથી છ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે સપ્તાહ


મેષ

મેષ રાશિના જાતકો માટે ઓક્ટોબરનું આ અઠવાડિયું પરિવારમાં નવી શરૂઆત કરાવશે. જેથી મન આનંદિત રહેશે. પરિવારની હાજરીમાં ઢગલાબંધ ખુશીઓ મળશે. આર્થિક સ્થિતિ થોડી પરેશાન કરી શકે છે. અત્યારે વેપાર સંબંધિત કોઈપણ યાત્રા કરવાથી બચવું. પ્રેમ સંબંધમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાના દિલની વાત સાંભળવી.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ અનુકૂળ છે અને રોકાણથી સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયે પરિવાર સાથે તાલમેલ જળવાઈ રહેશે અને સંબંધોમાં મજબૂતી આવશે. પ્રેમ સંબંધોમાં સમય સુખદ રહેશે અને પ્રેમ જીવનને વધુ સારું બનાવવાની તક પ્રાપ્ત થશે. આ અઠવાડિયે સ્વાસ્થ્યમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે.

મિથુન

મિથુન રાશિના જાતકોને આ સપ્તાહે પરિવારની ખૂબ મદદ મળી રહેશે અને જીવનની સમસ્યાઓ ઉકેલી શકશો. આર્થિક મામલે પ્રગતિ થશે અને તણાવ ઘટશે. પ્રેમ સંબંધોમાં એકલતા અનુભવી શકો છો. આ અઠવાડિયે વેપાર યાત્રા ના કરવાની સલાહ છે.

સાપ્તાહિક આર્થિક રાશિફળ 10થી16 ઓક્ટોબર: આ રાશિઓ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે, રોકાણથી ફાયદો

કર્ક

કર્ક રાશિના જાતકોને આ અઠવાડિયે આર્થિક સંપત્તિમાં વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં કોઈ મામલે મન ભાવુક થઈ શકે છે. પિતાતુલ્ય વ્યક્તિ અંગે વિચારીને મન પરેશાન થઈ શકે છે. વેપાર માટે યાત્રા કરવાના કારણે વધારે થાક અનુભવી શકો છો. અઠવાડિયાના અંતે સારા સમાચાર મળી શકે છે.

સિંહ

સિંહ રાશિના જાતકોને ઓક્ટોબરના આ અઠવાડિયે પ્રગતિની તક મળશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો થતો દેખાઈ રહ્યો છે. વેપારની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. પરિવારની સાથે રહેવા છતાં એકલતા અનુભવી શકો છો. પ્રેમ સંબંધમાં સમય સાનુકૂળ રહેશે અને મન આનંદિત રહેશે.

કન્યા

કન્યા રાશિના જાતકોને ઓક્ટોબરના આ સપ્તાહે પ્રગતિનો માર્ગ મોકળો થશે. કાર્ય સ્થળે સંતુલન જાળવી રાખીને આગળ વધવાની જરૂર છે. જોકે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે પરંતુ રોકાણને લગતી કોઈ બાબતે મન ચિંતાતુર રહી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે પરંતુ તમારે પણ થોડા પ્રયાસ કરવા પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા

તુલા રાશિના લોકોને પ્રેમ સંબંધમાં નવી શરૂઆત થતાં મન પ્રફુલ્લિત રહી શકે છે. આ અઠવાડિયે વેપાર અંગેની યાત્રાથી સારી સફળતા મળી શકે છે. પોતાના પરિવાર સાથે ફરવા જવાની ઈચ્છા જાગશે. કાર્યક્ષેત્રે હાલ કરેલી મહેનતથી ભવિષ્યમાં સુંદર પરિણામ મળી શકે છે. સ્વાસ્થ્યને સારું બનાવવા માટે દ્રઢ નિર્ણય લો તો સારું પરિણામ મળશે.

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે આર્થિક સંપત્તિની દ્રષ્ટિએ સારી સ્થિતિ બની રહી છે અને રોકાણથી શુભ પરિણામ મળી શકે છે. પ્રિયજનોની હાજરીમાં શાંતિ અને ખુશી અનુભવશો. વેપાર અંગેની યાત્રાથી વિશેષ લાભ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં રોમાન્સ રહેશે. સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો થતો દેખાશે.

ધન

ઓક્ટોબરના આ અઠવાડિયે ધન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે કડક વલણ રાખવાની જરૂર છે તો સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયે વેપાર માટે યાત્રા કરવાના હો તો સારું ફળ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં કોઈપણ પ્રકારનો બાહ્ય હસ્તક્ષેપ જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. કેટલાક પારિવારિક મુદ્દે મન દુઃખી થઈ શકે છે.

મકર

મકર રાશિના જાતકોએ આ સપ્તાહે પ્રેમ સંબંધ મામલે વ્યાપક દ્રષ્ટિકોણ રાખવો તો જીવનમાં ખુશીઓ આવશે. કામના સ્થળે તણાવ વધી શકે છે અથવા તો એકાએક નુકસાનની સ્થિતિ આવી શકે છે. નાણાંકીય ખર્ચ વધી શકે છે. પરિવારમાં સ્થિતિ સુધરશે. યાત્રા કરવાનું ટાળવું કારણકે સમય અનુકૂળ નથી.

કુંભ

કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયે આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને કોઈપણ નવું રોકાણ સારું પરિણામ આપશે. પ્રેમ પ્રસંગોમાં સુખદ અનુભવ થઈ શકે છે. ઘરની સજાવટ માટે ખરીદી કરી શકો છો. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે કોઈ વાતે પરેશાની થઈ શકે છે પરંતુ સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો આવતો દેખાશે.

મીન

ઓક્ટોબરના આ અઠવાડિયે કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તંદુરસ્તી અનુભવશો. પ્રેમ સંબંધમાં રોમેન્ટિક સમય રહેશે અને પાર્ટનર સાથે પાર્ટીના મૂડમાં રહી શકો છો. વેપાર માટે કરેલી યાત્રા શુભ સમાચાર આપી શકે છે. કોઈ સારી જગ્યાએ ફરવા જવાનું વિચારી શકો છો.

લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો