એપશહેર

Weekly Financial Horoscope 15th to 21st August: રોકાણ થકી લાભ મળશે, આવકમાં વૃદ્ધિના યોગ

Weekly Financial Horoscope: આ અઠવાડિયે સૂર્યની સ્થિતિમાં પરિવર્તન આવતાં અને અન્ય ગ્રહોનો સંયોગ થતાં વૃષભ રાશિના જાતકોને ક્રિએટિવિટી સાથે સંકળાયેલા કાર્યોમાં લાભ થવાની આશા છે. મિથુન રાશિના જાતકોને ધન સંબંધિત મામલે પરિવારનો સંપૂર્ણ સાથ મળશે. બાકીની રાશિઓના જાતકો માટે ઓગસ્ટ મહિનાનું આ અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ કેવું રહેવાનું છે? જાણી લો, સાપ્તાહિક આર્થિક રાશિફળમાં...

Edited byશિવાની જોષી | I am Gujarat 14 Aug 2022, 1:28 pm
અઠવાડિયાના આરંભમાં સૂર્યની સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. આ કારણે બધી જ રાશિઓના કરિયર અને રૂપિયા-પૈસાની સ્થિતિ પર ખાસ્સી અસર થઈ શકે છે. ગોચરના કારણે કેટલીક રાશિઓ માટે શુભ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો કેટલીક રાશિઓને ધન સંબંધિત મામલે સમજી-વિચારીને ખર્ચ કરવાની જરૂર છે. ઓગસ્ટના આ અઠવાડિયે કઈ રાશિના જાતકોને ખર્ચ વધવાનો છે અને કોના માટે લાભની સ્થિતિ પેદા થવાની છે? વાંચી લો સાપ્તાહિક આર્થિક રાશિફળમાં.
I am Gujarat 15th to 21st august weekly financial horoscope these zodiacs will have new source of income
Weekly Financial Horoscope 15th to 21st August: રોકાણ થકી લાભ મળશે, આવકમાં વૃદ્ધિના યોગ


મેષ

આર્થિક મામલે તમારા માટે સમય અનુકૂળ રહેશે. આ અઠવાડિયે સ્વાસ્થ્યમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે અને તંદુરસ્તી અનુભવશો. કાર્યક્ષેત્રે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો નહીં તો કષ્ટ વધી શકે છે. પરિવારમાં કોઈ સંતાન અથવા યુવાન વ્યક્તિને લઈને મન ઉદાસ રહી શકે છે. યાત્રા દ્વારા કષ્ટ વધવાની શક્યતા છે માટે ટાળી દેવી. અઠવાડિયાના અંતે જીવનમાં સુખદ અનુભવ થશે અને મન શાંત રહેશે.

વૃષભ

કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને ભાગીદારીમાં કરેલા કાર્યો શુભ સંયોગ લઈને આવસે. આ અઠવાડિયે રચનાત્મક કાર્યો દ્વારા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક ધન લાભના શુભ સંયોગ બની રહ્યા છે અને રોકાણ દ્વારા લાભ થશે. સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તી અનુભવશો. આ અઠવાડિયે કરેલી યાત્રાના શુભ પરિણામ સામે આવશે. પરિવારમાં ભવિષ્ય અંગે પ્લાનિંગ કરી શકો છો પરંતુ તેના લીધે માનસિક કષ્ટ થઈ શકે છે. પરિવારમાં કોઈ સમસ્યા હોય તો વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કરજો. અઠવાડિયાના અંતે સમય સુધરશે અને સુખ-શાંતિ પ્રાપ્ત કરશો.

મિથુન

કાર્યક્ષેત્રે વાહવાહી થશે અને માન-સન્માન વધશે. આ અઠવાડિયે પરિવારનો ભરપૂર સાથ મળશે અને કોઈ હકારાત્મક સમાચાર મળી શકે છે. યાત્રા દ્વારા શુભ સંયોગ બનશે અને તમે રિલેક્સ રહેશો. આર્થિક વ્યય વધારે રહેશે અને કોઈ વડીલની બીમારી પર ખર્ચ થવાના ચાન્સ વધારે છે. કોઈ મહિલાના સ્વાસ્થ્યને લઈને મન અશાંત રહી શકે છે. અઠવાડિયાના અંતે સ્થિતિ સુધરશે.

કર્ક

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને આ અઠવાડિયે તમારા વિરોધીઓ પણ તમારી સૂઝબૂઝ પર ઓવારી જશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તંદુરસ્તી અનુભવશો. આ અઠવાડિયે કરેલી યાત્રાથી શુભ પરિણામ સામે આવશે અને યાત્રા થકી આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં એકાએક કેટલીક સકારાત્મક સ્થિતિ પેદા થશે અને જીવનમાં સુખદ અનુભવ થશે. આર્થિક મામલે આ સપ્તાહે કષ્ટ પેદા થઈ શકે છે. અઠવાડિયાના અંતે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

Sun Transit in Leo: ગ્રહોના રાજા સૂર્યનો સિંહમાં પ્રવેશ થશે, ધન-કરિયર મામલે ચાર રાશિઓના 'અચ્છે દિન'

સિંહ

આર્થિક મામલે સમય અનુકૂળ થતો જશે અને ધન લાભની પ્રબળ સ્થિતિ બનશે. આ અઠવાડિયે ધન લાભના કેટલાય અવસર પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. શાંતિ અનુભવશો. પ્રેમ સંબંધમાં પોતાના મનની વાત સાંભળીને નિર્ણય લેશો તો સારું પરિણામ સામે આવશે. કાર્યક્ષેત્રે તકલીફ ઉઠાવી પડી શકે છે અને કષ્ટ વધશે. પરિવારમાં એકલતા અનુભવી શકો છો. કોઈ તમારું અંગત વ્યક્તિ અપેક્ષામાં ઉણું ઉતરશે. યાત્રાને અવોઈડ કરશો તો સારું રહેશે નહીં તો બેચેની વધી શકે છે. અઠવાડિયાના અંતે જાતભાતની સલાહ મળશે પરંતુ તમારું મન કહે તે જ કરજો.

કન્યા

પ્રેમ સંબંધમાં પરસ્પર પ્રેમ વધી શકે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમે લગ્ન જેવા કાર્યક્રમમાં સામેલ થઈ શકો તો. કાર્યક્ષેત્રે ધીરે-ધીરે સુધારો થશે અને સફળતા પ્રાપ્ત કરશો. સ્વાસ્થ્ય પણ આ સપ્તાહે સુધરતું દેખાશે અને કોઈ નવી હેલ્થ એક્ટિવિટી લલચાવશે. યાત્રા કરવાની પેટર્ન આ સપ્તાહે બદલશો અને કંઈક નવું કરવાની ઈચ્છા પણ જાગી શકે છે. પરિવારમાં આમ તો ઉપર-ઉપરથી બધું બરાબર લાગશે પણ અંતે સુખદ અનુભવ થશે. અઠવાડિયાના અંતે જીવનમાં ખુશીઓનું આગમન થશે અને પ્રિયજનો સાથેનો પ્રેમ વધશે.

તુલા

કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સેલિબ્રેશનના શુભ સંયોગ બનતા દેખાઈ રહ્યા છે. આ અઠવાડિયે પરિવારની કોઈ એવી મહિલાની મદદ પ્રાપ્ત થઈ શકે છે જેમની આર્થિક બાબતોમાં પકડ સારી હોય. સ્વાસ્થ્ય સુધરતાં તંદુરસ્તી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક વ્યયની સ્થિતિ બની રહી છે અને એકાએક ખર્ચ વધી શકે છે. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવાની જરૂર છે નહીં તો બેચેની વધી શકે છે. અઠવાડિયાના અંતે કરેલી મહેનત ભવિષ્યમાં અનુકૂળતા લઈને આવશે.


Mars Transit in Taurus: ગ્રહોના સેનાપતિ મંગળનો વૃષભમાં પ્રવેશ, 68 દિવસ સુધી કોના માટે સમય અનુકૂળ?

વૃશ્ચિક

કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને કોઈ પ્રોજેક્ટ દ્વારા સફળતાનો માર્ગ મોકળો થશે. આર્થિક મામલે પણ આવક વધવાના સંકેત મળી રહ્યા છે અને આ મામલે કરેલી કોઈ યાત્રા શુભ ફળ આપશે. આ અઠવાડિયે રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતા કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે. પરિવારમાં કોઈ નવી શરૂઆત પ્રારંભે મનમાં શંકા પેદા કરી શકે છે પરંતુ અંતે અનુભવ સુખદ રહેશે. પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન બની શકે છે. પ્રેમ સંબંધમાં ગેરસમજણ થઈ શકે છે. સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરશે. અઠવાડિયાના અંતે સુખ-સમૃદ્ધિના શુભ સંયોગ બનતાં મન પ્રફુલ્લિત રહેશે.

ધન

કાર્યક્ષેત્રે સુખદ સમાચાર પ્રાપ્ત થશે અને સમય અનુકૂળ રહેશે. આ અઠવાડિયે પ્રોજેક્ટ સમયસર પૂરા થતાં દેખાઈ રહ્યા છે. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને રોકાણ દ્વારા ફાયદો થશે. સ્વાસ્થ્યમાં ધીરે-ધીરે સુધારો થશે. પરિવારમાં ખુશીઓ આવશે અને આ અઠવાડિયે પરિવારનું અટેન્શન પ્રાપ્ત થશે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવાની જરૂર છે. અઠવાડિયાના અંતે દાખવેલી બેદરકારી કષ્ટદાયી સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક

આ અઠવાડિયું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે અને તંદુરસ્તી જળવાઈ રહેશે. આર્થિક મામલે ધીરે-ધીરે સુધારા આવશે. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે સંયમ રાખીને નિર્ણય કરશો તો સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં એકલતા અનુભવી શકો છો. એવું લાગશે કે તમને જે મહત્વ મળવું જોઈએ તે મળી નથી રહ્યું. અઠવાડિયાના અંતે કોઈ વડીલને લઈને મન ચિંતાગ્રસ્ત રહી શકે છે.

કુંભ

આ અઠવાડિયે કાર્યક્ષેત્રે ખાસ્સો બદલાવ આવશે અને તમે કાર્યશૈલીમાં કંઈક નવીનતા લાવશો. આર્થિક ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે અને કોઈ બે રોકાણ થકી શુભ પરિણામ આવશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને પરસ્પર પ્રેમ મજબૂત થશે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવાની જરૂર છે નહીં તો કોઈ વૃદ્ધિ મહિલાના કારણે મન બેચેન રહી શકે છે. અઠવાડિયાના અંતે માન-સન્માન વધશે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરશો.

મીન

આર્થિક ધન વૃદ્ધિ શુભ સંયોગ બની રહ્યા છે. આ સપ્તાહે વ્યસ્તતા વધી શકે છે. આ અઠવાડિયે કરેલી યાત્રા શુભ પરિણામ આપશે અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિની મદદ મળી શકે છે. પરિવારમાં જે પ્રકારના ફેરફાર હાલ ઈચ્છી રહ્યા છો તે મળવામાં સમય લાગશે. કાર્યક્ષેત્રે કોઈ વાતે મન અશાંત રહેશે અને તેની ચર્ચા પણ કોઈ સાથે નહીં કરી શકો. આ અઠવાડિયે ભાવનાત્મક કારણોના લીધે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર રહેશે. અઠવાડિયાના અંતે વિપરીત સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story