એપશહેર

સાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 ડિસેમ્બર: આ રાશિઓને રોકાણથી થશે લાભ

I am Gujarat 20 Dec 2020, 10:36 am
પ્રગતિ કોને પસંદ ના હોય? એમાંય આર્થિક ઉન્નતિ તો સૌ કોઈને વહાલી લાગે. પરંતુ નસીબ સાથ ના આપે તો મહેનતનું ધારીએ તેવું પરિણામ મળતું નથી. આપણા જીવન પર રાશિની પણ અસર હોય છે. ત્યારે આ અઠવાડિયે કઈ રાશિના જાતકો નસીબના બળિયા સાબિત થશે અને કઈ રાશિના જાતકોને વધુ ખર્ચ થશે? જાણો, સાપ્તાહિક આર્થિક રાશિફળમાં.
I am Gujarat horoscope 14


મેષ

કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સમય સાનુકૂળ રહેશે. તમારો પ્રોજેક્ટ પૂરો કરવાની અનેક તક પ્રાપ્ત થશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના યોગ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે અને કોઈ જૂની હેલ્થ એક્ટિવિટી ફરી શરૂ કરશો. પરિવારમાં તાલમેલ વધશે અને સમય સાનુકૂળ રહેશે. યાત્રા દ્વારા શુભ પરિણામ મળી શકે છે અને કોઈ માતૃતુલ્ય મહિલાની મદદથી સમય સાનુકૂળ રહેશે. પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને વડીલોના આશીર્વાદથી સંબંધો મજબૂત બનશે. અઠવાડિયાના અંતે સમય સાનુકૂળ રહેશે અને સમૃદ્ધિ વધશે.

વૃષભ

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સન્માન પ્રાપ્ત થશે. પ્રોજેક્ટમાં સંતોષકારક સફળતા મળશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે અને પરસ્પર સ્નેહ વધશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સમારોહમાં સામેલ થઈ શકો છો અથવા પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય પસાર કરશો. યાત્રા દ્વારા શુભ ફળની પ્રાપ્તિ થશે અને સુખદ અનુભવ થશે. આ અઠવાડિયે રોકાણને નિયંત્રણમાં રાખજો નહીં તો નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો ત્યારે જ આવશે જ્યારે વિના કારણના વાદ-વિવાદમાં પડવાનું છોડશો અને ટેન્શન નહીં લો. અઠવાડિયાના અંતે સુખદ અનુભવ થશે.

મિથુન

આ અઠવાડિયે તમે કરેલી યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે. તમે કોઈ રમણીય સ્થળ પર ફરવા જઈ શકો છો. આર્થિક ધન સમૃદ્ધિના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં સમય અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સમાચાર મળી શકે છે. જેના કારણે મન અશાંત રહેશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. પારિવારિક સ્થિતિ સુધારવા માટે કેટલાક કઠોર નિર્ણય લેવાની જરૂર છે. અઠવાડિયાના અંતે પરિવાર સાથે સુખદ સમય વિતાવશો.

કર્ક

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સમય સાનુકૂળ રહેશે. પ્રોજેક્ટની શરૂઆત તમારા માટે શુભ ફળ લાવશે. સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તી અનુભવશો. પરિવારમાં સુખ-સમૃદ્ધિના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધમાં સમય સાનુકૂળ રહેશે. રોમાન્સનું ધીમે-ધીમે આગમન થશે. આ અઠવાડિયે વ્યય વધારે થઈ શકે છે અને અચાનકથી ધન પ્રાપ્તિની સંભાવના વધી શકે છે. યાત્રા હાલ ટાળી દેવી યોગ્ય રહેશે. અઠવાડિયાના અંતિમ ચરણમાં પિતાતુલ્ય વ્યક્તિની મદદ મળશે, જેનાથી જીવનમાં સુખાકારી આવશે.

સિંહ

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાના મૂડમાં રહેશો. આ અઠવાડિયે આર્થિક ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં સારા સુધારા દેખાઈ રહ્યા છે. કોઈ વડીલ ડૉક્ટરની સલાહ તંદુરસ્તી પાછી મેળવવામાં મદદ કરશે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી યોગ્ય રહેશે. પરિવારમાં સ્થિતિ સુધરશે અને પરસ્પર પ્રેમ વધશે. પ્રેમ સંબંધમાં કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ના લેવો. અઠવાડિયાના અંતે માનસિક કષ્ટ વધશે અને વ્યાકુળ રહેશો.

કન્યા

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને માન-સન્માન વધશે. ઓફિસમાં કંઈ નવીનતા કરી શકો છો. આ અઠવાડિયે પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. યાત્રા દ્વારા શુભ સંયોગ બનશે. આર્થિક ધન વ્યયના યોગ બની રહ્યા છે અને રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં બેદરકારી ના રાખવી. અઠવાડિયાના અંતે પોતાના જીવનમાં વ્યસ્ત રહેશો અને સુખદ અનુભવ થશે.

તુલા

પ્રેમ સંબંધમાં રોમાન્સ વધશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. યાત્રા દ્વારા સારા પરિણામ મળી શકે છે. તમે સફળતા મેળવશો. આ અઠવાડિયે કોર્ટ-કચેરીના કેસમાં અનુકૂળ પરિણામ મળશે. પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. પરસ્પર પ્રેમ વધારવાની તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે. જો તમે પોતાની વિચારસરણી પર ભરોસો રાખીને આગળ વધશો તો ધન સંબંધિત શુભ સંયોગ બનશે. કાર્યક્ષેત્રે સાધારણ ઉન્નતિ થશે અને તમારા અંતઃમનની વાત સાંભળશો તો વધુ ફાયદો મળશે. અઠવાડિયાના અંતે જીવનમાં ઘણાં પરિવર્તન આવી શકે છે.

વૃશ્ચિક

આ અઠવાડિયે પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ થશે અને લવ લાઈફ રોમાન્ટિક રહેશે. પ્રેમને મજબૂત બનાવવામાં કોઈ તમારી મદદ માટે આગળ આવી શકે છે. બિઝનેસ સંબંધિત યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે અને ધાર્યું પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. કાર્યક્ષેત્રે ધીરે-ધીરે ઉન્નતિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આંતરિક સ્ફૂર્તિ અને તંદુરસ્તી અનુભવશો. ધન વ્યય આ અઠવાડિયે વધારે રહેશે અને રોકાણ પર ખાસ ધ્યાન આપવું. પરિવારમાં કોઈ વડીલ મહિલાના કારણે ચિંતા વધી શકે છે.

ધન

આ અઠવાડિયે યાત્રાના શુભ સંયોગ બની રહ્યા છે. જીવનમાં માન-સન્માન વધશે. પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે પરંતુ તમે જેટલો સંયમ દાખવશો અને વ્યવહાર કુશળતાથી લવલાઈફ પર ધ્યાન આપશો તેટલો વધુ ફાયદો થશે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે અડચણોનો સામનો કરવો પડી શકે છે. આર્થિક ધન વૃદ્ધિ માટે થોડા વધુ પ્રયાસ કરવાની જરૂર છે. પરિવારમાં એકલતા અનુભવશો અને એવું લાગશે કે તમને એટલું મહત્વ નથી અપાઈ રહ્યું જેટલું મળવું જોઈએ. અઠવાડિયાના અંતે સંતુલન જાળવીને આગળ વધશો તો ફાયદામાં રહેશો.

મકર

કાર્યક્ષેત્રે મહિલા વર્ગનો સપોર્ટ મળશે અને જીવનમાં પ્રગતિ થશે. રચનાત્મક કાર્યો દ્વારા વિશેષ સફળતા મળશે. આર્થિક ધન વૃદ્ધિ માટે નવા લોકો સાથે તાલમેલ વધારશો તો ધન પ્રાપ્તિના સંયોગ બનશે. પ્રેમ સંબંધમાં આપેલા વચનો હાલ નહીં પાળી શકો. પારિવારિક સમસ્યાઓના કારણે મન અશાંત રહેશે. આ અઠવાડિયું યાત્રાઓ માટે યોગ્ય નથી માટે ટાળી દેવી. અઠવાડિયાના અંતે કરેલું દાન-પુણ્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવશે.

કુંભ

આ અઠવાડિયે સંયમ સાથે કામ કરવાની જરૂર છે. કોઈ પણ નિર્ણય ઉતાવળથી લેશો તો વિના કારણનો કષ્ટ થઈ શકે છે. કાર્યક્ષેત્રે નવી શરૂઆત પ્રસન્નતા અપાવશે. વધારે ઉન્નતિ ત્યારે જ થશે જ્યારે તમે પોતાના તરફથી કોઈ બેદરકારી ના દાખવો. પરિવારમાં પરસ્પર તણાવ વધી શકે છે. આ અઠવાડિયે તમારે વ્યવહારમાં શાલીનતા લાવવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં અહંકાર નડી શકે છે. યાત્રા ટાળી દેવી. અઠવાડિયાના અંતે સ્થિતિ સુધરશે અને ભવિષ્ય અંગે કોઈ પ્લાનિંગ કરશો.

મીન

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સમય સાનુકૂળ થશે. આર્થિક દ્રષ્ટિકોણથી અઠવાડિયું સારું રહેશે અને રોકાણ કરવાના મૂડમાં રહેશો. સ્વાસ્થ્યમાં સારો સુધારો થતો દેખાઈ રહ્યો છે. કોઈ તજજ્ઞની સલાહથી તંદુરસ્તી અનુભવશો. પરિવારમાં સુખદ અનુભવ રહેશે. કોઈ એવી વ્યક્તિની મદદ મળી શકે છે જેની આર્થિક સ્થિતિ સદ્ધર હોય. પ્રેમ સંબંધમાં મધુરતા વધશે અને રોમાન્ટિક સમય વિતાવશો. યાત્રા ટાળી દેવાની સલાહ છે. અઠવાડિયાના અંતે રિલેક્સ રહેશો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો