એપશહેર

મારુતિની કઈ કારને ટેકનિકલ ખામીને લીધે રિકોલ કરવી પડી, 16 હજાર યૂનિટ પાછા મોકલાયા

Maruti wagonR recall: મારુતિ સુઝુકીએ પોતાની ફેમસ હેચબેક કાર બલેનો અને વેગનઆરમાં ટેકનિકલ ખામીને કારણે રિકોલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ રિકોલમાં લગભગ 16 હજારથી વધુ મોડલ સામેલ છે. તેમાં કઈકની કઈક રીતે ખામીઓ સામે આવતી જતી રહેતી હતી. જેથી કરીને આ તમામ મોડલને પરત કરાયા અને હવે નવેસરથી આ પ્રોસેસ શરૂ કરાશે તથા શું ખામી હતી તેના પર નજર કરાશે.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 27 Mar 2024, 3:50 pm
Maruti wagonR recall: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની 2 ફેમસ હેચબેક કાર બલેનો અને વેગન Rમાં ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જેના કારણે કંપનીએ આ બંને કારના કેટલાક મોડલને રિકોલ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આના રિકોલને એનાઉન્સ પણ કરી દેવાયું છે. કંપનીએ આ બંને કારની ટેકનિકલ ખામી શોધવાનાં પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમાંથી લગભગ 16 હજાર 41 યૂનિટ પરત બોલાવી દેવાયા છે.
I am Gujarat file pic
ફાઈલ ફોટો


મારુતિ સુઝુકીએ આજે 16 હજારથી વધુ યુનિટ્સની કારને પરત બોલાવી દીધી છે. આ રિકોલમાં મારુતિ બલેનોનાં કુલ 11 હજાર 851 યુનિટ્સ અને મારુતિ વેગન Rના કુલ 4 હજાર 190 યુનિટ સામે છે. કંપનીએ કહ્યું છે કે આ બંને મોડલોમાં જેનું મેન્યુફેક્ચરિંગ જુલાઈથી લઈને નવેમ્બર 2019 વચ્ચે થયું છે તેમાં ઘણી ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી છે.

આ ગાડીઓમાં એવી તો કઈ ખરાબી હતી?
મારુતિ સુઝુકિએ કહ્યું છે કે આ રિકોલથી પ્રભાવિત કારને ફ્યૂલ પંપ મોટરમાં કેટલાક ડિફેક્ટ હોવાની સંભાવના છે. જેના કારણે આ કારોના એન્જિન ચાલતા ચલાતા જ અચાનક બંધ થઈ જાય છે. એટલું જ નહીં અથવા તો એન્જિન સ્ટાર્ટ થાય એમાં પણ મુશ્કેલીઓ સામે આવી જાય છે. આના માટે કોઈપણ મુશ્કેલીથી બચવા આ મોડલનાં કસ્ટમરને તાત્કાલિક પોતાના નજીકના ડિલરશિપનો સંપર્ક સાધવો જોઈએ.

ગ્રાહકોને શું કરવું જોઈએ?
જો તમે પણ મારુતિ સુઝુકી બલેનો અને વેગન Rને ખરીદી ચૂક્યા છો તો તમારે મુશ્કેલીમાં મુકાવાની જરૂર નથી. કંપનીએ કહ્યું છે કે મારુતિ સુઝુકીની ડિલરશિપ દ્વારા રિકોલથી પ્રભાવિત વાહનનાં માલિકો સાથે સીધો સંપર્ક કરાશે. આના માટે તેમને કોલ, મેસેજ અથવા ઈમેલ કરાઈ શકે છે. આના સિવાય ગ્રાહક પોતે પણ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરીને આ વાતની તપાસ કરી શકે છે કે તેમની કાર રિકોલમાં આવી છે કે નહીં.

આના માટે ગ્રાહકો કંપનીની ઓફિશિયલ પેજની વિઝિટ પણ કરી શકે છે. ત્યારપછી તેમને 14 અંકોનો ચેચિસ નંબર દાખલ કરવાનો રહેશે. ચેચિસ નંબર દાખલ કર્યા પછી તમને પોપઅપ મેસેજ આવશે એના સહારે જાણ થશે કે તમારી ગાડી રિકોલ થઈ છે કે નહીં. તમને જણાવી દઈએ કે તમારી કાર આ રિકોલનો ભાગ હશે તો કંપની દ્વારા કારની ફ્રીમાં સર્વિસ અને તમામ તપાસ કરાશે. એટલું જ નહીં જરૂર હશે તો તેના પાર્ટ્સને પણ કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વિના બદલી અપાશે.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story