એપશહેર

પિતાને ગિફ્ટ આપવા માટે ખરીદેલી BMW કારમાં કચરો ભરી રહ્યા છે બિઝનેસમેન

કારમાં આવી રહી હતી ખરાબી, વારંવાર ફરિયાદ કરવા છતાં નહોતો આવી રહ્યો કોઈ ઉકેલ

I am Gujarat 23 Nov 2020, 10:31 pm
ઝારખંડના રાંચીમાં એક ખૂબ જ અલગ દૃશ્ય જોવા મળ્યો. જ્યાં એક વ્યક્તિ તેની લક્ઝરી કાર બીએમડબ્લ્યુમાં રસ્તા પર કચરો ફેંકી એકઠો કરતો જોવા મળ્યો. રાંચીના યુવાન ઉદ્યોગપતિ પ્રિન્સ શ્રીવાસ્તવ તેમની સપનાની કારમાં કચરો ઉપાડી રહ્યા હતા તે જોઈને સૌકોઈ આશ્ચર્ય પામી ગયા.
I am Gujarat bmw luxury carrying car garbage bihar ranchi
પિતાને ગિફ્ટ આપવા માટે ખરીદેલી BMW કારમાં કચરો ભરી રહ્યા છે બિઝનેસમેન


પ્રિન્સ શ્રીવાસ્તવે તેમના પિતાને ગિફ્ટ આપવા માટે BMW કાર ખરીદી. પરંતુ કાર ખરીદ્યા પછી પણ તેમાં ખરાબી આવી રહી હતી. બીએમડબ્લ્યુ સર્વિસ સેન્ટર પર ગયા પછી પણ આ મોંઘી લક્ઝરી કાર સરખી ચાલતી નહોતી. જેના કારણે પ્રિન્સને ખૂબ પરેશાન થવું પડ્યું.

આ સમય દરમિયાન પ્રિન્સને તેની BMW કારને રિપેર કરાવવા માટે ઘણો ખર્ચ કરવો પડ્યો. આટલું જ નહીં કાર માલિક વર્કશોપના માલિકના વલણથી પણ ખૂબ નારાજ હતા. તેથી તેમણે બીએમડબલ્યુ કારને કચરો એકઠો કરવાના કામમાં મૂકી દીધી.

ઉદ્યોગપતિ પ્રિન્સ શ્રીવાસ્તવ તેમની સપનાની કારમાં કચરો ઉપાડી રહ્યા હતા


પ્રિન્સે કહ્યું કે ક્રિકેટર ઇશાન કિશન, રણજી ક્રિકેટર અજાતશત્રુની પણ આવી જ ફરિયાદ છે. તેઓ પણ તેમની કારમાં આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કારની સર્વિસિંગ અને રિપેરિંગને લગતી ઘણી સમસ્યાઓ છે. વારંવાર ફરિયાદો થયા છતાં પણ રાંચી સ્થિત સર્વિસિંગ સેન્ટર અને શો-રૂમ મેનેજમેન્ટ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નહી.

પ્રિન્સ શ્રીવાસ્તવ કહે છે કે જો તેમની સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવામાં આવશે નહીં તો 29 નવેમ્બરના રોજ તે બધા સાથે મળીને બીએમડબ્લ્યુ કારમાં કચરો ઉપાડશે. પ્રિન્સ ટૂંક સમયમાં કોર્ટનો દરવાજો પણ ખખડાવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો