એપશહેર

એક્ટિવાના પૂરા થયા 20 વર્ષ, કંપનીએ લોન્ચ કર્યું Anniversary Edition

હોન્ડા એક્ટિવાના આ ખાસ એડિશનને ભારતમાં 66,816 રુપિયાની શરુઆતની કિંમતમાં લોન્ચ કર્યું છે

I am Gujarat 27 Nov 2020, 4:30 pm
હોન્ડા મોટરસાઈકલ અને સ્કૂટર ઈન્ડિયાએ પોતાની ધાંસૂ સ્કૂટી Honda Activaના 20 વર્ષ પૂરા થતાં જ ભારતમાં Honda Activa Anniversary Edition લૉન્ચ કર્યું છે. હોન્ડા એક્ટિવાના આ ખાસ એડિશનને ભારતમાં 66,816 રુપિયાની શરુઆતની કિંમતમાં લોન્ચ કર્યું છે. હોન્ડાએ એક્ટિવાના સ્ટાન્ડર્ડ અને ડિલક્સ બન્ને વેરિયન્ટની એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. હોન્ડા એક્ટિવા એનિવર્સરી એડિશનના ડિલક્સ વેરિયન્ટને ભારતમાં 68,316 રુપિયા (એકસ શો રુમ ગુરુગ્રામ)માં લોન્ચ કર્યું છે.
I am Gujarat honda activa 20th anniversary edition launches
એક્ટિવાના પૂરા થયા 20 વર્ષ, કંપનીએ લોન્ચ કર્યું Anniversary Edition


હાલની તકે પણ સ્પ્લેન્ડર પછી એક્ટિવા સૌથી વધુ વેચાતુ બાઈક છે


હોન્ડા એક્ટિવાની સફર
Honda Activa Anniversary Editionનું વેંચાણ દેશભરમાં લોન્ચ સાથે જ શરુ થઈ ચૂક્યું છે, જોકે, એક્ટિવાના આ ખાસ એડિશનને રેગ્યુલર એક્ટિવાથી 1500 રુપિયાની વધારે કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. હોન્ડાની આ સ્કૂટી પહેલીવાર વર્ષ 2001માં લોન્ચ થઈ હતી. ત્યારથી તે ભારતની સૌથી વધારે વેંચાણ ધરાવતી સ્કૂટી બની છે. ગત વર્ષે 20 વર્ષમાં હોન્ડા એક્ટિવા સિક્સ્થ જનરેશન માર્કેટમાં આવી ગઈ છે. મહિનાના વેંચાણના મામલે આ સ્કૂટીએ Hero Splendorનો રેકોર્ડ પણ તોડ્યો છે. હજુ પણ આ સ્કૂટી હીરો સ્પ્લેન્ડર બાઈક પછી સૌથી વધારે વેંચાય છે. અત્યાર સુધીમાં ભારતમાં 22 લાખથી વધારે સ્કૂટી વેંચાઈ ચૂકી છે.

શું છે ખાસ?
Honda Activa 20th Anniversary Edition લુક મામલે પણ રેગ્યુલર એક્ટિવાથી વધારે આકર્ષક છે. જેને સિંગલ Matte Mature Brown કલરમાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્કૂટીની સાઈડમાં ગોલ્ડ કલરનો એક્ટિવા બેઝ છે. તો ફ્રન્ટ પર વ્હાઈટ અને યેલો કલરના સ્ટ્રાઈપ્સ ખૂબ જ આકર્ષક લાગે છે. એક્ટિવાની આ ખાસ એડિશનમાં બ્લેક સ્ટીલ વ્હીલ્સ અને બ્લેક ક્રેન્ક કેસ કવર લાગેલા છે.

આવા છે ફીચર્સ
હોન્ડા એક્ટિવાના એન્જિન અને ફીચર્સની વાત કરવામાં આવે તો Activa 6Gમાં BS6 કમ્પ્લાયન્ટ 109.5ccનું ફ્યૂલ ઈન્જેક્ટેડ સિંગલ સિલિન્ડર એન્જિન લાગેલું છે. જે 7.79 PSનો પાવર અને 8.79 Nm ટોર્ક જનરેટ કરે છે. આ દમદાર સ્કૂટીમાં LED હેડલાઈટ, 12 ઈંચના ફ્રન્ટ વ્હીલ, ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન સહિત અનેક ફીચર્સ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો