એપશહેર

Hyundai i20ની ભારે ડિમાન્ડ, અમદાવાદ અને સુરતમાં કેટલો વેઈટિંગ પીરિયડ ચાલી રહ્યો છે?

ભારતમાં આ કારને જોરદાર રિસ્પોન્સ મળ્યો. અત્યાર સુધીમાં આ કારના 35,000થી વધુ બુકિંગ્સ થઈ ચૂક્યા છે.

I am Gujarat 19 Jan 2021, 4:00 pm
નવી દિલ્હી: Hyundaiએ તેની સૌથી પોપ્યુલર હેચબેક કાર Hyundai i20ને ભારતમાં ગત વર્ષે નવેમ્બર મહિનામાં લોન્ચ કરી હતી. ભારતમાં આ કારને જોરદાર રિસ્પોન્સ મળ્યો. અત્યાર સુધીમાં આ કારના 35,000થી વધુ બુકિંગ્સ થઈ ચૂક્યા છે. આ કારના બુકિંગ નંબર વધવાની સાથે-સાથે તેનો વેઈટિંગ પીરિયડ પણ વધી રહ્યો છે.
I am Gujarat q1


કયા શહેરમાં કેટલો વેઈટિંગ પીરિયડ ચાલી રહ્યો છે?

ગુરુગ્રામ - 6થી 8 અઠવાડિયા
અમદાવાદ - 6થી 8 અઠવાડિયા
દિલ્હી - 4થી 6 અઠવાડિયા
લખનઉ - 4થી 6 અઠવાડિયા
ચેન્નઈ - 4થી 6 અઠવાડિયા
સુરત - 3 મહિના
પૂના - 3 મહિના
પટના - 3 મહિના

પેટ્રોલ અને ડીઝલ ફ્યુલ ઓપ્શનમાં ઉપલબ્ધ ઓલ ન્યૂ હ્યુન્ડાઈ આઈ20ના 24 વેરિયન્ટ્સને લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યાં, નવી હ્યુન્ડાઈ આઈ20ના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 6.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મૉડલની કિંમત 11.18 લાખ રૂપિયા (એક્શ શૉ રૂમ, દિલ્હી) છે, જ્યારે તેના ડીઝલ વેરિયન્ટની કિંમત 8.20 લાખ રૂપિયાથી શરૂ થઈને 10.60 લાખ રૂપિયા સુધી જાય છે. All New Hyundai i20ને Magna, Sportz, Asta અને Asta (O) જેવા ટ્રિમ લેવલમાં લોન્ચ કરવામાં આવી છે, જેના અલગ-અલગ ફીચર્સવાળા 24 વેરિયન્ટ્સ છે.

ન્યુ હ્યુન્ડાઈ આઈ20ના અલગ-અલગ વેરિયન્ટ્સની કિંમતનો વાત કરીએ તો તેના શરૂઆતના પેટ્રોલ વેરિયન્ટ મૉડલ Magna 1.2 લીટર MTની કિંમત 6.79 લાખ રૂપિયા, Sportz 1.2 લીટર MTની કિંમત 7.59 લાખ રૂપિયા, Asta 1.2 લીટર MTની કિંમત 8.7 લાખ રૂપિયા, Asta (O) 1.2 લીટર MTની કિંમત 9.2 લાખ રૂપિયા, Sportz 1.2 લીટર CVTની કિંમત 8.6 લાખ રૂપિયા, Asta 1.2 લીટર CVTની કિંમત 9.7 લાખ રૂપિયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો