એપશહેર

કાઈનેટિક-નોર્ટન મોટરસાઈકલ્સ સાથે મળીને બનાવશે સુપરબાઈક્સ

Arjun Parmar | Navbharat Times 10 Nov 2017, 11:02 am
I am Gujarat kinetic india to join hands with norton motorcycles
કાઈનેટિક-નોર્ટન મોટરસાઈકલ્સ સાથે મળીને બનાવશે સુપરબાઈક્સ


સાથે મળીને બનાવશે સુપરબાઈક્સ

મિલાન: ભારતના કાઈનેટિક ગ્રુપે નોર્ટન મોટરસાઈકલ્સ સાથે સમજૂતી કરી છે. આ હેઠળ તે આ બ્રિટિશ બ્રાંડની બાઈક્સને ભારત અને બાંગ્લાદેશ, ભૂટાન, ઈંડોનેશિયા જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચશે. કાઈનેટિક ગ્રુપ મલ્ટી બ્રાંડ સુપરબાઈક્સ વેંચર મોટોરોયલે નોર્ટન સાથે જોઈન્ટ વેંચર બનાવવા બાબતે સમજૂતી કરી છે. આ સમજૂતી અનુસાર નોર્ટન મોટરસાઈકલ્સને કાઈનેટિક ગ્રુપના અહમદનગર સ્થિત પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે.

આ સમયે કરાશે લોન્ચ

આ સમજૂતી બાદ જોઈન્ટ વેંચર હેઠળ બાઈક્સને ભારતમાં ન માત્ર એસેંબલ કરાશે, પરંતુ બાઈક્સને એશિયાના તમામ દેશોમાં પણ વેચવામાં આવશે. આ દેશોમાં પ્રમુખરુપે બાંગ્લાદેશ, ભૂટાન, ઈંડોનેશિયા, મલેશિયા, માલદિવ, મંગોલિયા, મ્યાંમાર, કંબોડિયા, સિંગાપુર, શ્રીલંકા, થાઈલેંડ અને વિયેતનામ જેવા દેશો સામેલ છે. આ બાઈક્સને વર્ષ 2018ના અંત સુધીમા લોન્ચ કરવામાં આવશે.

કંપનીને છે આશા

કાઈનેટિક ગ્રુપના ચેરમેન અરુણ ફિરોદિયાની માનીએ તો ભારતમાં નવી મોટરસાઈકલ લોન્ચ કરવાનો આ સમય એકદમ સારો છે. આ બાઈક્સ બજારમાં તૂફાન લાવી દેશે. તેઓ માને છે કે આ બાઈક્સનું સ્ટાઈલ, પેશન અને બ્યુટીને જોઈને લોકો દિવાના થઈ જશે. ત્યાં જ બીજી તરફ મોટોરોયાલને પણ આવી જ કંઈક આશાઓ છે. વર્ષ 2016માં મોટોરોયાલે ભારતમાં એમવી ઑગુસ્ટાને લોન્ચ કર્યો હતો અને ત્યારબાદ એસડબ્લ્યુએમને પણ રજૂ કર્યુ. તેમને ભારતમાં સારો રિસપોન્સ મળ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો