એપશહેર

પોતાની ડીઝલ કારને આસાનીથી કન્વર્ટ કરો ઇલેક્ટ્રિક કારમાં, સૌથી સરળ રસ્તો

ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે ફૂયલ કિટની જગ્યાએ ઇ-મોટર અને બેટરી ફિટ કરવાની રહે છે. આ અંગેની માહિતી પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે આપી છે

I am Gujarat 24 Nov 2021, 8:38 pm

હાઈલાઈટ્સ:

  • ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં સસ્તી અને હવા પ્રદૂષણને ઓછુ કરે છે
  • વર્તમાન સમયમાં દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડમાં ઊછાળો આવ્યો છે
  • જૂની કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરાવી લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6
નવી દિલ્હીઃ હાલમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લીધે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહ્યા છે. આવા વ્હીકલ ચલાવવામાં સસ્તા અને હવા પ્રદૂષણ ઓછુ કરવામાં પણ મદદરુપ બને છે. આ મુદ્દે જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં હવા પ્રદૂષણ પર કંટ્રોલ કરવા માટે 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એવામાં પોતાની જૂની ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનો રસ્તો પણ સરળ બની ગયો છે.
જૂની ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનો ફાયદો એ છે કે, એને ગાડી તમારી પાસે જ રહેશે અને એનો ઉપયોગ પણ કરી શકશો. ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે ફૂયલ કિટની જગ્યાએ ઇ-મોટર અને બેટરી ફિટ કરવાની રહે છે. આ અંગેની માહિતી પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે આપી છે. જોકે તેમના કહ્યા મુજબ આ વિકલ્પ માટે રાજધાની દિલ્હી તૈયાર છે, પરંતુ એમણે એ માહિતી નથી આપી કે સરકાર ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે કેટલી સબસિડી આપશે.

કોઇપણ નોર્મલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે મોટર, કંટ્રોલર, રોલર અને બેટરીની જરુર પડે છે. કારમાં આવતો ખર્ચ એ વાત પર આધાર રાખે છે કે, તમે એમા કેટલા કિલોવોટની બેટરી અને કેટલા કિલોવોટની મોટર ફિટ કરવા માંગો છો. કારણ કે આ બંને પાર્ટ કારના પાવર અને રેન્જને નક્કી કરશે. જેમ કે, 20 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર અને 12 કિલોવોટની લિથિયમ આયન બેટરીનો ખર્ચ 4 લાખ રુપિયાની આસપાસ આવે છે.

તમે જો તમારી પેટ્રોલ કે ડીઝલ કારને ઇલેકટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે 5 લાખ રુપિયા ખર્ચ કરો છો તો એ પછી 75 કિમીની રેન્જ મેળવી શકો છો, ત્યારે ચાર વર્ષ અને આઠ મહિને તમે ખર્ચેલા પૈસા વસૂલ થશે. એ પછી બચત પણ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો