એપશહેર

મારુતિ સુઝુકીની વિટારા બ્રીઝાએ હ્યુન્ડાઈ ક્રેટાને ફરી પાછળ છોડી!

I am Gujarat 7 Sep 2016, 4:19 pm
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈની ક્રેટા વર્ષ 2015માં તેના લોન્ચિંગ બાદ ભારતીય માર્કેટમાં છવાઈ ગઈ હતી, પણ આ વર્ષે લોન્ચ થયેલી મારુતિ સુઝુકીની વિટારા બ્રીઝા આ કોરિયન કારમેકરની ક્રેટાની સૌથી મુખ્ય હરીફ રહી છે. ભારતીય માર્કેટના કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં મારુતિની વિટારા બ્રીઝાએ હ્યુન્ડાઈની ક્રેટાને પાછળ છોડી દીધી છે. ઇન્ડિયનઓટોસબ્લોગના અનુસાર, વેચાણમાં સળંગ બીજા મહિને મારુતિની આ કાર ટોચ પર રહી છે.
I am Gujarat maruti suzuki vitara brezza outguns hyundai creta again
મારુતિ સુઝુકીની વિટારા બ્રીઝાએ હ્યુન્ડાઈ ક્રેટાને ફરી પાછળ છોડી!


બ્રીઝાનું ડીઝલ મોડલ આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયું હતું, જેણે તેની કિંમત અને સ્ટાઇલિશ લુકથી કારલવર્સને આકર્ષ્યા છે. જોકે મારુતિ સુઝુકી સાથે ભારતીય કારલવર્સનો નાતો અતૂટ રહ્યો છે અને હવે વિટારા બ્રીઝાએ તેને વધુ મજબૂત બનાવ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટમાં વિટારા બ્રીઝાનાં 9,554 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેની સામે ક્રેટાનાં 8,450 યુનિટ્સ વેચાયાં હતાં. જુલાઈમાં પણ ક્રેટા સામે વિટારા બ્રીઝાનું પર્ફોર્મન્સ સારું રહ્યું હતું. બીજી તરફ ગયા મહિને ટોયોટા ઇનોવા ક્રિસ્ટાના 8,229 યુનિટ્સ, ફોર્ડની ઇકોસ્પોર્ટનાં 5,248 યુનિટ્સ વેચાયાં હતાં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો