એપશહેર

મુકેશ અંબાણીએ ખરીદી મોંઘીદાટ નવી બુલેટપ્રૂફ મર્સિડિઝ કાર, આવી છે ખાસિયતો

મુકેશ અંબાણીની આ નવી બુલેટ પ્રૂફ કારનો ઓર્ડર થોડા સમય પહેલા આપવામાં આવ્યો હતો. કંપની દ્વારા ડિલીવરી બાદ કારને તેમના ઘરની બહાર જોવામાં આવી હતી.

I am Gujarat 27 Aug 2020, 12:46 pm
મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અને દેશના સૌથી ધનિક બિઝનેસ મેનમાંથી એક છે. સતત વધી રહેલા પોતાના બિઝનેસના કારણે તેઓ દુનિયાભરમાં જાણીતા બન્યા છે. એવામાં તેમની સુરક્ષાને પણ ખતરો વધવાની સંભાવના બની શકે છે. મુકેશ અંબાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને તથા તેમના પરિવારને ઝેડ પ્લેસ સિક્યોરિટી મળેલી છે.જાણકારી મુજબ, આ સમયે મુકેશ અંબાણી પોતાની હાઈ સિક્યોરિટીવાળી બુલેટ પ્રૂફ કાર BMW 7-Series અને મર્સિડિઝ બેન્ઝ S-Class ગાર્ડમાં ટ્રાવેલ કરે છે. કદાચ પોતાની સુરક્ષાને ચુસ્ત કરવા માટે જ તેઓ પોતાના કાફલામાં સતત નવી-નવી બુલેટ પ્રૂફ કારોને સામેલ કરી રહ્યા છે. હવે તેમણે નવી બુલેટ પ્રૂફ કાર Mercedes S600 Guard ખરીદી છે. હાલમાં જ મર્સિડિઝ બેન્ઝની આ નવી કારને તેમના ઘરે ડિલીવર કરવામાં આવી હતી. કહેવાઈ રહ્યું છે કે આ કારનો ઓર્ડર થોડા સમય પહેલા આપવામાં આવ્યો હતો અને હવે કારને કસ્ટમાઈઝ કરીને તેની ડિલીવરી થઈ ગઈ છે.
I am Gujarat mukesh ambanis new bullet proof mercedes s600 guard car
મુકેશ અંબાણીએ ખરીદી મોંઘીદાટ નવી બુલેટપ્રૂફ મર્સિડિઝ કાર, આવી છે ખાસિયતો


ઘરની બહાર દેખાઈ નવી કાર

ઈન્ટાગ્રામ પર ઓટોમોબિલ આર્ડન્ટ નામના પેજે આ નવી કારની કેટલીક તસવીરો શેર કરી છે. જેમા તેમણે દાવો કર્યો છે કે નવી મર્સિડિઝ S600 Guardને મુકેશ અંબાણીના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ નવી કારને જલ્દી જ મુકેશ અંબાણીના કાફલામાં સામેલ કરવામાં આવશે. આ નવી કારની કિંમત વિશે હાલમાં કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે તેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા આસપાસ હશે.

સિલ્વર કલરની લક્ઝુરિયસ કાર

આ પ્રકારની કાર્સની કિંમત કસ્ટમાઈજેશન વર્ક અને ગ્રાહકની ડિમાન્ડ પર નિર્ભર કરે છે. જેમ જેમ સુરક્ષાના ફીચર્સને વધારવામાં આવે છે, તેમ તેમ કારની કિંમત પણ વધતી જાય છે. મુકેશ અંબાણીની નવી મર્સિડિઝ S600 Guard જોવામાં રેગ્યુલર મોડલ જેવી જ છે, સિલ્વર કલરની આ કાર ખૂબ જ લક્ઝ્યુરિયસ છે. આ કાર Mercedes-Maybach S600 સિડાન કાર પર બેઝ્ડ છે અને તેમાં VR10 લેવનના સુરક્ષા ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

​ખૂબ જ સુરક્ષિત છે કાર

કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ઓટોમેટિક હથિયારોના ભારે ગોળીબારની સાથે લગભગ 2 મીટર દૂરથી કરાયેલા 15 કિલોગ્રામ સુધીના TNT બ્લાસ્ટને પણ સરળતાથી સહન કરી શકે છે. આ ઉપરાંત તેમાં ઘણા આધુનિક ફીચર્સનો ઉપયોગ કરાયો છે. તેમાં પોલીકાર્બોનેટ કોટેડ વિન્ડો આપેલી છે. આ ઉપરાંત કારની બોડીને ખાસ પ્રકારના મજબૂત સ્ટીલથી તૈયાર કરવામાં આવી છે. એવામાં આ નવી કાર સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ કહી શકાય.

કારનું એન્જિન અને પાવર

મુકેશ અંબાણીએ ખરીદેલી નવી મર્સિડિઝ બેન્ઝ S600 ગાર્ડના એન્જિનની વાત કરીએ તો આ કારમાં કંપનીએ 6.0 લીટરની ક્ષમતાનું V12 બાઈ ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિન વાપર્યું છે. જે 523 બીએચપીનો દમદાર પાવર અને 850 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ શામેલ કરાયું છે. આ ઉપરાંત કારની વધુ એક ખાસિયત તે છે કે સસ્પેન્શનને કારમાં વજન મુજબ રિટ્યૂન કરી શકાય છે.

ભારતમાં છે આવી માત્ર અમુક કાર

જોકે મુકેશ અંબાણી પોતાની જૂની બુલેટપ્રૂફ કારનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. થોડા મહિનાઓ અગાઉ જ અંબાણી ગેરેજમાંથી 13 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ફેન્ટમ VIII રસ્તા પર જોવા મળી હતી. જોકે મર્સિડિઝ બેન્ઝ S600 ગાર્ડ તેનાથી કરતા પણ મોંઘી કાર છે કે નહીં તે તો જાણી શકાયું નથી, પણ એટલું ચોક્કસ છે કે તે ભારતમાં આ પ્રકારની અમુક કાર્સમાંથી એક છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો