એપશહેર

80000 રુપિયા સસ્તી થઈ ટાટાની ઈલેક્ટ્રિક કાર Tigor, જાણો નવી કિંમત

Mitesh Purohit | I am Gujarat 2 Aug 2019, 12:17 pm
નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 27 જુલાઈના દિવસે GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં ઓટો સેક્ટર માટે કેટલાક મહત્વના અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઈલેક્ટ્રિક વાહનો પર GST દર ઘટાડીને 12 ટકાથી 5 ટકા કરી નાખવામાં આવ્યો છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો હકીકતમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે GSTમાં મોટો ઘટાડો કર્યો છે. GSTમાં ઘટાડાથી ઈલેક્ટ્રિક કાર્સ સસ્તી થશે. જેની શરુઆત દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે ગુરુવારે એક જાહેરાત સાથે કરી છે. કંપનીએ જાહેર કર્યું છે કે તેની ઈલેક્ટ્રિક કાર ટિગોર ઈવીના ભાવમાં રુ. 80000 જેટલો ઘટાડો કર્યો છે. ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક મોબિલિટી કારોબાર અને કોર્પોરેટ સ્ટ્રેટેજીના અધ્યક્ષ શૈલેષ ચંદ્રાએ કહ્યું ‘સરકાર તરફતી હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે કે તમામ ઈલેક્ટ્રિક વાહનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ કારણે ટાટા મોટર્સના ઈલેક્ટ્રિક વાહનોની કિંમતમાં પણ રુ.80000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે ઓગસ્ટ 2019થી લાગુ પડશે.’ નોંધનીય છે કે કંપનીએ પોતાની ટિગોર ઈવીના તમામ વેરિયન્ટ્સ XE(બેઝ મોડેલ), XM(પ્રીમિયમ મોડેલ) અને XT(હાઈ મોડેલ)ની કિંમતો ઘટાડવામાં આવી છે. ટિગોર ઈવીની પહેલા કિંમત 12.35 લાખ રુપિયાથી 12.71 લાખ રુપિયા(મુંબઈ એક્સ શો રુમ) હતી જે ઘટીને હવે ગ્રાહકોને 11.58 લાખ રુપિયાથી લઈને 11.92 લાખ રુપિયા સુધીમાં ઉપલબ્ધ થશે. ટાટા કંપનીની આ ઈલેક્ટ્રિક કાર ટિગોરમાં 16.2kWhની બેટરી આપવામાં આવી છે. જે એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 142 કિમી સુધઈ ચાલે છે. આ કાર એક સમાન્ય વિજળીના પ્લગમાંથી પણ ચાર્જ થઈ જાય છે. જોકે આ માટે તેને લગભઘ 6 કલાક જેવો સમય લાગે છે જ્યારે 15kWના ડીસી ફાસ્ટ ચાર્જર વડે આ બેટરી 90 મિનિટમાં જ 80 ટકા જેટલી ચાર્જ થઈ જાય છે. એક અનુમાન મુજબ ટાટાની આ ઇલેક્ટ્રિક કારમાં પ્રિતિ કિમી 80 પૈસા જેટલો જ ખર્ચ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો