એપશહેર

રોયલ એનફીલ્ડના નવા બાઈક ઈન્ટરસેપ્ટરનો ઓફિશયલ વીડિયો રિલીઝ

Hitesh Mori | I am Gujarat 4 Nov 2017, 4:48 pm
I am Gujarat royal enfield interceptor official teaser video released by sid lal
રોયલ એનફીલ્ડના નવા બાઈક ઈન્ટરસેપ્ટરનો ઓફિશયલ વીડિયો રિલીઝ


સીઈઓએ પોસ્ટ કર્યો વીડિયો

નવી દિલ્હીઃ રોયલ એનફીલ્ડ પોતાની નવી મોટરસાઈકલને ગ્લોબલી લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. એવા પણ સમાચારો આવી રહ્યા છે કે આ નવી મોટરસાઈકલનું નામ ઈન્ટરસેપ્ટર હોઈ શકે છે. રોયલ એનફીલ્ડના સીઈઓ સિડ લાલએ હાલમાં જ આ નવી મોટરસાઈકલનો ટીધર વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

7 નવેમ્બરના રોજ થઈ શકે છે લોન્ચ

View this post on Instagram 07.11.17 #RoyalEnfield #ridepure #EICMA A post shared by Sid Lal (@sidlal) on Nov 1, 2017 at 10:04am PDT

નવા મોડલની ડીઝાઈન આ બાઈક પર આધારિત

રોયલ એનફીલ્ડ ઈન્સેપ્ટરને ઘણા દેશમાં ટેસ્ટિંગ કરતા સ્પોટ કરવામાં આવી છે. જે બે મોડલને સ્પોટ કરવામાં આવ્યા હતા તેમાંથી એક રોયલ એનફીલ્ડ કોન્ટિંનેન્ટલ જીટી અને બીજી બાઈકનો લૂક ટ્રાયમ્ફ બોનેવિલે જેવો હતો.

185 કિમી પ્રતિ કલાકની સ્પીડ

ટેસ્ટિંગ દરમિયાન જે રોયલ એનફીલ્ડ બાઈકને સ્પોર્ટ કરવામાં આવી હતી જેમાં 750 સીસી એન્જિન પેરેલલ ટ્વિન એન્જિન આપવામાં આવ્યું હતું. આ એન્જિન 50 હોર્સ પાવરની તાકાત અને 60 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. રોયલ એનફીલ્ડની કોન્ટિનેન્ટલ જીટી અત્યાર સુધીની કંપનીની સૌથી ઝડપી બાઈક છે. તેની સ્પીડ અંદાજીત 140 કિમી પ્રતિ કલાકની છે. પરંતુ ઈન્ટરસેપ્ટર 750ની સ્પીડ 185 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. આ અંગે કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી જાહેર કરી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો