એપશહેર

અર્ટિગાની ટક્કરમાં ટાટા લાવી રહી છે નવી MPV, જાણો માહિતી

Gaurang Joshi | I am Gujarat 5 Jul 2020, 3:58 pm
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય વર્ષોમાં ટાટા મોટર્સે અનેક નવા મોડલ બજારમાં ઉતાર્યા છે. ગત વર્ષે કંપનીએ ટાટા હેરિયર (Tata Harrier) પણ ઓટોમોબાઈલ સેક્ટરમાં ઉતારી હતી. કંપનીની પ્રીમિયમ હેચબેક કાર ટાટા અલ્ટ્રોઝ પણ આ વર્ષે જ લોન્ચ થઈ છે. કંપનીએ BS6 એન્જિન સાથે પોતાના મોડલ્સને અપગ્રેડ કર્યા છે. કંપનીએ અનેક મોડલ્સ માટે ફેસલિફ્ટ વર્ઝન પણ લોન્ચ કર્યા છે. હવે ન્યૂઝ એવા છે કે કંપની MPV સેગમેન્ટમાં નવું મોડલ લાવવાની તૈયારી કરી રહી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોમારુતિ અર્ટિગા અને મહિન્દ્રા મરાઝો સાથે ટક્કરટાટાની આ નવી એમપીવી મારુતિ અર્ટિગા અને મહિન્દ્રા મરાઝોને ટક્કર આપશે. ટાટાની આ કાર વિશે વધારે માહિતી સામે નથી આવી પરંતુ આ કારમાં કંપની 1.5 લીટર ટર્બોચાર્જ્ડ એન્જિન આપી શકે છે.MPV સેગમેન્ટમાં અર્ટિગાનો દબદબોમારુતિની અર્ટિગાને MPV સેગમેન્ટમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કાર મારુતિએ ગત વર્ષે જ BS6 એન્જિન સાથે લોન્ચ કરી હતી. BS6 Maruti Ertigaની કિંમત 7.54 લાખ રુપિયાથી 10.05 લાખ રુપિયા વચ્ચે છે. એ પહેલા તેની (માત્ર પેટ્રોલ એન્જિન)ની કિંમત પણ 7.44 લાખથી 9.95 લાખ રુપિયા વચ્ચે હતી.દરેક વેરિયન્ટ્સમાં આ ફીચર્સમારુતિ અર્ટિગામાં ડ્યૂઅલ ફ્રન્ટ બેગ્સ, હાઈ સ્પીડ વોર્નિંગ એલર્ટ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ઈબીડી સાથે જ એબીએસ, બ્રેક આસિસ્ટ અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા સેફ્ટી ફિચર્સ સ્ટાન્ડર્ડ એટલે કે દરેક વેરિયન્ટમાં આપવામાં આવ્યાં છે.ટાટા અલ્ટ્રોઝ ઈલેક્ટ્રિકની પણ જોવાઈ રહી છે રાહટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ પર આધારિત આ ઈલેક્ટ્રિક કારને આ વર્ષે જ થયેલા જિનેવા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. આ 250-300 કિલોમીટર રેન્જ સાથે આવશે. ફાસ્ટ ચાર્જિંગ સાથે આ કાર એક જ કલાકમાં 80% ચાર્જ થઈ જશે. જે આવતા વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. જેની કિંમત દસ લાખ આસપાસ હશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો