એપશહેર

ધનતેરસ સ્કૂટર ખરીદવાનો પ્લાન છે? આ છે તમારા માટે 5 બેસ્ટ ઑપ્શન

Shailesh Thakkar | I am Gujarat 24 Oct 2019, 11:18 pm
નવી દિલ્હી: ધનતેરસના દિવસે લોકો નવું વાહન ખરીદવાનું પસંદ કરે છે. આ દિવસે વાહન ખરીદવું શુભ ગણાય છે. શુક્રવારે ધનતેરસ છે અને જો તમે આ નિમિત્તે સ્કૂટર ખરીદવા માગો છો તો આ લિસ્ટ પર નજર કરી શકો છો. અહીં અમે તમને માર્કેટમાં અવેલેબલ 5 બેસ્ટ સ્ટાઈલિશ સ્કૂટર્સ વિશે જણાવી રહ્યાં છીએ. સ્ટાઈલિશ લુકવાળા આ સ્કૂટર્સની માઈલેજ પણ શાનદાર છે. એક્ટિવા 5G
એક્ટિવા દેશનું સૌથી વધુ વેચાનારું સ્કૂટર છે. એક્ટિવા 5G લોકોમાં ખૂબ જ પૉપ્યુલર છે. તેની શરૂઆતી કિંમત 55,470 રૂપિયા છે. તેમાં 109.19ccનું એન્જિન છે, જે 8bhpનો પાવર જનરેટ કરે છે. સ્કૂટરમાં LED હેડલેમ્પ અને સેફ્ટી માટે કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) આપવામાં આવી છે. એક્ટિવા 5Gની માઈલેજ 60 કિમી પ્રતિ લીટર છે. ટીવીએસ જ્યૂપિટર
TVSએ આ સ્કૂટર હોન્ડા એક્ટિવાની ટક્કરમાં લૉન્ચ કર્યું છે. આની શરૂઆતી કિંમત 53,741 રૂપિયા છે. જ્યૂપિટર માં 8bhp પાવરવાળું 109.7ccનું એન્જિન છે. આની માઈલેજ 62 કિમી પ્રતિ લીટર છે. આ સ્કૂટર 8 કલર્સમાં ઉપલબ્ધ છે. હીરો માએસ્ટ્રો એજ ધનતેરસ પર તમે હીરોનું આ સ્ટાઈલિશ સ્કૂટર ઘરે લાવી શકો છો. માએસ્ટ્રો એજની શરૂઆતી કિંમત 52,130 રૂપિયા છે. આમાં 110.9ccનું એન્જિન છે, જે 8bhpનો પાવર જનરેટ કરે છે. હીરોના આ સ્કૂટરની માઈલેજ 53 kmpl પ્રતિ લીટર છે. સુઝુકી એક્સેસ 125 સુઝુકીનું આ સ્કૂટર પણ ઘણું લોકપ્રિય છે. એટ્રેક્ટિવ લુકવાળા સુઝુકી એક્સેસ 125ની શરૂઆતી કિંમત 58,323 રૂપિયા છે. આમાં 124ccનું એન્જિન છે, જે 8.7 ps નો પાવર જનરેટ કરે છે. સુઝીકી એક્સેસની માઈલેજ 64 કિમી પ્રતિ લીટર છે. યામાહા રે-ઝેડ
ધનતેરસ પર આ સ્કૂટર પણ તમારા માટે એક સારું ઑપ્શન છે. આની શરૂઆતી કિંમત 52,247 રૂપિયા છે. યામાહા રે-ઝેડમાં 113ccનું એન્જિન જે 7.2 PSનો પાવર જનરેટ કરે છે. આ સ્કૂટરની માઈલેજ 62 કિમી પ્રતિ લીટર છે. યામાહા રે-ઝેડ 4 કલર્સમાં ઉપલબ્ધ છે. ઑફર્સનો પણ મળી શકે છે લાભ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખી મોટાભાગની કંપનીઓ અત્યારે ઘણી ઑફર્સ આપી રહી છે. આ ઑફર્સમાં કેશ ડિસ્કાઉન્ટ, ઓછો વ્યાજ દર, ઓછું ડાઉન પેમેન્ટ અને એક્સચેન્જ બોનસ વગેરે શામેલ છે. તમને તમારા ફેવરેટ સ્કૂટર પર કઈ ઑફર મળે છે, તેની જાણકારી ડીલરશિપ પર લઈ શકે છે. જણાવી દઈએ કે, અહીં સ્કૂટર્સની જણાવવામાં આવેલી કિંમત એક્સ શોરૂમની છે અને માઈલેજનો આંકડો ARAI (ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઈન્ડિયા) અનુસાર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો