એપશહેર

વોલ્વો કારના આ મોડલ પર મળી રહ્યું છે રૂપિયા 3 લાખનું ડિસ્કાઉન્ટ

કંપનીના આ સેગમેન્ટમાં XC40 એકમાત્ર એવી ગાડી છે કે જેમાં રડાર આધારિત એક્ટિવ સેફ્ટી ફીચર છે. જે આ કારને અન્ય કારની સાથે અથડાતા રોકે છે.

I am Gujarat 13 Aug 2020, 3:52 pm
નવી દિલ્હી: વોલ્વો કાર (Volvo Car) ઈન્ડિયા SUV XC40 મોડલની એક્સ-શૉરૂમ કિંમત પર રૂપિયા 3 લાખનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ખાસ સ્કીમ હેઠળ આ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને વધુ આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે.
I am Gujarat q4


વોલ્વો કાર ઈન્ડિયાએ જણાવ્યું કે તેમણે 'Hassle-Free Offer' નામની એક સ્કીમની શરૂઆત કરી છે. જે હેઠળ ગ્રાહક SUV XC40 મોડલની કાર રૂપિયા 36.9 લાખની કિંમતમાં ખરીદી શકે છે. આ સાથે જ ગ્રાહકને રૂપિયા 1 લાખની કિંમતની કોમ્પલીમેન્ટ્રી એક્સેસરીઝ (સહાયક-સામગ્રી) પણ મળશે. હાલ વોલ્વો કાર ઈન્ડિયાના આ મોડલની કિંમત 39.9 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.

વોલ્વો કાર ઈન્ડિયાના એમડી ચાર્લ્સ ફ્રમ્પે કહ્યું કે 'અમે એવી ઈકો સિસ્ટમ બનાવવા માગીએ છીએ જ્યાં ગ્રાહક XC40ના આરામદાયક ફીચર્સ અને ટેક્નોલોજી પર વધારે ધ્યાન આપી શકે. તેઓને કિંમતને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.' 'Hassle-Free Offer'ની આ વિશેષતા છે.

કંપનીના આ સેગમેન્ટમાં XC40 એકમાત્ર એવી ગાડી છે કે જેમાં 'સિટી સેફ્ટી વિથ સ્ટીયરિંગ અસિસ્ટ' જેવા રડાર આધારિત એક્ટિવ સેફ્ટી ફીચર છે. જે ફીચર (વિશેષતા) આ કારને અન્ય કારની સાથે અથડાતા રોકે છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી આ ફીચર એક્ટિવ રહે છે. રસ્તા પર ચાલતા લોકો અને મોટા જાનવરની સાથે એક્સિડેન્ટ થવાની આશંકા પણ તે ઓછી કરી નાખે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો