એપશહેર

લાંબુ રોકાણ કર્યા બાદ 10 ઓક્ટોબરથી ચોમાસાની વિદાય

I am Gujarat 8 Oct 2019, 9:32 am
71473124 નવી દિલ્હી:ભારતનાં હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, ચોમાસુ 10 ઓક્ટોબરથી વિદાય લેશે. આમ ચોમાસું પૂરું થવામાં એક મહિનાથી પણ વધારે સમયનો વિલંબ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસું પૂરું થવાનો આ સૌથી લાંબો વિલંબ છે.
I am Gujarat 10 132
લાંબુ રોકાણ કર્યા બાદ 10 ઓક્ટોબરથી ચોમાસાની વિદાય


સામાન્ય રીતે, ચોમાસુ પહેલી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે. આ વર્ષે ચોમાસું ‘સામાન્યથી ઉપર’ રહ્યું છે અને હવામાન વિભાગે લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 110 ટકા ભેજ નોંધ્યો છે. વર્ષ 1961થી 2010ની વચ્ચે 88 સેન્ટિમીટર LPA છે.

“રાજસ્થાનમાં 6 ઓક્ટોબરની આસપાસ મીન સી લેવલથી લગભગ 1.5 કિલોમીટર ઉપર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ હોવાની શક્યતા છે, જેથી નૈઋત્યના ચોમાસાનો અંત 10 ઓક્ટોબરની આસપાસ વાયવ્યથી શરૂ થાય તેવી સંભાવના છે” એવી આગાહી હવામાન વિભાગે રવિવારે કરી હતી. “7 ઓક્ટોબરથી વાયવ્ય ભારતમાં વરસાદ બંધ થવાની શક્યતા છે અને ચોમાસાની વિદાયના સંકેત મળી શકે છે” એમ સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડન્ટ (મેટેઓરોલોજી એન્ડ ક્લાયમેટ ચેન્જ) મહેશ પલાવતે કહ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો