એપશહેર

હીરો મોટોકોર્પનો ચોખ્ખો નફો 10% ઘટ્યો

I am Gujarat 24 Oct 2019, 12:09 pm
71733437 નવી દિલ્હી:દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે બીજા ક્વાર્ટરમાં 10 ટકાની વૃદ્ધિ સાથે ₹883.78 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ₹981.99 કરોડ હતો. કંપનીની આવક 16.4 ટકા ઘટીને ₹7,660.60 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹9,168.24 કરોડ હતી.
I am Gujarat 10 133
હીરો મોટોકોર્પનો ચોખ્ખો નફો 10% ઘટ્યો


કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 16,91,420 ટુ-વ્હીલર્સનું વેચાણ કર્યું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળાના 21,34,051 યુનિટ્સની તુલનામાં 20.7 ટકા ઘટાડો દર્શાવે છે.

બીજા ક્વાર્ટરમાં કંપનીએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) જાહેર કરી હતી. VRSનો સ્વીકાર કરનારા કર્મચારીઓ માટે કંપનીએ નાણાકીય પરિણામમાં અસાધારણ ખર્ચ તરીકે ₹60.11 કરોડની જોગવાઈ કરી છે.

હીરો મોટોકોર્પના હેડ (સેલ્સ, આફ્ટરસેલ્સ અને પાર્ટ્સ) સંજય ભાને જણાવ્યું હતું કે, “કંપનીએ પહેલી ‌વખત વાહન ખરીદનારા લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફાઇનાન્સના વિવિધ ઇનોવેટિવ વિકલ્પોની મદદથી આ ખરીદદારો વૃદ્ધિને વેગ આપશે.” તેમણે કહ્યું હતું કે, “અત્યારે ચાલી રહેલી તહેવારોની સીઝનમાં આ પગલાથી અમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.”

તેમણે જણાવ્યું હતું કે, “અમે તહેવારોની સીઝન પૂરી થયા પછી અમારી પહેલી BS-V મોટરસાઇકલના લોન્ચિંગની તૈયારી કરી રહ્યા છીએ. તે આગામી કેટલાક મહિનામાં અમારા વાહનોની રેન્જના BS-VIમાં રૂપાંતરનો પ્રારંભ કરશે.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો