એપશહેર

અર્થવ્યવસ્થાને સુધારવા માટે નિર્મલા સીતારમણની 10 મોટી જાહેરાત

Hitesh Mori | I am Gujarat 23 Aug 2019, 10:16 pm
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દૂર કરવા માટે શુક્રવારે અનેક મહત્વની જાહેરાત કરી. નાણાં મંત્રીએ ગ્રાહકો વચ્ચે માંગ વધારવાથી લઈને ઉદ્યોગ જગતને રાહત આપતી જાહેરાત કરી છે. છેલ્લા ઘણા મહીનાથી ઓટોમોબાઈલ સહિત અન્ય ઉદ્યોગની બગડતી હાલતને જોતા નાણાં મંત્રાલયે આ પગલા ઉઠાવવા મજબૂર બનવું પડ્યું. નાણા મંત્રાલયે કહ્યું કે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલા ઉઠાવવામાં આવ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોહોમ અને ઓટો લોન સસ્તી થશેસીતારમણે કહ્યું કે બેંકોએ આરબીઆઈ દ્વારા રીપો રેટમાં કરેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકોને પહોંચાવાનો નિર્ણય કર્યો છે. તેના માટે તેઓ રીપો રેટ અથવા એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ લોન પ્રોડક્ટ્સ પહેલા જ લોન્ચ કરી ચૂક્યા છે. બેંકોના આ પગલાથી સ્પષ્ટ છે કે ગ્રાહકોને હવે હોમ અને ઓટો લોન સસ્તી મળશે.30 દિવસમાં જીએસટી રિફંડજીએસટી રિફંડમાં મોડુ થવાને કારણે ધંધામાં મુશ્કેલી અનુભવતા વેપારીઓને નાણાં મંત્રીએ રાહત આપી છે. તમામ પ્રકારના બાકી રહેલા જીએસટીનું રિફંડનું પેમેન્ટ 30 દિવસની અંદર કરવામાં આવશે. નાણાં મંત્રીએ કહ્યું કે હવે ભવિષ્યમાં જીએસટી રિફંડ 60 દિવસની અંદર જ કરવામાં આવશે.બીએસ4 વાહનો પર રાહતજેમની પાસે બીએસ4 વાહનો છે, તેમનો ઉપયોગ રજિસ્ટ્રેશન પીરિયડ સુધી કરી શકશે.એટલું જ નહીં માર્ચ 2020 સુધી ખરીદી પર બીએસ4 માનકવાળા વાહનો માન્ય રહેશે.વાહનો પર રજિસ્ટ્રેશન ચાર્જ માફીવાહનો માટે ભારે-ભરખમ રજિસ્ટ્રેશન ચાર્જ આગામી જૂન સુધી ટાળી દેવામાં આવ્યો છેબેંકોને મળશે 70 હજાર કરોડની રોકડકેન્દ્ર સરકાર સરકારી બેંકોમાં 70 હજાર કરોડ રૂપિયા રોકાણ કરશે. કેન્દ્ર સરકારના આ પગલાથી બેંકો વધુ લોન આપી શકશે. સરકારને આશા છે કે 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાથી અર્થવ્યવસ્થામાં પાંચ લાખ કરોડ રૂપિયા આવશે.ઈનકમ ટેક્સ નોટિસનો જલદી ઉકેલતમામ ઈનકમ ટેક્સ નોટિસનો નિકાલ 3 મહિનાની અંદર કરવાનો રહેશે.સરળ થશે જીએસટીની સિસ્ટમનાણાં મંત્રીએ જીએસટીની સિસ્ટમને સરળ કરવામાં આવશે. જેથી કરદાતાઓને ફાઈલિંગમાં મુશ્કેલી ઓછી પડે.ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા ઉત્પીડન પર લાગશે બ્રેકનાણાં મંત્રીએ ઈનકમ ટેક્સ ઓફિસરના ઉત્પીડને ખતમ કરવા માટે સંકલ્પ લીધો છે. જૂની ટેક્સ નોટિસ પર એક ઓક્ટોબર સુધી નિર્ણય લેવાનો રહેશે.15 દિવસમાં મળશે લોન ડોક્યુમેન્ટસરકારી બેંક ગ્રાહકોને લોન બંધ થયાના 15 દિવસની અંદર લોન ડોક્યુમેન્ટ પરત કરશે.સુપરરિચ પર વધેલો સરચાર્જ પરતબજેટ દરમિયાન સુપરરિચ પર વધેલો સરચાર્જનો નિર્ણય નાણાં મંત્રીએ પરત લીધો છે. તેનાથી એફપીઆઈ અને ઘરેલૂ નિવેશકોને રાહત મળશે અને માર્કેટમાં આવેલી સુસ્તી દૂર થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો