એપશહેર

કપાસના ઉત્પાદનમાં 12 ટકાનો વધારો શક્ય

I am Gujarat 18 Jul 2017, 2:49 pm
જયશ્રી ભોંસલે
I am Gujarat 12 46
કપાસના ઉત્પાદનમાં 12 ટકાનો વધારો શક્ય


પૂણે:અસ્થિર વાતાવરણ છતાં કપાસના ટ્રેડર્સને વિશ્વાસ છે કે 2017-18માં કપાસના ઉત્પાદનમાં આશરે 12 ટકાનો વધારો થશે કેમ કે વધુ ને વધુ ખેડૂતો કઠોળ તથા સોયાબીનના પાકના બદલે કપાસ તરફ વળ્યા છે. ઉદ્યોગના અંદાજ અનુસાર આ વર્ષે દેશમાં 38 કરોડ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાની શક્યતા છે જે ગયા વર્ષની સરખામણીએ ચાર કરોડ ગાંસડી વધારે હશે.

ઓલ ઇન્ડિયા કોટનસીડ ક્રશર્સ એસોસિયેશનના ચેરમેન સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 2017-18માં કપાસના ઉત્પાદનમાં આશરે 10-12 ટકાનો વધારો થશે. આગલા વર્ષે 34 કરોડ ગાંસડીનું ઉત્પાદન થયું હતું તે વધીને કદાચ 38 કરોડ થઈ શકે.

14 જુલાઈની સ્થિતિએ પ્રમાણે 90.88 લાખ હેક્ટર જમીન કપાસના વાવેતર હેઠળ હતી જે એક વર્ષ અગાઉ 73.93 લાખ હેક્ટર જમીનની સરખામણીએ 17 ટકા વધારે હતી. મોટા ભાગના ખેડૂતોએ વાવેતર પૂર્ણ કર્યું છે કેમ કે સંશોધન સંસ્થાઓએ 15 જુલાઈ પછી વાવેતર ન કરવાની સલાહ આપી હતી.

કપાસ ઉગાડનારાઓએ મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટકના કપાસ ઉગાડનારા પ્રદેશોમાં અપૂરતા વરસાદની અવગણના કરી છે અને કહી રહ્યા છે કે તેની ઉત્પાદનના અંદાજો પર કોઈ મોટી અસર નહીં થાય. બાજોરિયા કહે છે કે ખેડૂતો કઠોળ તથા સોયાબીનના પાક તરફથી કપાસના પાક તરફ વળી રહ્યા છે.

કઠોળ અને સોયાબીનની કિંમત લઘુતમ ટેકાની કિંમતથી પણ નીચી ચાલી રહી છે જ્યારે કપાસનો પાક એવા કેટલાક પાકમાંનો એક હતો કે જેમણે ખેડૂતોને સારું વળતર આપ્યું હતું.

કપાસના બિયારણનો વેપાર કરતી કંપનીઓએ પણ તેમના વેચાણમાં સ્વસ્થ વૃદ્ધિ હોવાનું સમર્થન કર્યું હતું. નેશનલ સીડ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ એમબી શેમ્બેકાએ જણાવ્યું હતું કે અમારા પ્રાથમિક અંદાજો એવા છે કે આ વર્ષે કપાસના બિયારણના વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ ઓછામાં ઓછો 10 ટકાનો વધારો થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો