એપશહેર

કંપનીઓનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 12.5% વધ્યો

I am Gujarat 21 Oct 2019, 8:48 am
71680833 મુંબઈ:’રિઝલ્ટ સિઝન’ ચાલી રહી છે ત્યારે કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામનો પ્રારંભિક ટ્રેન્ડ ચોખ્ખા નફામાં વૃદ્ધિનો સંકેત આપે છે. જોકે, ચોખ્ખા નફામાં વૃદ્ધિનું મુખ્ય કારણ કોર્પોરેટ ટેક્સમાં તાજેતરનો ઘટાડો છે. આવકમાં 10 ટકાથી ઓછી વૃદ્ધિ માંગ પર દબાણ દર્શાવે છે.
I am Gujarat 12 5 2
કંપનીઓનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 12.5% વધ્યો


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર કરી ચૂકેલી 69 કંપનીના કુલ ચોખ્ખા નફામાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 12.5 ટકા વધારો નોંધાયો છે, જે છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી વધુ છે. જોકે, આવકમાં વૃદ્ધિ 5.6 ટકા રહી છે, જે પાંચ ક્વાર્ટરની નીચી સપાટી છે. બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓ સિવાય આવક અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ અનુક્રમે 4.9 ટકા અને 10.5 ટકા રહી છે. બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને ગણતરીમાં લીધા વગર આવક અને નફામાં વૃદ્ધિના નીચા આંકડા બેન્કોની કામગીરીમાં વાર્ષિક ધોરણે સુધારો સૂચવે છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને કારણે ભારતીય કોર્પોરેટ જગતની વધુ સારી નફાવૃદ્ધિ દર્શાવવામાં મદદ મળશે, પણ એ લાભ કેટલો હશે એ બાબતે અત્યારથી કંઈ કહેવું ઘણું વહેલું છે. કારણ કે વૃદ્ધિનો મોટો આંકડો મહદ્અંશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને IT કંપનીઓને આભારી છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ નફાની રીતે દેશની સૌથી મોટી કંપની છે. જેમકે, સમીક્ષા હેઠળની 69 કંપનીની કુલ આવકમાં રિલાયન્સ 50 ટકા અને નફામાં લગભગ 36 ટકા હિસ્સો ધરાવે છે. રિલાયન્સ અને IT કંપનીઓ સંયુક્ત રીતે 69 કંપનીના કુલ ચોખ્ખા નફામાં 83.7 ટકા અને આવકમાં 78.5 ટકા હિસ્સો ધરાવે છે. આગામી સમયમાં વધુ કંપનીઓના પરિણામની જાહેરાત સાથે ટ્રેન્ડ વધુ સ્પષ્ટ બનશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો