એપશહેર

ભારતી ઇન્ફ્રાટેલ: 2019-’20 સુધી આવક, EBITDA ઘટશે: એનાલિસ્ટ્સ

I am Gujarat 10 Sep 2018, 12:51 pm
65751262 કલ્યાણ પરબત
I am Gujarat 2019 20 ebitda
ભારતી ઇન્ફ્રાટેલ: 2019-’20 સુધી આવક, EBITDA ઘટશે: એનાલિસ્ટ્સ


કોલકાતા: ભારતી એરટેલની ટેલિકોમ ટાવર કંપની ભારતી ઇન્ફ્રાટેલની આવક અને ઓપરેટિંગ ઇન્કમ 2019-’20 સુધીનાં ત્રણ વર્ષ સુધી ઘટવાની શક્યતા એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરના મર્જર પછીની સંયુક્ત કંપની દ્વારા ભાડે લીધેલા અનેક ટાવરના કરારો રદ થવાથી આ અસર પડવાની સંભાવના છે. સ્વિટ્ઝર્લેન્ડની બ્રોકરેજ UBSને અંદાજ છે કે, વોડાફોન આઇડિયા દ્વારા તાજેતરમાં કેન્સલ થયેલા ટાવર કરારને કારણે નાણાકીય વર્ષ 2018-’20 દરમિયાન ભારતી ઇન્ફ્રાટેલની આવક 10-12 ટકા ઘટી શકે છે જ્યારે ઓપરેટિંગ ઇન્કમ (EBITDA) 15-18 ટકા ઘટી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતી ઇન્ફ્રાટેલને ગયા સપ્તાહે વોડાફોન આઇડિયા લિ તરફથી 27,447 ટાવર સાઇટ બંધ કરવાની નોટિસો મળી હતી. આ સાઇટ પહેલી સપ્ટેમ્બરથી બંધ થઈ હતી, જેના કારણે ભારતી ઇન્ફ્રાટેલની માસિક આવકમાં ₹60-65 કરોડની ખોટ થશે.

બેન્ક ઓફ અમેરિકા-મેરિલ લિન્ચ (BoA-ML) જણાવે છે કે, “વોડાફોન આઇડિયાએ અગાઉ તેમની 73,000 ઓવરલેપિંગ સાઇટ્સ હોવાનું જણાવ્યું હતું અને તેને જોતાં આગામી સમયમાં ભારતી ઇન્ફ્રાટેલના વધુ ટાવરના કરારો રદ થાય તેવી ધારણા છે. વોડાફોન આઇડિયાએ તો નેટવર્ક ઇન્ટિગ્રેશનની હજુ શરૂઆત કરી છે અને આવતા ૧૨ મહિનામાં હજુ આવા ઘણા ટાવરના કરાર રદ થઈ શકે છે.”

ભારતી ઇન્ફ્રાટેલનો શેર છેલ્લે ગયા શુક્રવારે ₹277.80એ બંધ રહ્યો હતો અને તેની પહેલાં ગુરુવારે ₹265ના 52 સપ્તાહના તળિયે પહોંચી ગયો હતો. 7 સપ્ટેમ્બરના રિસર્ચ રિપોર્ટમાં ICICIડાયરેક્ટ.કોમ દ્વારા આ શેરને ₹290ના ટાર્ગેટ સાથે ‘હોલ્ડ’ રેટિંગ આપવામાં આવ્યું હતું.

એડલવાઇસ માને છે કે, ભારતી ઇન્ફ્રા માટે વૃદ્ધિની તક મર્યાદિત છે કારણ કે, રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ પોતાના ટાવર પાથરી રહી છે, જ્યારે વોડાફોન આઇડિયાએ કોન્સોલિડેશનની કવાયત હાથ ધરી છે. આથી, કંપનીએ તેના શેરહોલ્ડર્સને સારું રિટર્ન આપવું હોય તો ફાઇબર ઓપ્ટિક નેટવર્ક્સ અને સ્માર્ટ સિટી જેવા સંબંધિત બિઝનેસોમાં મૂડીખર્ચ વધારવો જરૂરી છે.

IIFL ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ લખે છે કે, ભારતી ગ્રૂપે તાજેતરમાં ફાઇબર કંપની રચવાની હિલચાલ હાથ ધરી હતી એટલે ભારતી ઇન્ફ્રાટેલ માટે વૃદ્ધિ મર્યાદિત બની જશે.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો