એપશહેર

જેફ બેઝોસની જાહેરાત : 5 વર્ષમાં 70 હજાર કરોડની 'મેક ઈન ઈન્ડિયા' પ્રોડક્ટની નિકાસ કરશે એમેઝોન

Shailesh Thakkar | I am Gujarat 15 Jan 2020, 7:42 pm
એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. બુધવારે તેમણે કહ્યું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચ દ્વારા 2025 સુધી 10 અબજ ડૉલર (70 હજાર કરોડ રૂપિયા)ની ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સની નિકાસ કરશે. આ ઉપરાંત તે સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝને ડિજિટલ બનાવવા માટે 1 અબજ ડૉલરનું રોકાણ કરશે. આનાથી આ કંપનીઓ ઑનલાઈન બિઝનેસ સાથે જોડાઈ શકશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો21મી સદી ભારતની હશેજેફ બેઝોસે મંગળવારે ભારત પહોંચ્યા હતા. ભારત અને અમેરિકાના પરસ્પર સંબંધો અંગે તેમણે કહ્યું કે, 21મી સદી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સદી ભારતની હશે. જાણકારી અનુસાર, તે આજે ઘણા ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.દુનિયાભરમાં પહોંચશે મેક ઈન ઈન્ડિયાના ઉત્પાદનોઆના પહેલા એમેઝોન ભારતમાં 5.5 અબજ ડૉલરના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂકી છે. અમેરિકાની બહાર ભારત એમેઝોન માટે સૌથી મહત્વપૂર્ણ બજાર છે. બેઝોસે કહ્યું કે, અમે ભારત સાથે લાંબા સમયગાળાની ભાગીદારી અંગે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે, એમેઝોનનું માનવું છે કે, આ રોકાણથી લાખો લોકોને દેશની ભવિષ્યની સમૃદ્ધિનો ભાગ બનાવી શકાશે. સાથે જ દુનિયાભરની સામે ‘મેક ઈન ઈન્ડિયા’ પહોંચાડી શકાશે.CCIએ એમેઝોન વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છેબેઝોસ એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI)એ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ અને અન્ય વસ્તુઓની તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ નાના દુકાનદાર ઑનલાઈન કંપનીઓ વિરુદ્ધ દેશમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ગત વર્ષે સરકારે વિદેશી રોકાણવાળી ઈ-કૉમર્સ કંપનીઓ માટે નિયમો આકરા કરી દીધા હતા. આ અંતર્ગત કંપનીઓએ એવા વિક્રેતાઓની પ્રોડક્ટ્સ વેચવા પર રોક લગાવી દીધી હતી જેમાં તેમની ભાગીદારી હોય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો