એપશહેર

ચીનથી બહાર નીકળશે એપલ! ભારતમાં 7500 કરોડનું રોકાણ કરી શકે

Yogesh Gajjar | I am Gujarat 12 Jul 2020, 12:45 pm

ભારત-ચીન તણાવ વચ્ચે એક મોટી ખબર આવી રહી છે જે તાઈવાનની કંપની ફોક્સકોન સાથે જોડાયેલી છે. આ કંપની ભારતમાં પોતાની ફેક્ટરીને વધારે મોટી કરવાની તૈયારીમાં છે, જે ચેન્નઈ પાસે શ્રી પેરુંબુદૂરમાં સ્થિત છે. આ માટે કંપની લગભગ 1 અબજ ડોલર એટલે કે અંદાજે 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહી છે. અહીં તાઈવાનની આ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર કંપની એપલના આઈફોનને એસેમ્બલ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ચીનથી પોતાનું પ્રોડક્શન શિફ્ટ કરી રહ્યું છે એપલ

I am Gujarat apple iphone assembling foxconn may invest in india
ચીનથી બહાર નીકળશે એપલ! ભારતમાં 7500 કરોડનું રોકાણ કરી શકે

એપલ ચીનમાંથી પોતાનું પ્રોડક્શન શિફ્ટ કરવાનું વિચારી રહ્યું છે, તેમ કંપનીના આ નિર્ણયથી મનાઈ રહ્યું છે. કારણ કે કોરોના વાયરસના કારણે પહેલાથી જ બેઈજિંગ અને વોશિંગ્ટન વચ્ચે ટ્રેડ વોર છેડાયેલો છે. એક સૂત્રએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે, એપલની તરફથી તેમના ક્લાયન્ટ્સને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તેઓ પોતાનું પ્રોડક્શન ચીનથી બહાર શિફ્ટ કરે અને તેની અસર જોવા પણ મળી રહી છે.

3 વર્ષમાં થશે આ રોકાણ
એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, ફોક્સકોને શ્રીપેરુંબદૂર પ્લાન્ટમાં રોકાણની યોજના બનાવી છે, જ્યાં આઈફોન એક્સઆર મોડલ બન્યું છે. તેણે જણાવ્યું કે, આ રોકાણ 3 વર્ષોની અંદર થશે. ફોક્સકોન દ્વારા એપલના જે અન્ય મોડલ બનાવાય છે, તેમને પણ હવે ભારતના પ્લાન્ટમાં જ બનાવવામાં આવશે. તાઈવાનના તાઈપેઈમાં ફોક્સકોનનું હેડક્વાર્ટર છે અને કંપનીના આ નિર્ણયથી શ્રીપેરુંબદૂર પ્લાન્ટમાં લગભગ 6000 નોકરીઓ આવશે. ઉલ્લેખનીય છે કે આ કંપનીનો આંધ્ર પ્રદેશમાં પણ એક પ્લાન્ટ છે, જેમાં કંપની ચીનની શાઓમી કંપની માટે સ્માર્ટફોન બનાવે છે.

પાછલા મહિને મળી ગયા હતા સંકેત
ફોક્સકોનના ચેરમેન લિઉ યોંગે પાછલા મહિને જ કહ્યું હતું કે કંપની ભારતમાં પોતાનું રોકાણ વધારશે, પરંતુ કોઈ વિસ્તૃત જાણકારી નહોતી આપી. ભારતમાં સ્માર્ટફોનના વેચાણનો 1 ટકા હિસ્સો એપલ પાસે છે, જે દુનિયાની બીજી સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની છે. એપલ કંપની પોતાના કેટલાક મોડલને બેંગલુરુ સ્થિતિ તાઈવાનની કંપની વિસ્ટ્રોન કોર્પ પાસે પણ એસેમ્બલ કરાવે છે. ઉલ્લેખનીય છે કે આ કંપની પોતાના વધુ એક નવો પ્લાન્ટ શરૂ કરવાની છે, જેમાં એપલના કેટલાક વધુ મોબાઈલ ફોન બનશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો