એપશહેર

ઓનલાઈન ફ્રોડને રોકવા માટે બેંકોએ આપી આ 5 ટિપ્સ

કોરોના સંકટ વચ્ચે ગત મહિનાઓ દરમિયાન દેશમાં સાઈબર ફ્રોડ સંબંધી કેસમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાઓને પગલે બેંકોએ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે, તે સતર્ક રહે અને સુરક્ષિત બેંકિંગ માટે કેટલીક પાયાની સાવધાનીઓનું પાલન કરવા સલાહ આપી છે. ઓનલાઈન ફ્રોડના મોટાભાગના કેસોમાં KYC કરાવવાની આડમાં ગુના થયાનું જાણવા મળ્યું છે. ઓનલાઈન છેતરપિંડીના વધતા કેસોને પગલે બેંકોએ ગ્રાહકોને સુરક્ષિત બેકિંગની રીતો અપનાવવાની સલાહ આપી છે.

I am Gujarat 11 Aug 2020, 6:43 pm
છેતરપિંડી કરનારા લોકો બેંક પ્રતિનિધિ બની લોકોનો સંપર્ક કરે છે અને અજાણ્યા આઈડી કે મોબાઈલ નંબરથી તેમને શંકાસ્પદ મેસેજ/લિંક મોકલી તેમને 'નો યોર કસ્ટમર' (KYC) પૂરું કે અપડેટ કરવા કહે છે અને તેમને એમ પણ કહે છે કે જો એવું નહીં કરવામાં આવે તો તેમનું અકાઉન્ટ બ્લોક કરી દેવાશે. આ મેસેજમં ગ્રાહકોને કહેવામાં આવે છે કે, તેઓ એક ખાસ નંબર પર કોલ કરે અથવા લિંક પર ક્લિક કરે. જ્યારે ગ્રાહક આ લિંક પર ક્લિક કરી દે છે કે પોતાની ગુપ્ત માહિતીઓ શેર/એન્ટર કરી દે છે તો છેતરપિંડી કરનારા તાત્કાલીક ગ્રાહકના અકાઉન્ટ સુધી પહોંચી જાય છે અને ગ્રાહકને પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવે છે. છેતરપિંડી કરનારા એવું પેજ કે વેબસાઈટ પણ બનાવી લે છે, જે બેંકની સત્તાવાર વેબસાઈટ જેવું હોય છે. ધ્યાનથી ન જુઓ તો અસલી કે નકલીની વચ્ચે ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે.
I am Gujarat be aware of online banking fraud important tips to remember
ઓનલાઈન ફ્રોડને રોકવા માટે બેંકોએ આપી આ 5 ટિપ્સ


KYC ઉપરાંત ઘણા પ્રકારે થાય છે ફ્રોડ

KYC સંબંધી ફ્રોડ ઉપરાંત ગ્રાહકોએ અન્ય પ્રકારે થતા ફ્રોડથી પણ સાવચેત રહેવું જોઈએ, જેમકે EMI અને UPI સંબંધી ફ્રોડ. કોટક મહિન્દ્રા બેંકમં પ્રોડક્ટ્સ, ઓલ્ટરનેટ ચેનલ્સ તેમજ કસ્ટમર એક્સપીરિયન્સ ડિલિવરીના પ્રેસિડન્ટ પુનીત કપૂરે કહ્યું કે, 'આજે ગ્રાહકો પાસે ઓનલાઈન બેન્કિંગ માટે ઘણા ટૂલ્સ ઉપલબ્ધ છે, જેના દ્વારા તેઓ ઘરેબેઠા સરળતાથી તેમજ સુરક્ષત રીતે અલગ-અલગ પ્રકારની લેવડ-દેવડ કરી શકે છે. પરંતુ, તે સાથે જ સાઈબર ગુનેગારોનું ઓનલાઈન ફ્રોડ પણ વધી ગયું છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા ગ્રાહક સતર્કતાથી નજર રાખે અને કેટલાક પાયાની સાવચેતીઓ રાખે, જેથી તે સુરક્ષિત રહીને બેન્કિંગ કરી શકે.'

પિન, કાર્ડ ડીટેલ્સ, CRN જેવી જાણકારી શેર ન કરો

પોતાના CRN, પાસવડ, કાર્ડની માહિતી, CVC, ઓટીપી, એટીએમ પિન, યુપીઆઈ પિન, મોબાઈલ બેન્કિંગ પિન જેવી સંવેદનશીલ જાણકારીઓ કોઈને ન આપો. માત્ર વિશ્વાસપાત્ર સ્ત્રોતોથી આવેલી લિંક પર જ ક્લિક કરો. જો, તમને કોઈ અજાણી વ્યક્તિ તરફથી કોઈ ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ આવે, જેમાં કોઈ શંકાસ્પદ લિંક પર તમને ક્લિક કરવા કહેવાયું હોય તો સાવચેત થઈ જજો અને એ મેસેજને ડિલીટ કરી દો. કોઈ ધમકી પર પ્રતિક્રિયા ન આપો. લોટરી લગાવા જેવા મેસેજથી લલચાશો નહીં. બેંક ક્યારેય આવા મેસેજ નથી મોકલતી.

​સ્ક્રીન શેરિગ ક્યારેય ન કરો

તમારા મનમાં શંકાના અવલોકનને એ રીતે વિકસિત કરો કે જ ઈમેલ આઈડી તમે પહેલા ક્યારેય જોયું ન હોય તેને ઓળખી શકાય. સ્ક્રીન શેરિંગ એપ્સ જેવી કે, એનીડેસ્ક, ટીમવ્યૂવર વગેરેને ડાઉનલોડ કરવાથી બચો, કેમકે તેના દ્વારા છેતરપિંડી કરનારા તમારા ગેજેટ્સ પર કાબુ મેળવી લે છે અને તમારી ગુપ્ત જાણકારી ચોરી લઈને તમારી જાણ બહાર તમારા બેકના ખાતા અને રૂપિયા સુધી પહોંચી જાય છે.

SMS સુવિધા એક્ટિવ કરો

યુપીઆઈથી રૂપિયા મેળવવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાની કે પિન/ઓટીપી એન્ટર કરવાની જરૂર નથી પડતી. બેન્કિંગ ટ્રાન્જેક્શન પર તાત્કાલીક અપડેટ મેળવવા માટે તમારી SMS અને ઈમેલ સુવિધાને એક્ટિવેટ કરો. ટ્રાન્જેક્શન સંબંધી મેસેજિસ અને પોપ-અપને ઝીણવટથી તપાસો.

​બેંકમાં અપડેટેડ કોન્ટેક્ટ ડીટેલ્સ રાખો

તમારી કોન્ટેક્ટ ડીટેલ્સને બેંકમાં અપડેટ રાખો. બેંક સાથે સંપર્ક માટેની જાણકારી માટે હંમેશા બેંકની સત્તાવાર વેબસાઈટની જ વિઝિટ કરો. એ જ રીતે, જ્યારે પણ ઈ-કોમર્સ કે કોઈ સર્વિસ પ્રોવાઈડરના નંબર ઓનલાઈન શોધતા હો તો સતર્ક રહો, કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જઈને નંબર પ્રાપ્ત કરો.

​નિયમિત રીતે સોફ્ટવેર અપડેટ કરો

તમારા લેપટોપ/મોબાઈલ મેન્યુફેક્ચરર દ્વારા નિયમિત રીતે સોફ્ટવેર અપડેટ આપવામાં આવે છે, તેને અપડેટ જરૂર કરો, જેથી તમારું ગેજેટ સુરક્ષિત રહે. તે ઉપરાંત તમારી સિસ્ટમમાં એક સારું એન્ટીવાયરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો જેથી છેતરપિંડીથી બચી શકાય.

Read Next Story