એપશહેર

જીયોની સામે BSNLનો દાવ, 1.20 રુ.માં 1GB

I am Gujarat 3 Sep 2016, 2:31 pm
નવી દિલ્હીઃ રિલાયન્સે 50 રુપિયામાં 1GB સુધી 4G ડેટા આપવાની જાહેરાત કરીને ટેલિકોમ માર્ટેકમાં તહેલકા મચાવી દીધો છે. ત્યારે હવે રિલાયન્સને પહોંચી વળવા સરકારી ટેલિકોમ કંપની BSNL મેદાને આવી છે અને BB-249 પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન અંતર્ગત યુઝર 1.20 રુપિયામાં 1GB ડેટા મેળવી શકશે. બ્રોડબેન્ડ માટે નવા યુઝર્સ મેળવવાના ઉદ્દેશ સાથેના આ પ્લાનમાં 249 રુપિયામં 300GB સુધીનો ડેટા ડાઉનલોડ કરી શકાશે.
I am Gujarat bsnl launches bb249 to counter reliance jio
જીયોની સામે BSNLનો દાવ, 1.20 રુ.માં 1GB


આ અંગે જાહેરાત કરતા BSNLના ચીફ જનરલ મેનેજર જીસી પાંડેએ જણાવ્યુ છે કે આ પ્લાનનો ફાયદો 6 મહિના સુધી ઉઠાવી શકાશે. પ્લાનમાં શરૂઆતની 1 જીબી માટે 2mbps સ્પિડ મળશે. જે બાદમાં 1mpbs થઇ જશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 9 સપ્ટેમબરથી આ પ્લાન લોન્ચ કરવામાં આવશે. આ પ્લાનમાં ડેટા લિમિટની ચિંતા કર્યા વગર જ યુઝર ઇચ્છે એટલો બ્રોડબેન્ડ ડેટા ડાઉનલોડ કરી શકશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો