એપશહેર

દંતમંજનથી ચમકી ગયો આ કંપનીનો નફો, ગત વર્ષની સરખામણીમાં 17% વધ્યો

દંતમંજન કારોબારે આ ત્રિમાસિક દરમિયાન વેચાણમાં સકારાત્મક વૃદ્ધિ કરી, કંપનીનો ખર્ચ ઘટતાં વધ્યો નફો

I am Gujarat 29 Jul 2020, 9:56 pm
નવી દિલ્હીઃ ફેમસ FMCG કંપની કોલગેટ-પામોલિવ ઈન્ડિયા લિમિટેડ (Colgate-Palmolive India Limited)નો ચોખ્ખો નફો 30 જૂન, 2020ના રોજ સમાપ્ત થતાં ત્રિમાસિકમાં 17.18 % વધીને 198.18 કરોડ રુપિયા થઈ ગયો છે. આ દરમિયાન ખર્ચ ઓછો હોવાના કારણે મદદ મળી છે. કંપનીએ ગત વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 169.11 કરોડ રુપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.
I am Gujarat colgate palmolive q1 profit rises 17 pc to rs 198 crore
દંતમંજનથી ચમકી ગયો આ કંપનીનો નફો, ગત વર્ષની સરખામણીમાં 17% વધ્યો


ખર્ચ ઘટતાં વધ્યો નફો
રેગ્યુલેટરી ઈન્ફોર્મેશનમાં જણાવાયું છે કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 1,046.90 કરોડ રુપિયા હતી, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 1,100.03 કરોડની કુલ આવક કરતા 4.82 ટકા ઓછી છે. વર્ષ 2019-20ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ રૂ. 780.01 કરોડ હતો, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 837.22 કરોડના કુલ ખર્ચ કરતા 6.83 ટકા ઓછો છે.

દંતમંજનની મહત્વની ભૂમિકા
સીપીઆઈએલના મેનેજિંગ ડિરેક્ટર રામ રાઘવાને જણાવ્યું હતું કે, અમારા દંતમંજન કારોબારે આ ત્રિમાસિક દરમિયાન વેચાણમાં સકારાત્મક વૃદ્ધિ કરી છે. જે બ્રાન્ડના મજબૂત લક્ષણો અને પોર્ટફોલિયો કામગીરીને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, બ્રાન્ડ વધુ મજબૂત બની છે અને ગ્રાહકોનો બ્રાન્ડ સાથે વિશ્વાસ વધ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો