એપશહેર

ક્યાં છે મંદી? આ શહેરમાં એક જ દિવસમાં વેચાયા 700 કરોડ રુપિયાના ફ્લેટ

I am Gujarat 15 Oct 2019, 3:59 pm
હાલ દેશમાં જ્યાં જુઓ ત્યાં મંદીની વાતો ચાલી રહી છે. દરેક લોકો પોતપોતાની રીતે મંદી હોવાના કારણો જણાવી રહ્યા છે. મંદી વિશેની લાંબી-લાંબી ચર્ચાઓ થઈ રહી છે. પણ, આ શહેરમાં એક કંપનીએ બે દિવસ પહેલા જ રૂપિયા 700 કરોડના રેડી ટૂ મૂવ ફ્લેટ વેચીને મંદીના સમાચારને ફટકો આપ્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પ્રાપ્ત જાણકારી મુજબ રિયલ્ટી કંપની ડીએલએફએ તેમના આ પ્રોજેક્ટમાં આશરે 504 ફ્લેટ બનાવ્યા હતા. બે દિવસ પહેલા કંપનીએ ગુરુગ્રામમાં ફ્લેટ વેચવાનું શરૂ કર્યું હતું. સવારે ફ્લેટ વેચવાનું શરૂ કર્યું તો સાંજ સુધીમાં 376 ફ્લેટ વેચાઈ ચૂક્યા હતા. અહીં દરેક ફ્લેટની કિંમત રૂપિયા 1 કરોડ 25 લાખની આસપાસ છે. આ તમામ ફ્લેટ્સ લગ્ઝરી ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. અને કંપનીની આ યોજના આશરે 22 એકરમાં ફેલાયેલી છે.
આ વ્યવસાય સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ બજારમાં લોકો બ્રાન્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામ શહેર હરિયાણામાં આવેલું છે. અને જે લોકો ફ્લેટ ખરીદી રહ્યા છે તેઓ આ ફ્લેટમાં રહેવા માગે છે, તેનું વેચાણ કરવા નથી માગતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો