એપશહેર

અર્થતંત્ર માટે મોટું સ્ટિમ્યુલસ જાહેર નહીં થવાનો સંકેત

I am Gujarat 23 Aug 2019, 9:26 am
70798041 નવી દિલ્હી:સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ક્રિષ્નમૂર્તિ સુબ્રમણિયને ગુરુવારે અર્થતંત્ર માટે મોટા સ્ટિમ્યુલસ પેકેજની શક્યતાને લગભગ નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, “નફો ખાનગી રખાય છે અને ખોટની જોરશોરથી જાહેરાત કરાય છે.” અને તે અર્થતંત્ર માટે સારું નથી.
I am Gujarat economy 76
અર્થતંત્ર માટે મોટું સ્ટિમ્યુલસ જાહેર નહીં થવાનો સંકેત


સુબ્રમણિયને કહ્યું હતું કે, “ઉદ્યોગો માટે તેજી અને મંદીના તબક્કા સામાન્ય હોય છે. સરકાર માટે ઉદ્યોગને મંદીના સમયમાં ટેકો આપવાની નીતિ નુકસાનકારક પુરવાર થઈ શકે.” હીરો માઇન્ડમાઇન સમિટ 2019માં બોલતાં સુબ્રમણિયને જણાવ્યું હતું કે, “વૃદ્ધિ ધીમી પડી હોવા છતાં 2-2.5 ટકાના દરે વધી રહેલા વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે.”

પેનલના નિષ્ણાતો એ બાબતે સંમત થયા હતા કે, અત્યારના સમયમાં ‘મંદી’ શબ્દનો ઉપયોગ બહુ બેદરકારીથી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારના પ્રોત્સાહન પેકેજની રાજકોષીય અસર ચકાસ્યા પછી જ આ મહત્ત્વનો નિર્ણય લેવો જોઈએ. સુબ્રમણિયને કહ્યું હતું કે, “વધુ પડતી નિરાશા અને સમજ્યા વગરનો ઉત્સાહ બંને સારાં નથી.” તેમણે જણાવ્યું હતું કે, “ઓટો સેક્ટરમાં અન્ય પરિબળોને કારણે મંદી છે, તેને અર્થતંત્રમાં નરમાઈનો સંકેત ગણવો જોઈએ નહીં. સરકાર અર્થતંત્ર માટે સ્ટિમ્યુલસ આપતી વખતે કેટલાક સિદ્ધાંતોને ધ્યાનમાં લેશે.”

નાણાં અને આર્થિક બાબતોના ભૂતપૂર્વ સચિવ સુભાષ ગર્ગે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે કોઈ મંદી નથી. ચાલુ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ છેલ્લાં 3-4 વર્ષની સરેરાશ કરતાં ઊંચી રહેશે. આપણે આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની વાતને વધુ પડતી ચગાવી રહ્યા છીએ.” ગર્ગે નોંધ્યું હતું કે, “ગયા નાણાકીય વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો આર્થિક વૃદ્ધિ, કંપનીઓના નફા અને ટેક્સ કલેક્શનની રીતે ઉત્તમ રહ્યો હતો. વધુમાં ચૂંટણી આધારિત સ્લોડાઉનની ચાલુ વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરના આંકડા પર પ્રતિકૂળ અસર થઈ હતી.

ગર્ગે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધીમી આર્થિક વૃદ્ધિની વાતો સૌથી વધુ થાય છે અને ચાલુ વર્ષે પણ એવું જ થઈ રહ્યું છે.” વીજ સચિવે ચેતવણી આપી હતી કે, “કોઈ પણ પ્રકારના સ્ટિમ્યુલસ માટે સરકારે વધારાનું ઋણ લેવું પડશે. તેને લીધે RBIના રેટ કટનો લાભ ગ્રાહકોને આપવાનું અટકી શકે.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો