એપશહેર

ટોપ-8 કંપનીઓના માર્કેટકેપમાં ₹41,660 કરોડનું ધોવાણ

I am Gujarat 16 Sep 2018, 3:17 pm
65828601 નવી દિલ્હી: વિતેલા સપ્તાહે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં ₹41,660 કરોડનું ધોવાણ થયું હતું. મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ ₹15,000 કરોડનો ફટકો સહન કરવો પડ્યો હતો.
I am Gujarat eight of top 10 sensex companies lose rs 41660 crore in m cap
ટોપ-8 કંપનીઓના માર્કેટકેપમાં ₹41,660 કરોડનું ધોવાણ


શુક્રવારે પૂરા થયેલા સપ્તાહે માત્ર HDFC અને ઈન્ફોસિસના માર્કેટકેપમાં જ ઉછાળો નોંધાયો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ ₹15,180.46 કરોડના ઘટાડા સાથે ₹7,94,074.52 કરોડ થયું હતું જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટકેપ ₹6,278.86 કરોડના ઘટાડા સાથે ₹7,89,949.92 કરોડ નોંધાયું હતું.

HDFC બેન્કનું માર્કેટકેપ ₹7,778.30 કરોડના ધોવાણ સાથે ₹5,50,915.33 કરોડ જ્યારે ITCનું માર્કેટકેપ ₹4,219.81 કરોડના નુકસાન સાથે ₹3,75,441.05 કરોડ નોંધાયું હતું.

FMCG કંપની હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડ (HUL)નું માર્કેટકેપ ₹1,904.89 કરોડના ઘટાડા સાથે ₹3,52,869.55 કરોડ જ્યારે મારુતિ સુઝુકી ઈન્ડિયાનું માર્કેટકેપ ₹3,011.74 કરોડ ઘટી ₹2,60,781.18 કરોડ નોંધાયું હતું.

PSU બેન્ક SBIનું માર્કેટકેપ ₹1,294.07 કરોડ ઘટીને ₹2,59,170.02 કરોડ જ્યારે કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટકેપ ₹1,992.38 કરોડના ઘટાડા સાથે ₹2,35,939.35 કરોડ નોંધાયું હતું.

આનાથી વિપરીત HDFCનું માર્કેટકેપ ₹238.24 કરોડ વધી ₹3,25,872.37 કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટકેપ ₹904.96 કરોડ વધી ₹3,21,163.52 કરોડ નોંધાયું હતું.

આ સાથે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓની યાદીમાં RILએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યારબાદ અનુક્રમે TCS, HDFC બેન્ક, ITC, HUL, HDFC, ઈન્ફોસિસ, મારુતિ, SBI અને કોટક મહિન્દ્રા બેન્કનો ક્રમ આવે છે.

વિતેલા સપ્તાહે સેન્સેક્સ 300 પોઈન્ટ્સ અથવા 0.77 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો