એપશહેર

પ્રાઈવેટ જૉબ કરી રહ્યાં છો? 2020માં આટલા ટકા વધી શકે છે તમારો પગાર

Shailesh Thakkar | I am Gujarat 6 Nov 2019, 9:19 pm
મુંબઈ : અર્થવ્યવસ્થામાં મંદી છતાં દેશનમાં આગામી વર્ષે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓનો પગાર 10 વધશે તેવું અનુમાન છે. એક રિપોર્ટમાં આવું કહેવામાં આવ્યું છે. વિલિસ ટાવર વૉટસનની ‘સેલેરી બજેટ પ્લાનિંગ’ (વેતન બજેટ યોજના) અનુસાર આ વર્ષે કર્મચારીઓના પગારમાં પ્રભાવી રીતે 9.9 ટકા વધારો થયો છે જે આગામી વર્ષે 10 ટકાએ પહોંચી શકે છે. પગારમાં 10 ટકાનો વધારો એક રિવાજ બની રહ્યો છે પણ આ આ એશિયા પેસેફિક વિસ્તારમાં સૌથી વધુ છે. ઈન્ડોનેશિયામાં કર્મચારીઓના પગારમાં 8 ટકા, ચીનમાં 6.45 ટકા, ફિલિપાઈન્સમાં 6 ટકા, હૉંગકોંગ અને સિંગાપોરમાં 4 ટકા વધારાનું અનુમાન છે. વિલિસ ટાવર્સ વૉટસન ઈન્ડિયાના કન્સલ્ટિંગ ચીફ (ટેલેન્ટ એન્ડ રિવૉર્ડ) રાજુલ માથુરે કહ્યું કે, ‘જોકે, એશિયા પેસેફિક વિસ્તારમાં ભારતમાં પગાર વધારો નિરંતર ઊંચો રહ્યો છે પણ કંપનીઓ સતર્ક અભિગમ અપનાવી રહી છે અને ગત વર્ષની સરખામણીએ આમાં કોઈ મોટો ફેરફારનો ઈરાદો નથી.’ કંપની સ્વચાલન અને ડિજિટાઈઝેશન સાથે જોડાયેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે જૂજ આધાર પર કૌશલ્ય આધારિત ક્ષતિપૂર્તિ સમાયોજન શરૂ કરી રહી છે. સર્વેના કાર્યકારી સ્તરે 2020 માટે પગારમાં સરેરાશ 10.1 ટકાના વધારાનું અનુમાન છે. ગત વર્ષે આ ટકાવારી 9.6 હતી. મેનેજમેન્ટની વચ્ચેના સ્તરના પ્રોફેશનલ્સની બાબતમાં આ વધારો 10.4 હોઈ શકે છે જે 2019માં 10.1 ટકા હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો