એપશહેર

મંદીની બુમરાણ વચ્ચે નિર્મલા સિતારમણે કરી મોટી રાહતોની જાહેરાત, જાણો તમને શું થશે ફાયદો

વિપુલ પટેલ | I am Gujarat 23 Aug 2019, 6:02 pm
નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદીની સ્થિતિને સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ટેક્સ સુધારાઓની જાહેરાત કરી છે. દેશમાં કેશ ફ્લોને વધારવા માટે 5 લાખ કરોડ રૂપિયા સરકાર બેંકોને આપશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રોકાણને વધારવા માટે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જને પાછો ખેંચવાની જાહેરાત કરી છે. વિદેશ સંસ્થાગત રોકાણકારો એટલે કે FPI પર પણ વધારાના સરચાર્જને પાછો લેવામાં આવશે. હવે ફરી એકવખત બજેટ પહેલાની સ્થિતિ પર પાછા જવાનો નિર્ણય લેવાયો છે. બજેટ પહેલા FPI પર 15 ટકા સરચાર્જ લાગતો હતો, જેને બજેટમાં 25 ટકા કરી દેવાયો હતો. કોર્પોરેટ સોશયલ રિસ્પોન્સિબિલિટીના ઉલ્લંઘનને તેમણે ક્રિમિનલ કેસ ન બનાવવાની વાતી કરી. તેમણે કહ્યું કે, માત્ર દંડ થશે. સ્ટાર્ટઅપ્સ પર લાગતા એન્જલ ટેક્સને પાછો ખેંચવાનો પણ નિર્ણય લેવાયો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialજીએસટીની ખામીઓ દૂર કરીશું: સીતારમણઆ સાથે જ બેંકો માટે 70,000 કરોડ રૂપિયાનું પેકેજ રિલીઝ કરવાની જાહેરાત કરાઈ છે. સરકાર તરફથી આર્થિક સુધારાનો ઉલ્લેખ કરતા નાણાં મંત્રીએ કહ્યું કે, જીએસટીમાં જે પણ ખામીઓ છે, તેને દૂર કરાશે. ટેક્સ અને લેબલ કાયદામાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. એ કહેવું ખોટું છે કે, સરકાર કોઈને હેરાન કરી રહી છે. સંપત્તિ બનાવનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે, કંપનીઓના વિલય અને અધિગ્રહણની મંજૂરી ઝડપથી આપવામાં આવી રહી છે. નાણાં મંત્રીએ કહ્યું કે, ટેક્સ હેરાનગતિના મામલા પર રોક લાગશે.આ પણ વાંચો: સુપર રિચ પર બજેટમાં વધારાયેલો સરચાર્જ પરત ખેંચાયો

દેશની અર્થવ્યવસ્થા પર નાણાં મંત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ

‘RBI રેટ કટનો લાભ ગ્રાહકો સુધી પહોંચશે’તે સાથે જ નાણાં મંત્રીએ કહ્યું કે, બેંકોએ રેટ કટનો લાભ હવે ગ્રાહકો સુધી પહોંચાડવા સંમતિ વ્યક્ત કરી છે. બેંકોમાંથી લોન લેનારા ગ્રાહકોને રાહત આપતા નાણાં મંત્રીએ કહ્યું કે, લોન ક્લોઝરના 15 દિવસની અંતર સિક્યોરિટી માટે જમા કરાવાયેલા દસ્તાવેજ ગ્રાહકોને પાછા આપવાના રહેશે. નાણાં મંત્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈકોનોમીનું એક પ્રેઝન્ટેશન પણ આપ્યું. કુલ 32 સ્લાઈડ્સમાં નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાની તસવીર રજૂ કરી.ઓટો સેક્ટર માટે પણ રાહતોની જાહેરાતઓટો સેક્ટર માટે પણ મોટી રાહતની જાહેરાત કરતા નાણાં મંત્રીએ કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનારા બીએસ-4 એન્જિનવાળા વ્હીકલ્સને ચલાવવામાં કોઈપણ મુશ્કેલી નહીં પડે. રજિસ્ટ્રેશન ફીમાં વધારાને પણ જૂન, 2020 સુધી ટાળી દેવાયો છે. તેમણે કહ્યું કે, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર સરકારના ભારને પગલે પેટ્રોલ અને ડીઝલવાળી ગાડીઓ બંધ થવાની આશંકા હતી અને તેને પગલે વેચાણ ઓછું થવાની ફરિયાદો આવી રહી હતી.

નિર્મલા સીતારમણે ટેક્સ સુધારાઓની કરી જાહેરાત

નાણાં મંત્રીએ કહ્યું કે, ચીન અને અમેરિકાથી વધારે છે આપણો ગ્રોથગ્લોબલ ઈકોનોમી વિશે વાત કરતા વૈશ્વિક જીડીપી 3.2 ટકા રહેવાની શક્યતા છે. ગ્લોબલ ડિમાન્ડ ઓછી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, ચીન અને અમેરિકા સહિત તમામ દેશોની સરખામણીએ આપણો જીડીપી ગ્રોથ વધુ છે. અમે અર્થવ્યવસ્થાઓ સાથે જોડાયેલી ચિંતાઓ દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ભારતનો ગ્રોથ પોતાના ટ્રેક પર છે. ઈકોનોમિક રિફોર્મ્સ ચાલુ રહેશે. પર્યાવરણ સાથે સંલગ્ન ક્લિયરન્સને પણ સરળ કરાયા છે. અમે બિઝનેસને મંજૂરી આપવાની પ્રક્રિયાને સતત સરળ કરી રહ્યા છીએ.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો