એપશહેર

રાજધાની, દુરન્તો, શતાબ્દી ટ્રેનોમાં ફ્લેક્સ ફેર સિસ્ટમ

I am Gujarat 8 Sep 2016, 12:03 pm
નવી દિલ્હી:મધ્યમવર્ગ માટે હવે રેલવેમાં મુસાફરી કરવી પણ મોંઘી બનવાની છે. હવે એરલાઇન્સની જેમ ટ્રેનોમાં પણ વહેલા તે પહેલાના ધોરણે ભાડાંનો નિયમ આવી રહ્યો છે. શતાબ્દી, રાજધાની અને દુરન્તોમાં સફર કરનારાઓ માટે ૯મી સપ્ટેમ્બરથી ભાડાંમાં વધારો થઈ રહ્યો છે.
I am Gujarat flex fare system in rajdhani duronto and shatabdi trains
રાજધાની, દુરન્તો, શતાબ્દી ટ્રેનોમાં ફ્લેક્સ ફેર સિસ્ટમ


વિમાનમાં અપનાવાતી ‘ડાયનેમિક સિસ્ટમ’ની જેમ આ ત્રણ ટ્રેનોનાં ભાડાંમાં રેલવેએ ‘ફ્લેક્સ ફેર સિસ્ટમ’ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે, તમે જેટલા વહેલા સીટ બુક કરાવી દેશો તેટલું ભાડું ઓછું થશે અને જેટલું મોડું કરશો તેટલું ભાડું વધવા માંડશે.

આ ત્રણ ટ્રેનોમાં બુકિંગના પ્રારંભમાં 10 ટકા સીટો સામાન્ય ભાડામાં બુક થશે. પરંતુ, 10 ટકા સીટો ભરાઈ જાય તે પછી આગળની 10 ટકા સીટો માટે ભાડું 10 ટકા વધી જશે. આ રીતે 50 ટકા સીટો ભરાઈ જાય એટલે મુસાફરે 50 ટકા વધારાનું ભાડું ભરવું પડશે. તેનો અર્થ એ થયો કે અંતિમ દસ સીટો માટે ભાડું લગભગ ડબલ થઈ જશે.

આ સિસ્ટમ જોકે, ફર્સ્ટ એસી અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે નહીં. નવી સિસ્ટમમાં ફ્લેક્સી ચાર્જ સાથે રિઝર્વેશન ચાર્જિસ, સુપરફાસ્ટ ચાર્જિસ, કેટરિંગ ચાર્જિસ, સર્વિસ ટેક્સ તો યથાવત્ રહેશે. આ તમામ ટેક્સ અને ચાર્જિસને કારણે હવેથી આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું અત્યંત મોંઘું થઈ જવાનું છે.

આ ઉપરાંત, ચાર્ટ બની ગયો હોય અને બર્થ ખાલી રહેતી હોય તો છેલ્લા બુકિંગના ચાર્જ તેની પર લેવાશે. તત્કાલ ક્વોટામાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ નહીં લેવાય અને વર્તમાન માર્ગદર્શિકાને જ અનુસરવાનું રહેશે. ટિકિટ કેન્સલ કરાવવાના નિયમોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો