એપશહેર

FPIએ ઓક્ટોબરમાં ₹6,200 કરોડ પાછા ખેંચ્યા

I am Gujarat 14 Oct 2019, 11:07 am
71574099 નવી દિલ્હી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ઓક્ટોબર મહિનામાં બે સપ્તાહમાં ભારતીય મૂડીબજારમાંથી ₹6,200 કરોડ પાછા ખેંચી લીધા છે. વૈશ્વિક મંદીના ભણકારા અને ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
I am Gujarat fpi 6200
FPIએ ઓક્ટોબરમાં ₹6,200 કરોડ પાછા ખેંચ્યા


ડિપોઝિટરીના લેટેસ્ટ આંકડા અનુસાર એફપીઆઇએ 1થી 11 ઓક્ટોબર દરમિયાન ઇક્વિટીમાં ₹4955.2 કરોડની નેટ વેચવાલી કરી હતી. ડેટ માર્કેટમાંથી તેમણે ₹1,261.9 કરોડની નેટ વેચવાલી કરી હતી. આમ, ડેટ અને ઇક્વિટી મળીને કુલ ₹6,217.1 કરોડની નેટ વેચવાલી કરી હતી.

મોર્નિંગસ્ટારના સિનિયર એનાલિસ્ટ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે વૈશ્વિક મંદીના ભણકારા અને ટ્રેડ વોરની ચિંતાને કારણે FPI નવા રોકાણ અંગે વધુ સાવચેત બન્યા છે. વળી, ભારતીય અર્થતંત્ર પણ નબળું પડ્યું છે અને વિવિધ જાહેરાતો છતાં અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો નથી. તાજેતરમાં આઇએમએફ, એડીબી, મૂડી’ઝ, વગેરેએ ભારતના ગ્રોથનો અંદાજ પણ ઘટાડી દીધો છે, જેને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું છે.

સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની મહત્ત્વની જાહેરાત કરી તે પછીથી એફપીઆઇની વેચવાલી અટકશે તેવી શક્યતા હતી, પરંતુ હાલના તબક્કે આ વેચવાલી અટકી નથી તેમ જણાય છે. રાજકોષીય ખાધની ચિંતા અને વૈશ્વિક પરિબળો હાવિ રહેતાં ઇક્વિટીમાં નાણાપ્રવાહ પાછો ખેંચાયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો